________________
૨૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ તો જ્ઞાન ને આનંદ શક્તિ દેવી એની પૂજા કર, એમ કીધું. ત્યાં ઉતર્યા હતા, મોરબીથી “સનાળા'. ત્યાં બેનનું મકાન હતું. નાની ઉંમરમાં વિધવા થયેલા. અહીં દલીચંદભાઈ છે ને? આહા...! ઈ કહે, તણાઈ ગયા. આ ફેરે એના ઘરે ગયા હતા ખરા, “મોરબી ગયા તે દિ'. પલંગ – ખાટલામાં હતા, ઈ ચાલી શક્યા નહિ, પાણીનું જોર એકદમ આવ્યું (તો) પાણીમાં તણાઈ ગયા. બાકી મુમુક્ષુમંડળમાં બીજાને કાંઈ (નુકસાન) થયું નથી. આહાહા.! આવી સ્થિતિ. અરેરે! બહારમાં બૂડી મરે એ કરતાં અંદરમાં બૂડીને જીવને
ભગવાન જ્ઞાનનો દરિયો ભર્યો છે ને નાથ! અનંત અનંત શાંતિ અને આનંદનો સાગર. આહાહા..! કાલે તો બપોરે બહુ નહોતું આવ્યું? પ્રભુ! અનંતા મુખ કરું પ્રભુ! અને એક એક મુખે અનંતી જીભ કરું. તારા ગુણનો પાર ન આવે, પ્રભુ આહા.! છતાં રાત્રે બીજું આપ્યું હતું, ૧૫૦ માં આવ્યું હતું, હે પ્રભુ! તારા ગુણની દશાની સંખ્યા શું કહું? આ ધરતી આખી પૃથ્વીનો કાગળ બનાવું અને સમુદ્રના જળની રશનાઈ બનાવું, આહાહા.! અને આખી વનસ્પતિની કલમો બનાવું તોપણ પ્રભુ તારા ગુણ લખ્યા લખાય નહિ. આહાહા! કાલે એક ભક્તિમાં હિમતભાઈએ નહોતું ગાયું? એની સામે ૧૫૦ પાને આ છે. એ વખતે કાર્યું હતું, રાત્રે બતાવ્યું હતું. આહાહા...! આખી ધરતીનો કાગળ, આખા સમુદ્રના જળની રશનાઈ અને આખી વનસ્પતિ, વનરાજની બધી કલમો (બનાઉ).. આહાહા...! પણ પ્રભુ તારા ગુણની સંખ્યા લખાય નહિ. આહાહા...! એવા ગુણનો દરિયો ભર્યો છે ને પ્રભુ તું. આહાહા...! ત્યાં જા ને નાથ! ત્યાં સંતોષ કર, ત્યાં પ્રેમ કર. એને અનુભવવા લાયક બનાવ. આહાહા...! ભારે આકરું કામ. એકલા વ્યવહારના રસિયા હોય એને તો એમ થાય. આહાહા...! વ્યવહાર તો શું રાગ કાંઈક ઘટાડે, બહાર છોડ્યું, આ છોડ્યું. એમાં ડાળિયા શું થયા? મિથ્યાત્વ તો આખું પડ્યું છે. આહાહા..!
પહેલા ત્યાગમાં ત્યાગ તો મિથ્યાત્વનો જોઈએ, એને ઠેકાણે બીજો ત્યાગ પહેલો કરીને માને. આહાહા.! થાય? એ મિથ્યાત્વનો ત્યાગ તો આ રીતે થાય. આત્મા જ્ઞાનમાત્ર છે તેમાં પ્રીતિ કર, તેમાં સંતુષ્ટ થા, તેને કલ્યાણરૂપ માન અને તેમાં તને આનંદ અને તૃપ્તિ થશે. આહાહા...! અને તેવું સુખ તે જાતે અનુભવીશ, કોઈને પૂછવું પડશે નહિ. આહાહા...! છે?
“તે સુખ તે જ ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે. આહાહા.. તે સુખને-અતીન્દ્રિય આનંદને ‘તે ક્ષણે જ. તે જ ક્ષણે “તું જ સ્વયમેવ.” સ્વયં જ. ‘વ’નો (અર્થ) જ. સ્વયમેવ જ દેખશે. આહાહા...! છે ને? “સ્વયમેવ.” છે. સ્વયં-એવ-સ્વયં જ. તારાથી તને સ્વયં જ અનુભવ ખ્યાલમાં આવી જશે. આહાહા! અરે.! બહારના માથાફોડી ને પાપના ભાવ ને પુણ્યના ભાવ કરી કરીને હેરાન થઈ ગયો છે તું. ભગવાન છે એ તો પુણ્ય-પાપના વિકલ્પથી પાર છે. સ્વભાવથી ભરેલો છે અને વિકલ્પથી પાર છે. જે વિકલ્પથી પાર છે એ વિકલ્પથી મળશે?