________________
૨૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
રતિ, પ્રીતિ કર. રાગ અને પુણ્ય, નિમિત્તની પ્રીતિ છોડી દે એમ નાસ્તિથી ન કહ્યું, અસ્તિથી કહ્યું. આ છોડી દે, એમ ન કહ્યું. આમાં પ્રીતિ કર એટલે એ છૂટી જાય છે. આહાહા..! આવું આકરું. એ જ્ઞાનમાત્રમાં જ...’ રાગનો વિકલ્પ ઉઠે એ કંઈ આત્મા નથી, એ તો અનાત્મા છે, અજીવ છે. દયા, દાનનો વિકલ્પ ઉઠે ભક્તિ, પૂજા(નો) એ વિકલ્પ તો અજીવ છે, એ જીવ નહિ, પ્રભુ! આહાહા..!
‘જ્ઞાનમાત્રમાં જ...’ આત્મા આટલો છે એમ નિશ્ચય કરીને એટલામાં જ્ઞાનમાત્રમાં તું પ્રીતિ કર. અસ્તિથી વાત કરી. રાગની પ્રીતિ છોડી દે ને નિમિત્તની પ્રીતિ (છોડી દે). દેવગુરુ-શાસ્ત્ર એમ કહે છે. આહાહા..! દેવ-ગુરુ ને શાસ્ત્ર એમ કહે છે કે, તું જ્ઞાનમાત્ર છો ત્યાં પ્રીતિ કર, અમારી પ્રીતિ છોડી દે. આહાહા..! તારો ભગવાન ચૈતન્ય શીતળચંદ્ર છે). જેમ શીતળ એવા અનંત ચંદ્રની શીતળતા (હોય) પણ એ શીતળતાની જડની છે. આ તો શાંત ચૈતન્ય ચંદ્રમાની શીતળતા શાંતિ, એ શાંતિથી ભરેલો છે. જ્ઞાનથી એમ જ્ઞાનપ્રધાન કથન છે.
એથી આત્મા તે જ્ઞાનપ્રમાણ, એમ નિશ્ચય કરીને. આત્મા તે આનંદપ્રમાણ, આત્મા તે શાંતિપ્રમાણ, આત્મા તે વીતરાગ સ્વભાવ પ્રમાણ. આહાહા..! એમ નિશ્ચય કરીને. જ્ઞાનપ્રધાનથી કથન છે. આહાહા..! ‘સદાય...' નિશ્ચય કરીને કરવું શું? જ્ઞાનમાત્રમાં જ સદાય...’ અંતર પ્રેમ કર. આહાહા..! દૃષ્ટિના ધ્યેયમાં જ્ઞાનમાત્ર આત્મા લગાવ, ત્યાં પ્રીતિ કર, ત્યાં રતિ કર. આહાહા..! ત્યાં રુચિ કર.
બીજો બોલ. તેટલું જ સત્ય કલ્યાણ છે...’ પહેલું (એમ કહ્યું), આટલો જ સત્ય આત્મા છે, એમ કહ્યું હતું. કે જેટલું જ્ઞાન છે. હવે (કહે છે), એટલું જ સત્ય કલ્યાણ છે... આહાહા..! ‘એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે...' જેટલું જ્ઞાન છે તેટલું જ કલ્યાણ છે. અંદર સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ, એ જ્ઞાનસ્વરૂપ (છે) એ કલ્યાણસ્વરૂપ છે. આહાહા..! તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણસ્વરૂપી આત્મા છે. આહાહા..! સત્ય કલ્યાણ એટલું છે જેટલું આ જ્ઞાન છે. એ જ્ઞાન કલ્યાણ સ્વરૂપ છે એમ નિશ્ચય કરીને...’ ઓહો..! એમ નિર્ણય કરીને જ્ઞાનમાત્રથી જ...' આત્મા એટલું કલ્યાણ છે કે જેટલું જ્ઞાન છે. આહાહા..!
એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ...’ એકાંત, સમ્યક્ એકાંત (કર્યું). સદાય સંતોષ પામ;...' કોઈ સમયે પણ રાગમાં આવીને સંતોષ ન કર. આહાહા..! ત્યાં સંતોષ નથી. કલ્યાણ સ્વરૂપ ભગવાનઆત્મા જેટલું જ્ઞાનસ્વરૂપ (છે) એમ નિર્ણય કરીને સદાય સંતોષ પામ;...’ એ સંતોષ, હોં! બહારના પચીસ લાખમાંથી પાંચ લાખ ઘટાડ્યા માટે સંતોષ, એ સંતોષ નહિ. આહાહા..! ‘સંતોષ પામ;..’ કાર્ય. આહાહા..! સંતોષ.. સંતોષ, આનંદની દશાની પ્રાપ્તિમાં સંતોષ. આહા..! પ્રાપ્ત કર.
ગાથા બહુ સરસ છે. ૨૦૬ માખણ છે, બાપા! એ વાંચન ને શ્રવણ ને મનનમાં પણ