________________
ગાથા-૨૦૬
૨૨૯
પોશા, પડિકમણાની ક્રિયા કરે ઇ ધર્મધ્યાન. બાપુ! એ નહિ, ભાઈ! જ્યાં ધર્મનો ધ૨ના૨ ધર્મી પડ્યો છે ત્યાં તેનું ધ્યાન લગાવ. આહાહા..! દ્રવ્ય ને ગુણ તો પરિપૂર્ણ પડ્યા છે. પરિપૂર્ણ! ત્યાં ધ્યાન લગાવ તો પર્યાયમાં તને પૂર્ણ પ્રાપ્તિ થશે. આહાહા..! પહેલી તો પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ ધ્યાનમાં (થાય છે). ધ્યાનની અપૂર્ણ દશા છે તેમાં થશે અને પછી ધ્યાન કરતા કરતા પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ થશે. આહાહા..!
તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે...’ આ તો વર્તમાન તેનાથી, જ્ઞાનમાત્ર ભગવાનનું ધ્યાન કરવાથી, ધ્યાનમાં એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનં’ એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનં’ એક અગ્ર નામ મુખ્ય વસ્તુને દૃષ્ટિમાં લઈને અંદર એકાગ્ર થવું અને ચિંતા નામ વિકલ્પનો નિરોધ થઈ જવો. આહાહા..! એકાગ્ર ચિંતા. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનં’ આહા..! પરના વિકલ્પનું ધ્યાન છૂટી જાય છે. આહાહા..! ‘દ્રવ્યસંગ્રહ’માં ૪૭ ગાથામાં કહ્યું ને? ‘રુવિનં પિ મોવવહેવું જ્ઞાળે પાતળવિ નં મુળી નિયમા।' આહા..! બે પ્રકા૨નો મોક્ષમાર્ગ એટલે સાચો અને એક આરોપિત, પણ એ બેય ધ્યાનમાં પ્રાપ્ત થશે. આહાહા..! એ આ કીધું. અંતરના ધ્યાનમાં ધ્યેયને પકડી અને એકાકાર થાય, વિકલ્પ વિનાની દશા (થાય) એ ધ્યાનમાં નિશ્ચય મોક્ષમાર્ગ – સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને ધ્યાનમાં જે રાગ બાકી રહ્યો તે વ્યવહા૨ મોક્ષમાર્ગનો આરોપ કરીને ધ્યાનમાં પ્રાપ્ત થશે, પ્રભુ! આહાહા..!
લોકો કહે છે, ધ્યાન. હમણા સ્થાનકવાસીમાં એ ચાલ્યું છે. પણ વસ્તુ હજી કેવી છે એને જાણ્યા વિના ધ્યાન કેનું? એ આવ્યા છે. ‘નથુમલ’ તેરાપંથી છે. બુદ્ધિવાળો, પુસ્તક બનાવ્યા છે. અરે..! પણ તારો પંથ જ મિથ્યાત્વનો છે એમાં ધ્યાન ક્યાં આવ્યું? આહાહા..! સમજાણું? આકરી વાત, ભાઈ! બહુ આકરું કામ છે. ઘણા હવે શીબિરો શીખ્યા, શિક્ષણશિબિર. અહીંનું કાઢે છે ને? ઇ બધા તેરાપંથી કાઢે, દેરાવાસી કરે, સ્થાનકવાસી કરે. આહાહા..!
અહીં તો કહે છે, પ્રભુ! તારું ધ્યાન દ્રવ્યમાં લગાવ. ત્યારે લીનતા થશે, ત્યારે તને વિકલ્પ છૂટશે. આહાહા..! આવો માર્ગ છે. આહા..! વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.' આહાહા..! અલ્પકાળમાં તને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે, પ્રભુ! આહાહા..! ‘આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે...' આવું કરનાર આત્મા જ સુખને જાણે છે. બીજાનો એમાં પ્રવેશ નથી.' વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
K