________________
પ૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ‘શિવભૂતિ અણગાર. મારુષ-માતુષ શબ્દ યાદ નહોતો રહેતો. અંદર આત્મા આનંદસ્વરૂપ છે એ બરાબર યાદ છે. આહા.! આહાહા.! બહારનું ધારણાનું જ્ઞાન ભલે ઓછું હોય, અરે. તિર્યંચને તો નવ તત્ત્વના નામેય આવડતા નથી, આહાહા...! અરે...! પ્રભુ! એ વાતું કોઈ જુદી છે, બાપા! આહાહા...! સમજાણું કાંઈ? અંતરમાં જેને “જ્ઞાન થયા પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં.” ઓલા પાંદડાંની પેઠે. મૂળ કપાઈ ગયું એટલે પાંદડાં જૂના હોય તોપણ સૂકાઈ જવાના, ટળી જવાના. આહાહા.! આવું સમ્યગ્દર્શનનું માહાભ્ય છે. હવે એની અત્યારે કિમત ઘટી ગઈ અને બહારના ત્યાગની કિંમત વધારી નાખી. બહારના ત્યાગ કરે, લૂગડાં ફેરવે કે શાસ્ત્રને કાંઈક વાંચે એટલે થઈ ગયું જ્ઞાન ને થઈ ગયો ત્યાગી. અરે.! પ્રભુ! આહા! અનંત સંસારના મૂળિયા તો તોડ્યા નથી ને ક્યાંથી ત્યાગી થઈ ગયો તું? આહાહા...! “સહજ જ મટતાં જવાનાં. નીચેના દાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું.'
કોઈ પુરુષ દરિદ્ર હોવાથી...” કોઈ પુરુષ દરિદ્ર હોય ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ.” પુણ્યના ઉદયથી મોટું મકાન મળી ગયું, બે-પાંચ કરોડનું, આહાહા.! “ભાગ્યના ઉદયથી ધન સહિત... મોટા ધન સહિત, હોં! એકલો મહેલ નહિ. કરોડો, અબજો રૂપિયા અંદર (ભરેલું), એ સહિત મોટું મકાન મળ્યું. આહાહા...! “તેથી તે મહેલમાં રહેવા ગયો. એ મહેલમાં રહેવા ગયો. જોકે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો...” કચરો છે, વાળનારે વાળ્યું નહોતું. આહાહા...! ‘તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો. આહાહા.. તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો.” હૈ મહેલ ને ધનનો ધણી બની ગયો. આહાહા.! “મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો.” બે વાત થઈ. ઓલી અંદર લક્ષ્મી છે ને? મહેલનો ધણી થયો અને ઓલું ધન હતું (તેથી) સંપદાવાન થઈ ગયો, એમ. મહેલનો ધણી અને અંદર અબજો રૂપિયા લક્ષ્મી હતી. આહાહા..! આ તો દાંત છે, હોં! એમાં કંઈ રાજી થવા જેવું નથી. આહા...! કે, ઠીક, ઠીક ભાગ્યથી આવો મહેલ ને પૈસા મળ્યા). ધૂળ છે. આ તો દૃષ્ટાંત દીધો છે. આહાહા.!
બે વાત કીધી, તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો અને સંપદાવાન થઈ ગયો. છે. લક્ષ્મી હતી ને અંદર? એકલો મહેલ નહિ. અબજો રૂપિયા એમાં હતા. આહાહા! હવે કચરો ઝાડવાનો છે.” એ કચરો કાઢવાનો છે. આહાહા..! તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. પોતાની શક્તિ અનુસાર એ કચરો કાઢે છે. આહાહા.! દષ્ટાંત તો જુઓ! જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજજવળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે.” ધણી તો થઈ ગયો છે. આહાહા! એટલો એને એ જાતનો રાજીપો પણ આવ્યો છે પણ બધું કાઢી નાખશે ત્યારે પૂર્ણ રાજી થશે. આહાહા. ‘આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. આહાહા...!
ધર્માજીવને-સમકિતીને આખો ભગવાન પરમાત્મા મળ્યો અને એમાં અનંતી લક્ષ્મીઅંદર સ્વભાવ–ગુણ છે એ બધા મળી ગયા. આહાહા...! દ્રવ્ય મળ્યું, ભેગા અનંતા ગુણોની