________________
શ્લોક–૧૬૨
પ૭૭ અસ્થિરતા આદિ રહી પણ એ સૂકાઈ જવાના. આહાહા...! એને હવે પોષણ મળતું નથી. આહાહા.! પુણ્ય-પાપના ભાવ ધર્મીને થાય પણ તેને મિથ્યાત્વનું પોષણ નથી, એની એકતાબુદ્ધિનું મૂળિયું તૂટી ગયું છે. આહાહા...! અંદર બધા ભગવત્ સ્વરૂપે ભગવાન બિરાજે છે, હોં! કોઈએ શરીરને દેખવું નહિ. વેદ દેખવો નહિ. એના પુણ્ય-પાપના પરિણામ તે દેખવા નહિ. દેખવો ભગવાન અંદર પરમાત્મા. એવી જેને પોતાની દૃષ્ટિ થઈ છે એ બીજાને પણ એ જ દૃષ્ટિએ ભગવાન તરીકે જોવે છે. આહાહા...! પર્યાયમાં દોષ છે એ જાણે પણ ભગવાન અંદર પરમાત્મા છે, એ તો મારો સાધર્મી સિદ્ધ ભગવાન છે. આહા.! “સિદ્ધ સમાન સદા પદ મેરો’ એમ બધાનું સિદ્ધપદ છે ને? આહાહા.! કોના ઉપર એને દ્વેષ આવે? અને કોના ઉપર એને રાગ આવે? આહાહા...! સમજાય છે કાંઈ? આહા.!
લીલાં પાંદડાં રહેવાની અવધિ કેટલી? આહાહા...! જુઓ! સમ્યગ્દર્શનનું માહાભ્ય! સમ્યગ્દર્શને સ્વીકારેલા ભગવાનનું માહાસ્ય. જેને પર્યાયનો સ્વીકાર ગયો, રાગનો સ્વીકાર ગયો, નિમિત્તનો સ્વીકાર ગયો, આહાહા...! માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાનીઅજ્ઞાની હોવા વિશે પ્રધાન કથન છે. સામાન્ય-વિશેષ, જ્ઞાની-અજ્ઞાનીની મુખ્યપણે. ગૌણપણે તો જ્ઞાનીને બંધ છે, અસ્થિરતા છે એ બધો ખ્યાલ છે પણ એ અનંત સંસારનું કારણ નથી અને અજ્ઞાની ભલે ત્યાગી થઈને બેઠો હોય, પંચ મહાવ્રત પાળતો હોય) અને એને માટે આહાર-પાણીનો કણ પણ મરી જાય તો ન લ્ય, એવી ક્રિયા હોય છતાં અંદર રાગથી ભિન્ન ભાળ્યો નથી અને એ રાગની સાથે એકતાબુદ્ધિ છે તો એ અનંત સંસારી છે. આહાહા...!
આણે એવો અર્થ કર્યો, ભાઈ! અનંતાનુબંધી છે ને? અનંત સાથે સંબંધ છે માટે અનંતાનુબંધી. એમ અર્થ કર્યો છે. અને આમ નહિતર અનંતાનુબંધી એટલે અનંત એટલે મિથ્યાત્વ, એની સાથે સંબંધ છે એવો અનંતાનુબંધી, એવો અર્થ છે. આ અનંતાનુબંધી છે ને? એ અનંત મિથ્યાત્વ એની સાથે સંબંધવાળો કષાય તે અનંતાનુબંધી. ભાઈએ વળી એવો અર્થ કર્યો છે. આવે, આવે એ તો વ્યવહારથી સમજાવવામાં આવે). આહાહા.! અનંતનો અનુબંધ. છે ને? એક સાથે જેને એકતાબુદ્ધિ છે એને અનંત સાથે એકતાબુદ્ધિ છે, એમ. સમજાણું? એક રાગના કણનો પણ કર્તા થાય છે તો સારા વિશ્વનો પણ કર્તા એ માને છે. આહાહા...! અને જેણે રાગનું કર્તાપણું તોડીને જ્ઞાતાપણું છે એક રાગનું, એ સારા વિશ્વનો તે જ્ઞાતા-દ્રષ્ટા છે. આહાહા...! અરે. આવી વાત. માંડ થોડો ટાઈમ મળ્યો છે, માણસપણાનો ટાઈમ થોડો છે એ પૂરો થઈ જશે, દેહ ચાલ્યો જશે, ભાઈ! આહાહા...!
અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે... સામાન્યપણે, હોં! વિશેષની વ્યાખ્યા તો ઘણી બધી અંદર છે. જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે.” જ્ઞાની અને અજ્ઞાનીનું બેનું મુખ્યપણે વર્ણન છે. જ્ઞાનીને બંધ નથી અને અજ્ઞાનીને બંધ છે. “જ્ઞાની થયા પછી.. આહાહા...! જ્ઞાની એટલે ભગવાન પૂર્ણાનંદનો નાથ તેનું જ્ઞાન થયું. ભલે શાસ્ત્રજ્ઞાન ન પણ હોય, આહાહા.!