________________
શ્લોક–૧૬૨
પ૭૧ રસને ધારાવાહી પીવે છે. આહાહા...! અરે. અરે! કહે છે, આવું તો મુનિને હોય ને કેવળીને હોય. અરે.! સાંભળ તો ખરો, પ્રભુ! મુનિને તો અલૌકિક વાતું હોય છે. સાચા સંતની વાતું તો બાપુ! જુદી છે કોઈ. ભાવલિંગી સંતને તો અંદર અતીન્દ્રિય ઉભરા આવે છે, પ્રચુર સ્વસંવેદન હોય છે. પાંચમી ગાથામાં કહ્યું છે. સાચા સંત તો એને કહીએ કે જેને પ્રચુર અતીન્દ્રિય આનંદના સ્વાદના ઢગલા અંદરથી આવે છે. અહીં તો હજી સમ્યગ્દષ્ટિની વાત છે. મુનિ તો કોને કહેવા, બાપુ! એ કોઈ અલૌકિક વાતું છે, ભાઈ!
જેમ મદ્ય પીને નૃત્યના અખાડામાં નાચે છે, તેમ “નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં...” નિર્મળ આકાશરૂપી એટલે ઓલા નિર્મળ આત્મસ્વભાવમાં રંગભૂમિમાં નૃત્ય કરે છે. સમકિતી આત્માના આનંદમાં રમે છે. પ્રશ્ન વિશેષ કરશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)
પ્રવચન નં. ૩૧૨ શ્લોક-૧૬૨, ૧૬૩ રવિવાર, ભાદરવા વદ ૧૧, તા. ૧૬-૦૯-૧૯૭૯
સમયસાર પાછળથી છે, પ્રશ્ન છે ને? “સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય છે...” આત્મા પૂર્ણ જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ, પૂર્ણનું જ્યાં પ્રતીત અને જ્ઞાન થયું, એ પૂર્ણ પરમાત્મા હાથ આવ્યો. આહાહા.! પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ, એની જ્યાં અંતરમાં અંતર્મુખ દૃષ્ટિ થઈ ત્યાં પૂર્ણ પરમાત્માના ભેટા થયા, એથી એને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. સમ્યક નામ સત્ય પૂર્ણ સ્વરૂપ, તેની દૃષ્ટિ થઈ એથી એને સમ્યગ્દષ્ટિ કહીને એને નિર્જરા થાય છે એમ કહ્યું). એને અશુદ્ધ ભાવ થોડો થાય કે કર્મનો ઉદય હોય એ ખરી જાય છે. આ એ અપેક્ષાએ (વાત) છે. આહાહા...!
જેના મનમાં-દષ્ટિમાં જેને આત્મા અંદર વસ્યો છે, આહાહા! જેની દૃષ્ટિમાં પરમાત્મા. ઓલા ભજનમાંય એમ આવ્યું હતું, “હરિ ભજતાં હજી કોઈની લાજ જતા નથી જાણી રે...' હરિ આ, હોં! હરિ ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે જેનો આત્મા પૂર્ણાનંદનો નાથ, એને હરિ કહીએ. આહા...! “શ્રીમદ્દે કહ્યું છે ને? કે, મહાત્માઓએ અધિષ્ઠાન કહ્યું છે તે અધિષ્ઠાન હરિ ભગવાન છે, તે હરિ ભગવાન મારા હૃદયમાં ભાસે છે. અહીં છે. આહાહા..!
મુમુક્ષુ :- પોતાનો અધિષ્ઠાન પોતામાં જ હોય ને.
ઉત્તર :પોતે. કોઈ ભગવાન ને ઈશ્વર બીજો કોઈ એ નથી અહીં. અને હરિનો અર્થ જ (એ છે કે, હરતિ ઇતિ હરિ. જે અજ્ઞાન અને રાગ, દ્વેષને હરે એ હરિ. એ પ્રભુ પોતે હરિ છે. આહા.! એના જેણે શરણા લીધા એને હવે પાછું પડીને જગતમાં રખડવું થાય એ બને નહિ. આહાહા.!