________________
શ્લોક-૧૬૨
૫૬૯ થઈને.
ન-ગામો-૨ વિIII] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને)...” એટલે જાણીને. જ્ઞાન સારા જગતને લોકાલોકને જાણતું જ્ઞાન. ભલે છદ્મસ્થનું શ્રુતજ્ઞાન છે. આહાહા.! છતાં તે લોકાલોકને જાણવાની તાકાતવાળું જ્ઞાન છે. આહાહા! એમાં “અવગાહન કરીને...” આકાશની વિસ્તારરૂપ રંગભૂમિ એટલે ઇ. સર્વ આકાશને જાણનારું એવું જે જ્ઞાન, એનો વિસ્તાર, એની રંગભૂમિમાં
ત્યાં જઈને. આહાહા.! આનંદમાં અને જ્ઞાનમાં અંદર પ્રવેશ કરીને. આહાહા.! અરે..! સત્ય વાતું કયાં રહી ગઈ? હેં? અને બહારના ડોળે જગતને મારી નાખ્યા. આહા! અને એમાં એને અભિમાન થાય, પ્રભુ! આહાહા...!
આ તો કહે છે, જે જ્ઞાન લોકાલોકને જાણનાર છે, “ ન-સામો' આહાહા...! ગગન (અર્થાતુ) આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને...” એટલે એનું જ્ઞાન કરીને એમાં અંદરમાં જાય છે. એવું જે જ્ઞાનસ્વરૂપ છે તેને અવગાહે છે. આહા...! જેમ દરિયામાં અવગાહન કરે ને? એમ આ જ્ઞાન કેવું છે? કે, લોકાલોકને જાણનારું એવું પ્રભુ ભગવાન જ્ઞાન, આહાહા...! ક્યાંય નહિ અટકતું તે જ્ઞાન તેમાં પ્રવેશ કરીને. આહાહા...! “(જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને)' નિતિ, નૃત્ય કરે છે. આહાહા...! ધર્મી અતીન્દ્રિય જ્ઞાનમાં પેસીને એ જ્ઞાન ને આનંદની પર્યાયમાં નાચે છે. “નતિ એટલે પરિણમન કરે છે. આહાહા...! રાગ નહિ, પુણ્ય નહિ, વ્યવહાર નહિ. અહીં તો એ કાઢી નાખ્યું. આહા.! પરમાર્થની વાતું બાપુ! બહુ આકરી છે. ભાઈ! તારા ઘરની વાતું છે, પ્રભુ! તારું ઘર એવડું મોટું છે. એ ઘરમાં જતા એના આનંદનો નાથ, જ્ઞાનનો સાગર (એનો) જ્યાં પત્તો મળે... આહાહા.! એની પર્યાયમાં તો આનંદ અને જ્ઞાનનો નાચ, આનંદ અને જ્ઞાનનું પરિણમન હોય છે. આવી વાતું છે. પણ આ બધું ઠીક, પણ એનું કોઈ સાધન, વ્યવહાર સાધન હશે કે નહિ? લોકોની રાડ્યું આવી છે. એ સાધન ભગવાન તારા ગુણમાં છે, પ્રભુ! સાધન–કરણ નામનો તારામાં એક ગુણ છે. અનંત ગુણમાં એક કરણ નામ સાધન નામનો ત્રિકાળ ગુણ છે. એ સાધનમાં જા તો સાધન થાય. બાકી રાગની ક્રિયા કરતા સાધન થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. રાગ સાધન થાય એ વસ્તુમાં ગુણ નથી, કહે છે. આહાહા.! સ્વરૂપમાં સાધન નામનો એક અનાદિઅનંત ગુણ છે. કરણ નામનો. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. એ કરણ નામના ગુણનું સાધન અંતરની દૃષ્ટિ કરીને એ સાધન થઈને તને સાધ્ય થશે. આહાહા.! વાતું બધી ફેરફારવાળી બહુ આ. ભાઈ! માર્ગ તો આવો છે, પ્રભુ! આહા!
નાચે છે. નાચે છે એટલે પરિણમે છે. આહાહા...! લોકોલોકને જાણનારું જ્ઞાન, એવો જે જ્ઞાનનો સ્વભાવ, તેમાં અવગાહીને પરિણમે છે. આહાહા...! જેમ પાણીમાં પડતા રબોળ થઈને નીકળે, પાણી ટપકતા, એમ અંદરમાં જઈને એકાગ્ર થાય તો આનંદમાં રસબોળ થઈને