________________
૨૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ .......................
( શ્લોક-૧૪૪)
(૩૫નાતિ). अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ||१४४।।
હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ - [ ચશ્માન્ ] કારણ કે [ BN: ] આ (જ્ઞાની) [ સ્વયમ્ વ ] પોતે જ || વિજ્યાવિત્તઃ તેવઃ ] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [ વિન્માત્ર-ચિન્તામળિ: ] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાતુ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [ સર્વ-અર્થ-સિદ્ધ-માત્મતયા ] જેના સર્વ અર્થ પ્રયોજન) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [ જ્ઞાની ] જ્ઞાની [ કન્યરચ પરિપ્રદેળ] અન્યના પરિગ્રહથી [ વિમ્ વિદત્ત ] શું કરે? (કાંઈ જ કરવાનું નથી.)
ભાવાર્થ :- આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાતુ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪.
પ્રવચન નં. ૨૮૭ શ્લોક-૧૪૪, ગાથા-૨૦૧૭, શનિવાર, શ્રાવણ વદ ૧૧, તા. ૧૮-૦૮-૧૯૭૯
કળશ–૧૪૪
(૩પનાતિ) अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ।।१४४।।