________________
૨૩૧
શ્લોક–૧૪૪
આહાહા..! કારણ કે...’ અનુભવી ધર્મી જીવ, જેને આત્મા જ્ઞાનસ્વરૂપ શુદ્ધ પવિત્ર ભગવાન, તેની દૃષ્ટિ સહિત અનુભવ થયો. આહાહા..! ‘નિર્જરા અધિકાર’ છે ને? જે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, અચિંત્ય દેવ કહેશે. એ ધર્માત્મા, ધર્મ જેને આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ (છે) એવી દૃષ્ટિપૂર્વક અનુભવ થયો, એ ધર્મી પોતે જ...’ સ્વયંમેવ, સ્વયં જ. આહાહા..! [અવિત્ત્વશત્તિ: વેવ:] ‘અચિંત્ય શક્તિવાળો દેવ છે...’ આહાહા..! ધર્મી સ્વયં જ. પોતાનો ભગવાનઆત્મા અચિંત્ય શક્તિ. અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય પ્રભુતા વગેરે અનંત શક્તિવાળો એ દેવ છે. પ્રભુ-આત્મા અચિંત્ય શક્તિવંત દેવ છે. આહાહા..! દિવ્ય શક્તિ. જ્ઞાન, આનંદ, શાંતિ વગેરે દિવ્ય શક્તિવાળો દેવ છે. આહા..!
અને ચિન્માત્ર ચિંતામણિ’ એ તો ચૈતન્યમાત્ર ચિંતામણિ. અંત૨ની ચીજ જ્યાં દૃષ્ટિમાં, અનુભવમાં આવી તો કહે છે કે, ચૈતન્ય ચિંતામણિ. જેમ ચિંતામણિની પ્રાપ્તિથી જગતના જીવ(ને) ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય, તેમ આ વસ્તુ પ્રાપ્ત થઈ.. આહાહા..! એ તો ચિંતામણિ રત્ન, એની એકાગ્રતાથી શું ન પ્રાપ્ત થાય? આહાહા..! દિવ્યશક્તિનો ભંડાર ભગવાન, એના અનુભવની દૃષ્ટિથી એમાં એકાગ્રતાથી દિવ્યશક્તિનો દેવ, એમાં એકાગ્રતાથી શું ન પ્રાપ્ત થાય? આહા..! શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા એ પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા..!
‘ચિન્માત્ર ચિંતામણિ...’ એ જ્ઞાનમાત્ર સ્વભાવ ભગવાન અનંત ગુણ, એવો ચિંતામણિ રત્ન. આહા..! જેને દૃષ્ટિમાં પ્રાપ્ત થયો અને જેનો જેને અનુભવ થયો એ અચિંત્યદેવ શક્તિવંત દેવ ચિંતામણિ. જેટલી તેમાં એકાગ્રતા થાય તેટલા રતન પામે. આનંદ ને શાંતિ ને સ્વચ્છતા ને પ્રભુતાના રતન પર્યાયમાં પાકે. લ્યો, આ તમારા રતન નથી, આ તો બીજા રતન આવ્યા.
આહાહા..!
(ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે) માટે...' [સર્વ-અર્થ-સિદ્ધ-આત્મતયા] જેના સર્વ અર્થ પ્રયોજન) સિદ્ધ છે...' નિજ સ્વરૂપની પ્રતીતિ અને અનુભવ થયા તો સર્વ અર્થની સિદ્ધિ છે. આહા..! જે કંઈ શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા જોઈએ તો તેની પ્રાપ્તિ થાય છે. આહા..! આવી વાતું. સર્વ પ્રયોજન સિદ્ધ છે. આહાહા..! એવા સ્વરૂપે હોવાથી જ્ઞાની...'ધર્મી [અન્યય પરિપ્રશ્ને] નિજ ચૈતન્યસ્વરૂપ ભગવાન સિવાય, જડની ક્રિયા, રાગાદિ પરિણામ અને ભેદના વિકલ્પો તેનાથી તેને શું પ્રયોજન છે? આહાહા..! સમજાણું?
ચિંતામણિ ભગવાનઆત્મા નજરમાં જ્યાં નિધાન આવ્યા, હવે સર્વ અર્થ સિદ્ધિ (છે). આહાહા..! જ્ઞાનની પ્રાપ્તિ, સમકિતની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ (થાય છે). આ વસ્તુ છે. તેને [અન્યસ્ય પરિપ્રશ્નેળ] નિજ સ્વભાવ સિવાય જડની ક્રિયાની સાવધાની, આચરણપણું અને સ્મરણથી શું પ્રયોજન? આહાહા..! એમ અંદર રાગના વિકલ્પ આદિ શુભઅશુભભાવ આવે છે તે પણ એક પરિગ્રહ છે. તો કહે છે, તેનાથી શું પ્રયોજન? રાગાદિમાં