________________
૫૭૫
શ્લોક–૧૬ ૨. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ... આહાહા..! ભલે ત્યાગી થયો હોય, પંચ મહાવ્રત ધારણ કરતો હોય, અગિયાર પડિમાં ધારણ કરી પણ એ રાગનો વિકલ્પ છે તે મારો છે એમ એકતાબુદ્ધિ પડી છે એ અનંત સંસારનું કારણ તો એ છે. અરેરે.! એની એને ખબરું ન મળે. એટલે શું કહ્યું? કે, અનંત આનંદનો નાથ અનંત ગુણનો સાગર, તેનો પ્રેમ છોડી અને જે રાગના પ્રેમમાં જોડાય ગયો છે એ અનંત સંસારના અભાવ સ્વરૂપ પ્રભુ, એનો અનાદર કરીને અનંત સંસાર એણે વધાર્યો છે. આહાહા...! ભાઈ નથી આવ્યા, “હીરાભાઈ? ગયા હશે. સમજાય છે કાંઈ?
પ્રભુ! અમૃતની વાતું છે, ભાઈ! આહાહા...! અમૃતનો સાગર ભગવાન, એ અમૃતનો સાગર પ્રભુ, આહાહા. એની જેને અંતરમાં એકતા થઈ અને રાગની એક્તા તૂટી કહે છે કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી સહિત જે બંધ થાય તેવો તેને બંધ નથી અને તે જ અનંત સંસારનું કારણ છે. આહાહા.! ભલે ત્યાગી થયો હોય, પંચ મહાવ્રત ધારણ કર્યા, હજારો રાણી છોડી પણ એ રાગનો કણ છે એ મારો છે એમ એકત્વબુદ્ધિ (છે), એનાથી મને લાભ થશે એમ માને છે તો) અનંત સંસારનું કારણ છે. અર.૨.૨.! કેમકે અનંત સંસારના અભાવસ્વરૂપ અનંત ગુણનો પિંડ પ્રભુ, એનો તો એણે અનાદર કર્યો અને રાગના કણનો આદર (કર્યો), પામર છે એ તો. એણે એકતાબુદ્ધિમાં આદર કર્યો, પ્રભુ! એ અનંત સંસારનું કારણ છે. એ સમકિતી નથી. આહાહા.. કહો, હિંમતભાઈ'. આવી હિંમત છે અંદર, કહે છે. હૈ? આહાહા...!
પ્રભુ! તારા પુરુષાર્થની શું વાતું કરવી! અનંત બળનો ધણી બળિયો. ઓલા બળદેવ નથી કહેતા? શું કહે છે? આ છોકરાઓને કહે છે, નહિ? હૈ? પાંજરામાં. બળિયો. ઓલુ પાંજરું હોય. ઓલું શું કહેવાય પાણીનું? પાણીનું હોય ને એના ઉપર બળિયો રાખતા. અમારા ઘરમાં રાખતા એ યાદ આવ્યું. ક્યારાનું રાખે, થોડું રૂ ચોડે. આહાહા. એ બળિયો નહિ, પ્રભુ તું અનંત બળનો ધણી નાથા! તારા બળને રોકવાને કોણ સમર્થ છે? એવી એકત્વબુદ્ધિ જેને સ્વભાવની થઈ છે તેને અનંત સંસારનું કારણ રાગની એકતાબુદ્ધિનો મિથ્યાત્વભાવ ને અનંતાનુબંધી તેને ટળી ગયા છે. તેથી એને અનંત સંસાર થતો નથી. આહાહા.! સમજાણું કાંઈ? હવે આવી વાતું હવે ક્યાંય સાંભળવા મળે નહિ). આહાહા...!
જરીક શરીર રૂપાળું હોય ત્યાં એને અંદર માહાસ્ય આવે કે, આહાહા.! અમે તો રૂપાળા છીએ, અમે તો છોકરાવાળા છીએ, અમે પૈસાવાળા છીએ. અરે! પ્રભુ! શું થયું તને આ? તારો નાથ અંદર ભગવાન બિરાજે છે ને! એના રૂપના સ્વરૂપની તને પ્રતીતિ નહિ અને આ રૂપ મારા! તો એનો અર્થ થયો કે શરીર મારું. એ રૂપ મારું તો શરીર મારું થયું, પ્રભુ! આહાહા.! આહાહા.! તો આત્મા મારો નહિ, એમ એને થયું, પ્રભુ! આહાહા.! પણ જેને આત્મા મારો છે એમ ભાન થયું તેને રૂપ શરીર બેય મારી ચીજ નથી. આહાહા.!