________________
પ૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ટપકે છે, કહે છે. આહાહા...! જુઓ આ સમ્યગ્દષ્ટિની દશા! આહાહા...! અરે...! પ્રભુ! એની ખબરું ન મળે ને તું બહારમાં માનીને બેસે, ભાઈ! એ બહારની મહિમા તને આવી ને અંતરની ન આવી. જ્યાં મહિમા કરવા લાયક છે તેની મહિમા ન આવી અને આ દયા, દાન ને વ્રતના વિકલ્પ, રાગ એની મહિમા આવી, પ્રભુ! તેં આત્માનો અનર્થ કર્યો છે. અર્થ જે પદાર્થ છે તેનો તેં અનર્થ કર્યો છે. આહાહા! અર્થ નામ પદાર્થ જે છે, અખંડાનંદ પ્રભુ પૂર્ણાનંદ આત્મા, તેનો તેં રાગથી લાભ થાય (માનીને) અનર્થ કર્યો છે. આહાહા.! સમજાય છે કાંઈ? આહાહા.! અહીં તો નિર્મળ પરિણતિ તે પરિણમે છે તે તેનો નાચ છે. રાગ જે આવે છે એ નાચ (છે), એની ના પાડે છે. આહાહા.! એકદમ ઊંચી વાત લીધી છે ને!
ભાવાર્થ:- “સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી.” નિઃશંક આદિ આત્માની દૃષ્ટિનો અનુભવ વર્તે છે તેથી તેને શંકાકત તો બંધ છે નહિ અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે...” એ સમ્યગ્દષ્ટિને આઠ અવયવો, અંગો કહો અવયવો કહો, એ સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી.” આહાહા.! એને તો શુદ્ધતાની વૃદ્ધિ અને અશુદ્ધતાનો નાશ હોવાથી. આહાહા.! શુદ્ધતાની ધારા વધતી જાય છે, ઉત્પાદ થાય છે અને અશુદ્ધતાનો વ્યય થતો જાય છે. આહાહા...! અને ધ્રુવ ઉપર દૃષ્ટિ છે. સમજાણું કાંઈ? આહાહા...! અરે...! એકવાર મધ્યસ્થથી તું સાંભળ તો ખરો, પ્રભુ તું. તારી ચીજ શું છે ને કેમ છે ને કેમ પ્રાપ્ત થાય? આહા...! પરમાત્માનો પોકાર છે, સંતોનો ધારાવાહી ઉપદેશ છે આ. આહા.! દિગંબર સંતો કરુણા કરીને આ વાત કરે છે. આહા...!
સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત...” છે. નિઃશંકાદિ નિશ્ચય. એને નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે. પૂર્વનો જે બંધ છે તે પણ નાશ થાય છે. તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને... આહાહા...! ‘ગામો' લીધું છે ને? ધારાવાહી જ્ઞાનરૂપી રસ, આત્માનો રસ. એ ધારાવાહી, ધારા-આનંદની ધારા વહે છે. આહાહા.! જેમ શેરડીનો–ગન્નાનો રસ ગટક ગટક ગટક પીવે છે એમ સમ્યગ્દષ્ટિ જીવ... આહાહા...! ધારાવાહી જ્ઞાનના રસને પાન કરે છે. એ આનંદના રસને પીવે છે ઇ. આહાહા.! ઓલામાં આવે છે નહિ? ભાઈ! દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં, ન્યાલભાઈ'. શેરડીનો રસ જેમ ગન્નાનો રસ ગટક ગટક પીવે એમ સમકિતી જીવ, આહાહા...! અરે.! આ વાત, બાપુ! જેને હજી સાંભળવા મળે નહિ, જેને હજી એની શ્રદ્ધાનો શું વિષય છે એની ખબર નહિ, અરે.રે...! પ્રભુ! એનું શું થાય? અરે.! અનંતકાળથી રખડે છે.
અહીં કહે છે, એકવાર પ્રભુ! સમ્યગ્દષ્ટિ ધારાવાહી જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા, એના રસનું પાન કરીને, આહા! રાગનું નહિ એટલે જ્ઞાનનું, એમ. આહાહા...! જેમ કોઈ પુરુષ મદ્ય પીને મગ્ન થયો...” દારૂ પીને “મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે” દારૂ પીને નાચે. એમ અંદર આત્માનો મદ્ય ચડ્યો છે, કહે છે. આહા.! અતીન્દ્રિય આનંદના