________________
૨૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ સાવધાની, આચરણપણું, સ્મરણપણે તેનું શું પ્રયોજન છે? આહાહા...! અને અંદર ભેદ પડે તે ભેદના વિકલ્પ ઉઠે છે. આહાહા.! અભેદ ભગવાન આત્મા, તેમાં ગુણ-ગુણીના ભેદના વિકલ્પ ઉઠે એમાં પરિગ્રહ (અર્થાતુ) સાવધાનપણું, આચરણપણું અને સ્મરણપણાનું શું પ્રયોજન? આહાહા.! સમજાણું?
જડની ક્રિયા, રાગની ક્રિયા, ભેદના વિકલ્પ એ ત્રણેય પરિગ્રહ અન્ય છે. આહાહા.! તેનાથી ધર્મીને અન્યથી સાવધાનપણું શું? ઓહોહો...! વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઉઠે છે તેમાં શું સાવધાનપણું? તેનું તને શું આચરણ? તેનું શું સ્મરણ છે તને? ભગવાનઆત્મા નિજ શુદ્ધ સ્વરૂપ તરફ સાવધાની, તેનું આચરણ... આહાહા.! અને તેનું જ સ્મરણ. ઝીણી વાત છે, ભાઈ! “અમૃતચંદ્રાચાર્યના કળશ... આહાહા...! અમૃતથી ભર્યા છે. જેની જ્ઞાનમાં ભાન-પ્રાપ્તિ થઈ તેને જડની ક્રિયા, રાગની ક્રિયા અને ભેદની ક્રિયા, એવા વિકલ્પ, તે તરફ સાવધાની રાખવી, આચરણ કરવું તેનાથી શું પ્રયોજન છે? આહાહા.! એ પરિગ્રહ છે. અભેદમાં ભેદ (ઊપજાવવો) એ પરિગ્રહ છે, અન્ય (છે). આહાહા...! વીતરાગની વાતું (આવી છે).
જડની ક્રિયા હું કરું એ પણ એક મિથ્યાત્વનો પરિગ્રહ છે. રાગક્રિયા કરું એ પણ એક મિથ્યાત્વનો પરિગ્રહ છે. આહાહા...! અને અભેદ ભગવાન આત્મા, તેમાં ભેદ ઊપજાવવો એ પણ એક વિકલ્પ ને પરિગ્રહ અન્ય છે. અન્ય પરિગ્રહથી ધર્મીને શું કામ છે? આહાહા...! બહુ આકરું કામ. પૈસા-બૈસાની ક્રિયા એ ક્રિયામાં ગઈ અને એના પ્રત્યેનો દયા, દાનનો રાગ એ વિકારમાં ગયો અને અભેદમાં ભેદવિકલ્પ અન્ય પરિગ્રહણ. આ ત્રણે અન્ય પરિગ્રહ છે. તેનાથી ભગવાન આત્મા ચૈતન્ય પરિગ્રહ જે હાથ આવ્યો, પરિગ્રહ (અર્થાતુ) આખો ચૈતન્ય પકડી લીધો, સમસ્ત પ્રકારે પરિગ્રહ. ભગવાન પૂર્ણાનંદનો નાથ સમસ્ત પ્રકારે અનુભવમાં લઈ લીધો. આહાહા.! એવો ધર્મી, આ ધર્મી (છે). આહાહા.! એને ક્રિયાકાંડના રાગથી શું પ્રયોજન? જડના અનુકૂળ-પ્રતિકૂળ હલચલન થાય તેનાથી શું પ્રયોજન? આહાહા...! અચિંત્યદેવ પ્રભુ અનંત અનંત દિવ્યશક્તિનો ભંડાર ભગવાન, જેને અનુભવમાં આવ્યો, પરિગ્રહ-પકડી લીધો, ધર્મીનો એ પરિગ્રહ છે. આહાહા! આવી વાતું (છે).
મુમુક્ષુ :- અધર્મીનો પરિગ્રહ શું?
ઉત્તર :- અધર્મીનો એ પરિગ્રહ-રાગાદિ મારો, ઇ. પૈસા આદિ મારા, શરીર આદિ મારા, રાગાદિ મારા અને ભેદાદિ મારા (માને) એ અજ્ઞાનીનો પરિગ્રહ છે.
મુમુક્ષુ :- પૈસા. ઉત્તર :- પૈસા તો ક્રિયામાં, પરમાં ગયા. મુમુક્ષુ :- ફક્ત મમત્વ. ઉત્તર :- આ મારું, એ પરિગ્રહ મિથ્યાત્વ છે અને રાગાદિ પરિગ્રહ મારો એ પણ