________________
ગાથા–૨૦૬
૨૧૯
પડે )
ભાવાર્થ - જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું એ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.
પ્રવચન નં. ૨૮૬ ગાથા-૨૦૬, શુક્રવાર, શ્રાવણ વદ ૧૦, તા. ૧0૮-૧૯૭૯
“સમયસાર ૨૦૬ ગાથા. ‘હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છે :
एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।।२०६।। આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. ૨૦૬. હે ભવ્યા)' તું આમ કર, એમ પાઠમાં કીધું ને? તો હે ભવ્ય કાર્યું છે. તું આમ કર, એમ કહ્યું છે ને? તો હે ભવ્ય આહા.! “આટલો જ સત્ય –પરમાર્થસ્વરૂ૫) આત્મા છે.” આટલો જ પરમાર્થ – પરમસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. આત્મા જ્ઞાનપ્રમાણ, જ્ઞાન આત્માપ્રમાણ. આત્મા જ્ઞાનપ્રમાણ અને જ્ઞાન (આત્માપ્રમાણ). આત્મા જ્ઞાનપ્રમાણ અને દર્શન પ્રમાણ આદિ છે. અને જ્ઞાનપ્રમાણ આત્મા. આત્મા આમ લઈએ તો જ્ઞાનપ્રમાણ, દર્શન પ્રમાણ, આનંદપ્રમાણ. પણ આમ લઈએ તો જ્ઞાન આત્માપ્રમાણ. જેટલું અંદર જ્ઞાન છે એટલો આત્મા (છે). જેટલા અંદર દયા, દાન, વ્રતાદિ વિકલ્પ ઉઠે છે એ આત્મા નહિ. આહાહા...! એ જ્ઞાનસ્વરૂપ ચૈતન્યસૂર્ય ચૈતન્યના પ્રકાશથી પ્રકાશતો ભગવાન આત્મા એટલો એ આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે. આહા...!
એમ નિશ્ચય કરીને જ્ઞાનસ્વરૂપ આત્મા છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ...” જ્ઞાનમાત્ર ભગવાનઆત્મા એ જ્ઞાનમાત્રમાં જ. નિશ્ચય કર્યું. એ “જ્ઞાનમાત્રમાં જ સદાય...' સદાય. આહાહા.! “રતિ પ્રીતિ, રુચિ) પામ;” પ્રાપ્ત કરી. આહા...! ત્યાં તને ભગવાન મળશે, કહે છે. આહાહા...! આત્મા જ્ઞાનપ્રમાણ તો જ્ઞાન તે આત્મા, એમ નિશ્ચય કરીને તેમાં રુચિ કર, પ્રેમ કર, રતિ કર. આહાહા...! પ્રીતિ કર. આ વાત છે. બાકી થોથાં છે. દુઃખી દુઃખી છે. આહાહા.! રાગમાં આવે એ પણ દુઃખી છે. આહાહા.!
એ જ્ઞાનમાત્ર એટલો આત્મા છે, એમ નિશ્ચય કરીને. આ નિર્ણય કરી જ્ઞાનમાત્રમાં