________________
૫૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અહીં કહે છે કે “સમ્યગ્દષ્ટિને...” સત્ય સ્વરૂપ પરમાત્મા, ભગવાન પરમેશ્વર નિજ પરમાત્મા, હોં! આહાહા...! એની જ્યાં દૃષ્ટિ થઈને પર્યાયમાં એનો અનુભવ થયો, કહે છે કે, એને જે કંઈ રાગાદિ થાય એનો સ્વામી નથી એટલે નિર્જરા થઈ જાય છે. આહાહા...! મિથ્યાત્વ જેવું કોઈ મહાપાપ નથી અને સમ્યગ્દષ્ટિ જેવો કોઈ આત્માનો આદર નથી. આહાહા...! મિથ્યાદૃષ્ટિ જેવો કોઈ આત્માનો અનાદર નથી, આહાહા...! અને સમ્યગ્દષ્ટિ જેવો કોઈ આત્માનો આદર નથી. આહાહા...! બાળક, આઠ વર્ષનો બાળક હોય, ભગવાન તો પરિપૂર્ણ બિરાજે છે, પ્રભુ! આહા..! બધા આત્માઓ ભગવાન છે, ભગવત્ સ્વરૂપ છે. એવા સ્વરૂપને જેણે, ભલે આઠ વર્ષનો બાળક હો પણ જેણે એ સ્વરૂપને પકડ્યું અને ભેટા થયા, આહાહા. એના માહાસ્યનું શું કહેવું? એને તો નિર્જરા થઈ જાય છે. આહાહા...! અહીં સમ્યગ્દર્શનની પ્રધાનતાની વાત છે, હોં! કહેશે ઉત્તર.
પ્રભુ! તમે કહો છો કે એને બંધ થતો નથી. સમ્યગ્દષ્ટિ પરમાત્મા, જેને નજરે પડ્યા, જેને પરમાત્મા નજરમાં આવ્યો, નજરબંધી થઈ ગઈ. આહાહા.! એને આપ તો નિર્જરા કહો છો. આહા...! “બંધ થતો નથી...” એમ કહો છો. “એમ તમે કહેતા આવ્યા છો.” આહાહા...! પરંતુ સિદ્ધાંતમાં. પ્રશ્ન કરે છે. ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે...” ચોથા ગુણસ્થાને, સમ્યગ્દષ્ટિ છે એ ચોથા ગુણસ્થાનથી વગેરે “બંધ કહેવામાં આવ્યો છે.” ચોથા ગુણસ્થાનમાં સાત-આઠ કર્મનો બંધ કહેવામાં આવ્યો છો ને, પ્રભુ! તમે કહો છો કે નિર્જરા થઈ જાય અને બંધ નથી. સાંભળ, ભાઈ! આહાહા! આ તો પોતાના સ્વભાવની પ્રાપ્તિની વાત છે, પ્રભુ! અહીં બહારના ઝગડા-ફગડા આમાં કાંઈ ન મળે. આહાહા...! અહીં તો શંકા-કંખા આદિ ન મળે. હૈ? આહા.! નિઃસંદેહ નાથ પરમાત્માના અંતર જેને દર્શન થયા એને કહે છે કે, નિર્જરા જ છે, બંધ થતો નથી. તો સિદ્ધાંતમાં તો ચોથા, પાંચમાથી દસમા સુધી બંધ કહ્યો છે ને? પ્રભુ! તમે પાધરો સમ્યગ્દષ્ટિ છે તો બંધ જ નથી (એમ. કહો છો). સાંભળ, ભાઈ! આહા...!
વળી ઘાતિકર્મોનું કાર્ય... બે વાત કરી કે, ગુણસ્થાનોની) પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ આદિને બંધ કહેવામાં આવ્યો છે અને ઘાતિકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય–એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. સમ્યગ્દષ્ટિને, આહાહા.! દર્શન, જ્ઞાન, સુખ ને વીર્ય, એનો ઘાત પણ છે. ચાર ઘાતિમાં ચાર. એની પર્યાય પૂર્ણ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? “એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે.” એક, બે વાત. ત્રીજી. “ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. આહાહા...! ચોથે ગુણસ્થાનથી આગળ ચારિત્રમોહનો ઉદય એને બંધ પણ કરે છે.
મુમુક્ષુ :- દર્શનગુણનો ઘાત કરે છે એમ કેમ કીધું? ઉત્તર :- દર્શન એટલે દર્શન ઉપયોગ. દર્શન સમકિતની ક્યાં વાત છે? દર્શન ઉપયોગની