________________
૨૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગુણોથી પૂર્ણ ભરેલો છે. આહાહા.! એ જ્ઞાનમાત્ર કહો કે ઈશ્વરમાત્ર કહો. પ્રભુ! પ્રભુતાની પૂર્ણતામાત્ર ભગવાન આત્મા છે. આહાહા...! તેની રુચિ કર, પ્રભુ! રુચિ ત્યાં પોષાણ (કર), પોષાણમાં ઈ લે. તને બીજું પોસાતું છે ઈ છોડી દે. આ અમને પોશાય છે અને આ માલ અમને પોશાય છે. હીરા પચાસ હજારના લાવે પણ અહીં સાંઈઠ હજાર ઊપજે તો લાવે ને? પચાસ હજારના ચાલીસ હજાર આવતા હોય તો લાવતા હશે? આહાહા.! અહીંયાં આત્માનું પોશાણ લાવ. આહાહા...! અરે.! તને રાગના પોશાણમાં ઠીક લાગે છે પણ એ તો નુકસાનકારક છે, ભાઈ! આહાહા...! તારા પ્રભુને પોશાણમાં લે. એ પોશાય છે એમ લે. આહાહા.! આવી વાત છે. ઝાઝા માણસમાં તો આ વાત આકરી પડે માણસને. શું થાય? ભાઈ! માર્ગ આ છે, બાપુ અનંત તીર્થકરો, અનંત કેવળીઓને આ અવાજ-દિવ્યધ્વનિ છે. બીજાને ન પૂછ અથવા અતિ પ્રશ્ન ન કર. કરવાનું તો આ છે. હવે ત્યાં જા. આહાહા..! બહુ ગાથા (સારી આવી), એકલો માલ ભર્યો છે).
ભાવાર્થ:- “જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, ” ઓલા રતિનો અર્થ લીન કર્યો. “જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું.” આહાહા.! જ્ઞાન જાણવાના સ્વભાવ સ્વરૂપ ભગવાન, જ્ઞાનસ્વભાવ અને ભગવાન સ્વભાવવાન, જ્ઞાન સ્વભાવ અને ભગવાન સ્વભાવવાન, આનંદ સ્વભાવ અને ભગવાન આનંદ સ્વભાવવાન. તો કહે છે કે, આનંદ સ્વભાવવાન એવો ભગવાન એમાં લીન થા. આહાહા...! ભાવનો ભાવવાન પ્રભુ. ભાવનો ભાવવાન. એ ભાવ એનું રૂપ છે. આહાહા...! ત્યાં લીન થા.
‘તેનાથી જ સંતુષ્ટ થવું. તેનાથી જ સંતુષ્ટ થવું. આહાહા.! “અને તેનાથી જ તૃપ્ત થવું-એ પરમ ધ્યાન છે. એ પરમ ધ્યાન છે. આહા! મૂળ તો આ ધ્યાન છે, એમ કહે છે. એ વિકલ્પ છૂટીને આ સ્વભાવ આવો છે, એ તો અંદર ધ્યાનમાં આવે છે, કહે છે. નિર્વિકલ્પ દશા–ધ્યાન, ધ્યાનમાં આ આવે. કોઈ વિકલ્પની વિચારધારા ચાલતી હોય અને આ નિર્વિકલ્પ દૃષ્ટિમાં આવે, એમ નહિ આવે. આહાહા. એના સ્વભાવનું ધ્યાન. એ ધ્યાનની દશાનું આ વર્ણન છે. આહાહા...!
પરમ ધ્યાન...” ભાષા જોઈ? આહા..! આત્મામાં લીન ક્યારે થાય છે? ધ્યાનમાં અંદર લીન થાય છે. આહાહા.! ત્યારે ઓલો વિકલ્પ-બિકલ્પની વિચારધારા રહેતી નથી. સમજાણું? માળાએ પણ ખુલાસો કેવો સરસ (કર્યો છે). ટીકાકારેય કેટલું સ્પષ્ટ સત્યને મૂકે છે! એમાં લીન થા, પણ લીન થાનો અર્થ કે, એનું ધ્યાન કર ત્યારે લીન થવાય. આહાહા.! તારા ધ્યાનમાં પરના લક્ષમાં વળેલું ધ્યાન (છે) એ તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે. આહા.!
| નિશ્ચય ધર્મધ્યાન. ધર્મધ્યાનના બે પ્રકાર. રાગાદિને વ્યવહાર કહેવાય પણ નિશ્ચય ધર્મધ્યાન અંદર વસ્તુનું ધ્યાન તે ધર્મધ્યાન છે. આહાહા...! ધર્મધ્યાન થાય છે? એમ પૂછે. વ્રતાદિ પાળે તો પૂછે). એમ છે ને સ્થાનકવાસીમાં? ધર્મધ્યાન થાય છે? તો કહે, હા. સામાયિક,