________________
૫૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ઓલું બોલ્યો હતો ‘હંસલો મારો નાનો ને મારું દેવળ જુનું થયું, જૂનું રે થયું રે દેવળ જૂનું થયું, મારો હંસલો નાનો ને દેવળ...’ મારો નાથ તો એવો ને એવો છે અનાદિથી. આ શરીર જીર્ણ થયું છે. ગાતા હતા. એને કંઈ બોલની ખબર ન હોય. સાંભળતા, હંસલાનું ભાઈએ કીધું હતું. ઓલું હિરભજન તો મેં પણ સાંભળેલું. ‘હિર ભજતા હજી કોઈની લાજ' આહાહા..! બહા૨ના જાણપણા, ફેરફાર થઈ જાય ને પાગલ થઈ જાય, હોં! ઘેલો થઈ જાય ઇ. દૃષ્ટિમાં તત્ત્વ આવ્યું નથી અને બહા૨ની ધારણા હોય એમાં મોટો પંડિત દેખાય, એ પાગલ થઈ જાય. આહાહા..! પણ જેને ભગવાનઆત્માનું જ્ઞાન થયું છે, આહાહા..! ભલે તેને બહુ વિશેષ ધારણાનું જ્ઞાન નથી પણ એ પાગલ નહિ થાય, એ પંડિત થઈને કેવળ લેશે. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! આવી જ રીતે જ્ઞાનીનું જાણવું.'
ટીકા :– આ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગઈ.' એ નિર્જરાનું જ્ઞાન થઈ ગયું. શાયક છે, નિર્જરા અને બંધ બેયનો જ્ઞાતા-દૃષ્ટા જાણવામાં આવ્યો. નિર્જરાનેય જાણે છે, બંધનેય જાણે છે, મોક્ષને જાણે છે, ઉદયને જાણે છે. આહાહા..! છે ને ૩૨૦ (ગાથા)?
ભાવાર્થ :- એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો....' શુદ્ધ પર્યાય શુદ્ધતાએ રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ.’ નિર્જરાની સ્થિતિ આ છે, (એમ) જાણી નિર્જરા છૂટી ગઈ. આહાહા..! આવો ઉપદેશ હવે. વ્રત પાળવા ને ભક્તિ કરવી ને પડિમા લેવી એ કંઈ આવતું નથી આમાં. ભાઈ! તારું ભાન થતાં રાગ જેમ ઘટતો જશે તેમ સ્થિરતા વધતી જશે, તેમ તેવા પંચ મહાવ્રતના વિકલ્પ તે ભૂમિકામાં આવશે પણ એ કચરો છે. આહાહા..! અરે..રે..! એનું દ્રવ્ય અને એના ગુણના માહાત્મ્ય ન આવે અને રાગની ક્રિયા ખૂબ કરે એટલે માહાત્મ્ય આવે, અરે..! પ્રભુ! તું કયાં રોકાઈ ગયો? દુનિયા માન આપશે. દુનિયાને ત્યાગ નથી અને આ ત્યાગ કરે (એટલે) ઓહોહો! ભારે કામ કર્યા તમે, જાવજીવનું બ્રહ્મચર્ય, તમે બાળ બ્રહ્મચારી. પણ ભાઈ! એ શું છે? એ ચીજ શું છે? બ્રહ્મ નામ આનંદના નાથને જગાડીને જેણે બ્રહ્મમાં આનંદ ચર્ચા કરી છે, એ બ્રહ્મચારી છે, કાયાના બ્રહ્મચર્ય તો અનંત વાર પાળ્યા છે. સમજાણું કાંઈ?
આહાહા..!
મુમુક્ષુ :
કાયાનું બ્રહ્મચર્ય એ બ્રહ્મચર્ય છે જ નહિ.
=
ઉત્તર છે જ ચાં? પણ લોકો તો આ માને છે કે, શરીરથી વિષય ન લીધો તો થઈ ગયા આપણે બ્રહ્મચારી. અરે..! ભાઈ! સ્ત્રીનું સેવન ન કર્યું માટે બ્રહ્મચારી થઈ ગયા એમ અહીંયાં પ્રભુ કહેતા નથી. આહાહા..! નવમી ત્રૈવેયક ગયો ત્યારે સ્ત્રીના સેવન તો અનંત વાર નથી કર્યાં, પણ ભગવાનઆત્મા બ્રહ્મ નામ આનંદસ્વરૂપ તેની સેવા તેં ન કરી. આહાહા..! તેમાં તેની ચર્ચા, બ્રહ્માનંદનો નાથ તેની ચર્ચા તેં ન કરી. આહાહા..! બહુ વાતું