________________
પ૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અનંતાનુબંધીનો અભાવ છે. આહાહા...! કહો, “શશીભાઈ'! આવી વાતું છે. “ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે.' સમજાણું? આહાહા...! છે? આત્માનું આનંદ સ્વરૂપ પ્રભુ, એનો અંશ પ્રગટ્યો છે, પરિપૂર્ણ સુખ પ્રગટ્યું નથી તેથી સુખનો ઘાત પણ છે. આહાહા...! અને મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે....” સમજાણું કાંઈ? આહાહા...! સમ્યગ્દષ્ટિને પણ ભગવાનના ભેટા થયા એને પણ પર્યાયમાં પામરતા છે એથી... આહાહા...! જરી સંસારની સ્થિતિ, બંધ થોડો પડે છે. સુખનો ઘાત પણ થાય છે. આહા...! તેમ ઘાતિની પ્રકૃતિની સાથે અઘાતિની પ્રકૃતિનો બંધ પણ થાય છે. “તોપણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત (બંધ) થાય છે તેવો નથી થતો. આહાહા...! એકતાબુદ્ધિ તૂટી છે એની એકતા કોઈ દિ થતી નથી એમ કહે છે. આહાહા...! સમજાણું કાંઈ?
જેને વિકલ્પની સાથે એકત્વબુદ્ધિ હતી, એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ પણ રાગ છે, એ રાગ સાથે એબુદ્ધિ હતી ત્યાં સુધી તે મિથ્યાદૃષ્ટિ ને અનંતાનુબંધી કષાયવાળો છે. આહાહા.! અરે.! પ્રભુ! તારી મહિમા તો જો! આહાહા.! તારી મહિમા જેને અંતરમાં આવી એને રાગ જે વિકલ્પ છે તેની એકતા તૂટી ગઈ છે. એ ભગવાન મુક્ત સ્વરૂપ દૃષ્ટિમાં આવ્યો છે. આહાહા...અને તેથી પર્યાયમાં પણ મુક્તપણે થોડું આવ્યું છે. આહાહા.! પણ થોડો બંધ કહ્યો છે છતાં મિથ્યાત્વ-અનંતાનુબંધી સંસારનું કારણ છે. “
મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો.” જોયું? આહાહા.! | ‘અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે. આહાહા.! એ વિકલ્પ છે દયા, દાન, વ્રતાદિનો રાગ, એની સાથે એકત્વબુદ્ધિ છે એ જ મિથ્યાત્વ ને અનંતાનુબંધી છે. અરે.રે. આવી વાતું હવે આ. કાળ આવો પંચમ હલકો કાળ, એમાં આ મોટો પરમાત્મા અંદર છે એની મોટપ અંદર બેસવી અને રાગની પામરતાની એકતા તૂટી જવી. આહાહા...! પામર સાથે પ્રેમ અને પ્રભુથી એણે પ્રેમ તોડી નાખ્યો અને પ્રભુ સાથે પ્રેમ તેણે પામરથી પ્રેમ તોડી નાખ્યો. આહાહા.! આવો માર્ગ છે, બાપા! સમજાણું કાંઈ? ભગવત્ સ્વરૂપ છે પરમાત્મા બધા. કોઈનો નાનોમોટો આત્મા છે, એમ છે નહિ. આહાહા...! કોને કહેવો નાનો? ને કોને કહેવો મોટો? વસ્તુની અપેક્ષાએ. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા...! અરે.! શાસ્ત્રમાં તો એવું આવે કે, સમ્યગ્દષ્ટિ સત્યની વાત કરતા દોષોને બતાવે કે મિથ્યાદૃષ્ટિ આવા હોય, આવા હોય. અરે...! કહે છે કે, લાજ આવે છે અમને પ્રભુની પાસે. આહાહા...! એ પ્રભુના દોષો પર્યાયમાં છે એ બતાવવા લાજ આવે છે. આહાહા...! પણ વસ્તુનું સ્વરૂપ જણાવતાં પ્રભુ! એ આવ્યા વિના રહેતું નથી. આહાહા...!
કહે છે, એ મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત બંધ થાય તેવો બંધ તેને-સમકિતીને નથી.