________________
શ્લોક–૧૬૨
પ૭૩ વાત છે. સમ્યગ્દર્શનની વાત ક્યાં છે. અહીં તો દર્શન એટલે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, સુખ અને વીર્ય એનો ઘાત કરે છે. આહા...! સમ્યગ્દર્શનની અહીં વાત નથી. આહા...! અને ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. ચોથે રાગ છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો તો મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય?’ આહાહા.! સમ્યગ્દષ્ટિને, આહાહા.! દર્શન, જ્ઞાન, સુખ ને વીર્યનો ઘાત પણ છે. દર્શન એટલે ઉપયોગ અને તેને ચારિત્રમોહના ઉદયથી બંધ પણ છે. જ્યારે તમે એને બંધ નથી એમ કહો તો પ્રભુ! હું તો એમ કહ્યું કે, મિથ્યાદૃષ્ટિને પણ બંધ નથી. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ! સમ્યગ્દર્શનની મહિમાનું વર્ણન છે. આહા...!
સમાધાન :- બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે. આ મુખ્ય, હોં! ગૌણ છે તેને અહીંયાં લક્ષમાં લીધું નથી. આહાહા...! જેમ આત્મામાં પર્યાય છે છતાં જ્યારે દૃષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે પર્યાયને ગૌણ કરીને નથી એમ કહે. આહાહા.! ત્રિકાળી ભગવાન વસ્તુ ભૂતાર્થ સત્યાર્થ પ્રભુ, એ છે એમ દૃષ્ટિ કરાવવા પર્યાય છે તેને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. એમ અહીંયાં, આહાહા. સમ્યગ્દષ્ટિને, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ઉદય બંધનું કારણ છે, એ સમ્યગ્દષ્ટિને નથી. આહાહા...! પણ મિથ્યાત્વ શું ને અનંતાનુબંધી શું? જગતને કઠણ પડે. આહા.! જ્યાં રાગનો વિકલ્પ છે એની એકતાબુદ્ધિ છે ત્યાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી બેય ભાવ પડ્યા છે. આહાહા...! અહીં તો પૃથક થયો માટે એને બે નથી એમ કહ્યું છે. શું કહ્યું છે?
રાગનો પણ કણ ગમે તે શુભરાગ હોય, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો શુભ રાગ (હોય) પણ એ રાગની એકતાબુદ્ધિ જ્યાં છે ત્યાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી બેય છે અને જેની એકતા તૂટી છે, આહાહા.! એને એ મિથ્યાત્વ ને અનંતાનુબંધી નથી તેથી તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા! પણ એમાંથી એમ જ સર્વથા માની ત્યે કે ચોથે ગુણસ્થાને બિલકુલ બંધ જ નથી, એમ નથી. એને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા...! સમજાણું કાંઈ? જેમ ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર બિરાજે છે એના સની અસ્તિત્વની પ્રતીતિ કરાવવા પર્યાયની અલ્પતાનો ભાવ, તેને નથી–ગૌણ કરીને નથી એમ કહ્યો પણ એથી પર્યાય નથી, એમ નહિ. એમ અહીંયાં સમ્યગ્દર્શનના જોરમાં પૂર્ણાનંદનો નાથ જ્યાં રાગની એકતા તૂટી અને સ્વભાવની એકતા થઈ, અલ્પ પામર રાગની એકતા તૂટીને પરમાત્મા પૂર્ણાનંદનો નાથ, એમાં એક્તા થઈ. આહાહા...! એ આઠ વર્ષના બાળક પણ સમકિત પામે છે. એને માટે ઉંમરની કોઈ જરૂર નથી. આહાહા...! એટલે બીજાઓ એમ જાણે કે આપણને આ ન સમજાય કે ન થાય, એમ નથી, પ્રભુ આહાહા...!
અંદરમાં ચૈતન્ય પરમાત્મા બિરાજે છે એની જેને એકતા થઈ અને રાગની એકતા તૂટી... આહાહા.! એ “સમ્યગ્દષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે.” મિથ્યાત્વ અને