________________
ગાથા-૨૦૬
૨૨૫
નહિ, રાગ તો ક્યાંય રહી ગયો. આહાહા..! પર્યાય એમ કહે છે કે, ત્રિકાળી સકળ નિરાવરણ એક પરમાત્મદ્રવ્ય તે હું છું. એ હું છું. આહાહા..!
“તને વચનથી અગોચર એવું સુખ થશે;...' ક્યારે? એ જ્ઞાનસ્વરૂપ હું છું, એવો અનુભવ કરવાથી. રાગ હતો તેની મદદ છે એમ છે નહિ. આહાહા..! હવે આમાં પૈસા ને ધંધા આડે નવરાશ કર્યાં (છે)? બાપા! આહા..!
મુમુક્ષુ :- આપ કોઈ ઉપાય બતાવો.
ઉત્તર ઃ- આ ઉપાય છે, બાપુ! એનાથી રુચિ ફેરવી અને પર્યાયને ત્રિકાળની રુચિ કરાવવી. પર્યાયને પરની રુચિ આમ છે તે પર્યાયમાં પર્યાયને ત્રિકાળની રુચિ કર. કારણ કે કાર્ય, રુચિ ને સંતોષ તો પર્યાયમાં થાય છે ને? હેં? આહાહા..! દ્રવ્ય તો જે છે તે છે પણ આ દ્રવ્ય જ્ઞાન પૂર્ણ છે, કલ્યાણસ્વરૂપ પૂર્ણ છે, એ તો પર્યાય જાણે છે. દ્રવ્ય તો ધ્રુવ છે. સમજાણું? આહાહા..! અને તને સુખ પ્રાપ્ત થશે, પ્રભુ! તું સુખને પંથે જઈશ. આહાહા..! અનાદિ રાગને પંથે, દુઃખને પંથે છો પ્રભુ! એ અંતરના જ્ઞાનમાત્ર આત્માના અનુભવમાં સુખને પંથે તારી દૃષ્ટિ – પંથ ત્યાં બંધાઈ ગયો. સુખને પંથે ચાલ્યો જઈશ. આહાહા..! રાગને પંથે, દુઃખને પંથે પ્રભુ! તું અનાદિથી દોરાઈ ગયો છે. આહા..! આ હીરા, માણકેના ધંધાનો વિકલ્પ દુ:ખપંથ છે એમ કહે છે. એવું છે.
મુમુક્ષુ :- પર્યાયને ફેરવ્યા વિના છૂટકો નથી. બીજો કાંઈ ઉપાય છે?
ઉત્તર
એવું છે. એ કંઈ બીજું થાય જ નહિ. દાનમાં તો બહુ પૈસા ખર્ચે છે. ત્યાં અમારો ઉતારો એ વખતે હતો ને? તો એક લાખ સાંઈઠ હજાર તો યંતિમાં ખર્ચ્યા અને એક લાખ અહીં હમણા આપ્યા. પૈસા બહુ હતા. એ તો રાગની મંદતા હોય, શુભ, પુણ્ય છે. મુમુક્ષુ :- આપના જેવા ગુરુ તો મળે ને!
ઉત્તર = એ તો સંયોગી ભાવ છે તો સંયોગ મળે પણ અહીં સ્વભાવનો ભાવ પ્રાપ્ત થાય એ સંયોગને કારણે પ્રાપ્ત થાય? સંયોગ દેવ-ગુરુ-શાસ્ત્રનો મળે, લ્યો! પણ એ સંયોગથી અસંયોગી સ્વભાવનો લાભ થાય? આહાહા..! (શ્રોતા :– સંયોગ તો પ્રભુ વર્તમાનમાં મળ્યો જ છે). આવી વાત છે.
=
-
ઇ આ મોરબી’ના એક ભાઈ હતા ઇ એમ કહેતા હતા. દલીચંદભાઈ’ના ભાઈની વહુ હતી ને? વિધવા હતા ઇ તણાઈ ગયા. ઓલાના સગા થાતા હશે? ઘડિયાળી’ના? એને ફઈબા, ફઈબા કહેતા, એમ કો’ક કહેતું હતું. દલીચંદભાઈ’ના નાના ભાઈ હતા. નાની ઉંમરમાં વિધવા (થઈ ગયા). બીજું એક ગામ છે ત્યાં એના મકાન હતા. કયુ ગામ કહેવાય એને? ‘સનાળા’. ‘સનાળા’માં એના મકાન છે ત્યાં ઉતર્યા હતા. ‘સનાળા’માં એક શક્તિનું દેવળ છે. અન્યમતિની શક્તિનું દેવળ છે. હું આહાર કરીને ફર્યો. નજીક હતું ત્યાં હું ગયો ત્યાં એક બાવો બેઠો હતો. પધારો.. પધારો.. પધારો. મેં કીધું, આ શક્તિ આ નહિ. શક્તિ