________________
૫૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ઓહોહો...! [તિ નવમ્ વધું રુન્યન] “એ પ્રમાણે નવીન બંધને રોકતો...... આહાહા...! શુદ્ધ નિર્મળ સમકિતની નિશ્ચયની વાત છે ને. આહાહા...! એ “નવીન બંધને રોકતો...” અમૃતચંદ્રાચાર્યનો કળશ છે. “અમૃતચંદ્રાચાર્ય' દિગંબર સંત, જેણે કુંદકુંદાચાર્યે તીર્થકર જેવા કામ કર્યા એની ટીકા કરીને ગણધર જેવું કામ કર્યું છે. આહાહા.! પંચમ આરાના એ ગણધર અને કુંદકુંદાચાર્ય પંચમઆરાના તીર્થકર. એવા કામ કર્યા છે, પ્રભુ! આહા! સમકિતી પોતાના સ્વરૂપની પ્રભુતાને પૂર્ણ માને પણ પર્યાયમાં પોતાને પામર જાણે છે. ક્યાં મુનિની દશા, ક્યાં કેવળીની દશા અને ક્યાં આ પર્યાય. આહાહા...! સમજાણું કાંઈ? પોતાના સ્વરૂપને પૂર્ણ પ્રભુ તરીકે માને છે પણ માનવાની જે પર્યાય છે તેમાં પામરતા માને છે. એ પામરતાની પર્યાય પ્રભુતાને માને છે પણ પામરતાની પર્યાયને જોઈને સમકિતી પૂર્ણ કેવળજ્ઞાન ને મુનિદશા... આહાહા...! એની પાસે પોતાને પામર માને છે. દૃષ્ટિના વિષયની અપેક્ષાએ પ્રભુતા છે અને પર્યાયની અપેક્ષાએ પૂર્ણ પર્યાય, સંતોની પર્યાય. આહાહા...! ભાવલિંગી મુનિઓ જેને વીતરાગ દશા પ્રગટી છે), અતીન્દ્રિય આનંદમાં ઝુલતા સંતો અને કેવળી અતીન્દ્રિય આનંદની પૂર્ણ દશા, એની પાસે મારી પર્યાય તો પામર છે. આહાહા.! સમજાય છે કાંઈ?
અહીં કહે છે, એ પ્રમાણે નવીન બંધને રોકતો.... નિનૈઃ મઃ ગૌ એટલે પોતાના આઠ અંગ. છે ને? “નિનૈઃ સદામિઃ : સાત: પોતાના આઠ અંગો સહિત...” ‘નિનૈ: એટલે પોતાના “અષ્ટામિ: અહી: સાતઃ “સહીતઃ એટલે સહિત. આહાહા...! નિશ્ચય સમ્યગ્દષ્ટિ તે વાસ્તવિક દૃષ્ટિવંત અને તે બધા નિજના સમકિતના અંગો છે. એ “નિનૈઃ અEામઃ આઠ અંગ. “અહી: સાતઃ “સહિત હોવાના કારણે...” “નિર્મરા૩ઝૂમોના નિર્જરા પ્રગટવાથી....... આહાહા.! અશુદ્ધતાનો નાશ થવાથી “પ્રાદ્ધ તુ ક્ષયમ્ ઉપનયમ “પ્રવર્તે નામ જે પૂર્વબદ્ધ કર્મોને..” નાશ કરી નાખવા. આહાહા.! પૂર્વબદ્ધ છે તે ભગવાન પૂર્ણાનંદની દૃષ્ટિ થઈ, અહીં સમકિતનું જોર આપ્યું છે. એને લઈને વર્તમાન તો બંધના કારણોનો તો નાશ કરે છે પણ પૂર્વના બંધના કારણને પણ નાશ કરે છે. આહાહા...!
એવો “સમ્યગ્દષ્ટિ જીવ પોતે...” “તિરસ આહાહા...! અતિ આનંદના રસમાં મસ્ત થયો થકો. આહાહા...! સંતોની ભાષા તો જુઓ! આહાહા...! દિગંબર મુનિઓ કહે છે કે, અમે નિજરસમાં મસ્ત છીએ. સમકિતી. આહાહા.! પોતે “તિરસ નિજરસમાં ‘તિરસ' મસ્ત થયા થકા. આહાહા...! સમ્યગ્દષ્ટિ અતીન્દ્રિય આનંદમાં મસ્ત થયા થકા. આહાહા...! “તિરસ નિજરસમાં મસ્ત થયો થકો)... આહાહા...! [વામિથ્ય-સન્તમુવતું જ્ઞાન મૂત્વા] આદિ-મધ્ય-અંત રહિત....” એવું જ સ્વરૂપ આત્માનું, એ તો “આદિ-મધ્ય-અંત રહિત...” છે. સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી) જ્ઞાનરૂપ થઈને... આહા...! આત્માની પર્યાય જ્ઞાનરૂપ દશા થઈને. જ્ઞાન એટલે આત્મા. આત્મારૂપ થઈને. આહાહા.! પર્યાયમાં આત્મારૂપ