________________
શ્લોક-૧૬૨
૫૭૯
જે સંપદા, અનંતી અનંતી સંપદા પડી છે, પ્રભુમાં અનંતી સંપદા પડી છે અંદર. આહાહા..! તેનો એ સ્વામી થઈ ગયો. દ્રવ્યનો અને સંપદાનો, બેયનો. આહાહા..! ઓલો મહેલનો અને લક્ષ્મીનો, બેયનો. આહાહા..! એમ આ દ્રવ્યનો અને એના ભાવનો. આહાહા..! સમ્યગ્દષ્ટિ બેયનો સ્વામી થઈ ગયો, બેય જેને અંદરથી પ્રાપ્ત થયા. આહાહા..! રાગની એકતા જેને તૂટી ગઈ, પ્રભુ! આહાહા..! આત્માની સાથે એકત્વ થતાં એ તૂટી ગઈ. સમજાવવામાં તો એમ આવે. આહાહા..! આવી જ રીતે જ્ઞાનીનું જાણવું.'
સમ્યગ્દષ્ટિને પણ આત્મદ્રવ્ય અને અનંત અનંત ગુણની સંપદાનો ખજાનો, બેય મળી ગયા. આહાહા..! અરે....! પ્રભુ! આવા આત્મદ્રવ્યની વાતું મૂકીને બાકી બીજી કૂથલિયું (કરી). આહાહા..! પ્રભુ! તારા ઘરની, હિતની વાતું છે, નાથ! આહા..! હવે ઓલો સમિકતી છે, ચક્રવર્તીનું રાજ હોય, લ્યો! પણ વસ્તુ અને વસ્તુના ગુણોની સંપદાનો સ્વામી થઈ ગયો, હવે એનો જરી રાગાદિ છે એ ટળી જશે. એ થોડો કચરો છે. આહાહા..! અસ્થિરતાનો કચરો. અંદરમાં સ્થિરતા કરીને ટાળી નાખશે. આહા..! વસ્તુ હાથ આવી ગઈ ને! ભલે કચરાવાળો મહેલ ને સંપદા, પણ એ કચરો મહેલનો, મહેલના સંપદાનો નથી. આહાહા..! આવી વાતું, લ્યો.
જેને ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ જેને મળી ગયો, એને અનંતી સંપદા મળી. જેમાંથી કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય એવો જ્ઞાનગુણ અનંતો મળી ગયો. આહાહા..! જેના ગુણમાંથી કેવળજ્ઞાનની પર્યાય અનંતી અનંતી અનંતી અનંતી સાદિઅનંત પ્રગટે. એ ગુણમાંથી એવી અનંતી પર્યાયનો સાહેબો જ્ઞાન મળી ગયું. અનંતી સમકિતની શ્રદ્ધા છે, અંદર જે શ્રદ્ધાગુણ છે એમાંથી સમિકતની પર્યાય અનંતી નવી થાય એનો ખજાનો શ્રદ્ધાગુણ એને મળી ગયો. આનંદની પર્યાય જે સાદિ અનંત અનંત અનંત અનંત આનંદ થાય, એ આનંદની પર્યાયનો સ્વામી–ધણી આનંદ મળી ગયો અંદરથી. આહાહા..! ખજાના ખોલી નાખ્યા જેણે. આહાહા..! અજ્ઞાનીના કપાટ બંધ છે. રાગની એકતામાં ખજાના બંધ છે, ભાઈ! આહાહા..! ભલે પછી દિગંબર મુનિ થયો હોય પણ અંદરમાં રાગને–શુભાગને પોતાનો માનીને પોતાને લાભ છે એમ માને છે એ ખજાનાને તાળા માર્યા છે. આહાહા..! સમિકતીએ ખજાના ખોલી નાખ્યા છે. આહાહા..! આવી વાતું છે. ભાઈ! તારા સંસારનો અંત કેમ આવે એની વાતું છે, ભાઈ! સમજાય છે કાંઈ? બીજાના દોષ દેખાડવાની આ વાત નથી. આહા..! પણ તારો દોષ છે એ તારું સ્વરૂપ નથી. અંદર ગુણ છે. દોષ છે એ તો ક્ષણિક છે અને ગુણ છે એ તો ત્રિકાળ આનંદનો નાથ પૂર્ણ છે. આહાહા..! એની જ્યાં દૃષ્ટિ પડી પછી દોષનો કચરો કાઢવાને વાર શી? કહે છે. દોષનો સ્વામી નીકળી ગયો અને ગુણનો સ્વામી થયો, ધણી તો ગુણ ને દ્રવ્યનો થઈ ગયો. આહાહા..!
આ કીધું ને ઓલું? રસ્તામાં જાય પછી ઓલા પાંચ વાગ્યા પછી ગાય છે ને? એક