________________
શ્લોક–૧૪૪
૨૩૩ મિથ્યાત્વ છે અને ભેદના વિકલ્પ મારું સ્વરૂપ છે એ પણ મિથ્યાત્વ છે, પરિગ્રહ છે, પ્રભુ! આકરી વાત છે, ભાઈ! આ તો નિર્જરા અધિકાર છે. આહાહા...! જેને ભગવાન આત્મા શુદ્ધ પવિત્રના જેને પ્રયાણ ઉપયોગમાં થયા. આહાહા.!
એક ફેરી ભાઈએ ગાયન બનાવ્યું હતું. ભાઈએ-“ભાઈચંદજી નહિ? ભાઈ! લીંબડીવાળા ભાઈચંદજી'. દિગંબર સંપ્રદાય છોડી દીધો હતો.
મુમુક્ષુ :- “રાજકોટથી ત્યાં જતા હતા.
ઉત્તર :- હા, ગયા હતા, ખબર છે. ગુજરી ગયા ત્યારે ગયા હતા. અહીં હતા. રામજીભાઈ, નારણભાઈ, લીંબડીમાં ગુજરી ગયા. અન્યમતિના મંદિરમાં. એને એક ફેરી કહ્યું હતું, ‘ઉપયોગભૂમિ પાવન કરવા પધારજો, હે નાથ!” મારી ઉપયોગભૂમિમાં પાવન કરવા પ્રભુ પધારો. આહા.! મારી નિર્મળ ઉપયોગભૂમિ. ‘ઉપયોગભૂમિ પાવન કરવા પધાર મારી ઉપયોગભૂમિમાં પ્રભુ આવો અને આવ્યા અને હવે પરનું શું કામ છે? કહે છે. લક્ષ્મીની, પરની તો વાતેય નહિ, રાગની વાત નહિ પણ ભેદનું પણ એને શું કામ છે? જ્યાં અભેદ ભગવાનના ભેટા થયા. આહાહા...!
મુમુક્ષુ :- અભેદના ભેટા થયા એમાં ભેદનું શું કામ?
ઉત્તર :- શું કામ છે? એ પરિગ્રહને પકડીને શું કામ છે? મહાપ્રભુ અભેદ આખો પરિગ્રહ પકડ્યો છે. આહાહા...! સમ્યગ્દર્શને આખા પૂર્ણાનંદના નાથને કબજે લીધો. આહાહા...! બહુ ઝીણી વાત, ભાઈ! આ તો નિર્જરા અધિકાર છે ને? આવા જીવને નિર્જરા થાય છે. આહાહા.! એ કર્માદિ, રાગાદિ આવે છે તે ખરી જાય છે. આહાહા.! અને કર્મનો ઉદય પણ ખરી જાય છે, ભેદનો વિકલ્પ પણ છૂટી જાય છે. આહાહા...!
અચિંત્યદેવ ચૈતન્ય ચિંતામણિ ભગવાન. અચિંત્વદેવ કહ્યો પણ દેવનું શું સ્વરૂપ? ચિન્માત્ર ચિંતામણિ. આહાહા! અચિંત્યદેવ, એ તો પણ અચિંત્યદેવ એટલું કહ્યું. પણ એનું દેવનું સ્વરૂપ શું? જ્ઞાનમાત્ર ચિંતામણિ ભગવાન આત્મા. આહાહા..! એવો ભગવાન ચૈતન્ય ચિંતામણિ, અચિંત્યદેવ. આહાહા...! પર્યાયમાં જેનો આદર થયો, પર્યાયે એને પકડીને ભગવાનને નિજ પરિગ્રહ માન્યો. આહાહા.. પર્યાયમાં પોતાના પરમાત્માને પરિગ્રહ માન્યો, પકડ્યો. એ.ઈ....! આવી વાતું સાંભળવી મુશ્કલે પડે. આહાહા.!
સર્વ-અર્થ-સિદ્ધ આહાહા...! જેને ચિંતામણિ અચિંત્યદેવ પ્રભુ, તેની સમ્યગ્દર્શનમાં પ્રાપ્તિ થઈ, સમ્યજ્ઞાનમાં શેય બનાવીને પ્રાપ્તિ થઈ.. આહાહા! એવા જીવને શિર્વ-અર્થ-સિદ્ધમાત્મતયા] “સર્વ-અર્થ-સિદ્ધ. “આત્મતિયા એટલે સ્વરૂપ. “સર્વાર્થ.માત્મતયા' “સર્વ-અર્થસિદ્ધ-જ્ઞાત્મિસિદ્ધ આહાહા..! સમ્યગ્દર્શન થયું... આહાહા...! તો કહે છે કે, અચિંત્યદેવ ચિંતામણિ પ્રાપ્ત થયો). અચિંત્યદેવ તો વ્યાખ્યા આવી, પણ એનું સ્વરૂપ શું? કે ચૈતન્ય ચિંતામણિ ભગવાન. આહાહા...! આવો ભગવાન જેને દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો (તેને) સર્વ