________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
૫૭૬
સમજાણું કાંઈ? આહાહા..! છે ને?
સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે;...' બાપુ! આ માલ માલ વર્ણવે છે. આહાહા..! તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો.. આહાહા..! જ્ઞાની એટલે શાસ્ત્રનું જ્ઞાન એ અહીં નહિ. આહાહા..! જેણે ભગવાનઆત્માનું જ્ઞાન કર્યું, રાગનું જ્ઞાન નહિ, નિમિત્તનું નહિ, પર્યાયનું પણ નહિ. ‘આત્મા જ્ઞાની થયો...' (અર્થાત્) આત્મજ્ઞાન થયું. આહાહા..! પૂર્ણાનંદનો નાથ ભગવાનઆત્મા, એનું જેને જ્ઞાન થયું તે દ્રવ્યનું જ્ઞાન થયું. આહાહા..! આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે?” આહાહા..! સમજાય છે કાંઈ?
‘વૃક્ષની જડ કપાયા પછી...' ઝાડના મૂળિયાં કપાણા પછી પાંદડાં ને ડાળીયાની શી કિંમત છે? એ તો સૂકાઈ જવાના. જેણે વૃક્ષનું મૂળ હેઠેથી તોડ્યું, વિહાર કરતા રસ્તામાં ઘણા એવા ઝાડ દેખેલા, આમ પડી ગયા હોય, એક જ થોડો ભાગ રહી ગયો તોય ખીલે પણ આખું મૂળ તૂટી ગયું (તો ન ઊગે). એમ જેણે મિથ્યાત્વ ને અનંતાનુબંધીના મૂળ તોડી નાખ્યા છે, સંસારનું મૂળ તો એ છે. આહાહા..! સમજાય છે કાંઈ? ‘વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં...' લીલાં પાંદડાં, હોં! ભલે એ લીલાં પાંદડાં હોય પણ એ સૂકાઈ જવાના, પડી જવાના. કારણ કે કસ મળતો નથી, મૂળ તૂટી ગયું. પાંદડાંને પાણી પાય તો પાંદડું રહે એમ નથી. પાંદડાંને પાણી તો મૂળમાંથી મળે તો રહે. શું કીધું ઇ? પાંદડાં છે એને પાણી નાખે તો એને પુષ્ટિ ન થાય. એ અંદર ન ચડે. આહાહા..! મૂળિયામાં કસ હોય ત્યાંથી પાંદડે કસ ચડે, એ મૂળ તો તૂટી ગયું છે. ભલે પછી લીલાં પાંદડાં પાણીમાં બોળો તો નહિ રહે હવે. નહિ રહે, ભાઈ! આહાહા..!
શું પ્રભુનો માર્ગ! જિનેશ્વર ત્રિલોકનાથ ત્રણલોકના નાથ.. આહાહા..! જગતની દરકાર કર્યા વિના સંતો જગતને જાહેર કરે છે કે, અરે..! આવી વાતું કરનારા જે ક્રિયાકાંડીઓ રાગથી લાભ માનનારાને શું થશે? પ્રભુ! જે થાય, તને લાભ થશે, ભાઈ! એ દૃષ્ટિ તોડી નાખ. સમજાણું કાંઈ? આહાહા..! આ અમે વ્રત પાળીએ છીએ, પડિમા ધારણ કરી છે, એવા પરના અભિમાનીઓની એકતાબુદ્ધિ એને તૂટી જાય માટે એને આ વાત કરે છે. પ્રભુ! એ તોડી નાખ, ભાઈ! એ વસ્તુ તારી નથી. આહા..! તારી છે તેમાં એ નથી. એ નથી તેમાં તું નથી. આહા..! સમજાણું કાંઈ? આહાહા..!
વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં... ભાષા જોઈ? સૂકા પાંદડાં નથી લીધા. સૂકા તો સૂકાઈ ગયા પણ આ તો લીલાં પાંદડાં પણ સૂકાઈ જશે. (તેની) રહેવાની અવધિ કેટલી? લીલાં પાંદડાં રહેવાની અવિધ કેટલી? મૂળ કપાઈ ગયું, કસ તો ચડતો નથી, લીલાં પાંદડાંને ભલે કૂવામાં નાખો, સરોવરમાં નાખો, (એ) સૂકાઈ જશે, ભાઈ! આહાહા..! એમાં શું કહેવું છે જરી? કે, જેના મૂળ કપાણાં તેના પાંદડાંમાં ભલે કોઈ અસ્થિરતા આદિ, મિથ્યાત્વ કપાણું