________________
ગાથા-૨૧૧
૨૮૭ ને? પજોસણ છે, ગુજરાતી આવ્યા છે. આહાહા...!
ક્રોધ, ' ક્રોધ તે અજ્ઞાનમય ભાવ છે. ભગવાન તો જ્ઞાનમય સ્વરૂપ છે. આહાહા...! એ જ્ઞાનમય ભાવમાં જ્ઞાયકપણે ક્રોધ આવ્યો તેને જાણનારો રહે. આહાહા...! જ્ઞાયકપણે તેનો જાણનાર રહે. પણ તે મારો ભાવ છે. આહા...! ક્રોધ મારો ભાવ છે એવો પરિગ્રહ ધર્મીને હોતો નથી. આહાહા...! ગજબ વાત, પ્રભુ! આહા! જેણે ભગવાન પૂર્ણાનંદનો નાથ પરિગ્રહપણે પક્કડ્યો, કીધુંને? એ તો ભાઈ! આવી ગયુંને? જ્ઞાયક તે ધર્મીનો પરિગ્રહ છે. આહા.! એ પહેલા આવી ગયું છે. આહાહા...! એકલા આનંદનો રસ ને જ્ઞાનનો રસકંદ પ્રભુ, એ જ્ઞાયકભાવ તે ધર્મીનો પરિગ્રહ છે. આહાહા...! આવી વાતું બહુ આકરી લાગે લોકોને. લોકો બહારથી મનાવી ધે. આહા.! પૂજા ને ભક્તિ ને દયા ને દાન ને વ્રત, એ તો બધો રાગ છે. અહીં તો કહે છે કે, રાગ તે અજ્ઞાનમય ભાવ છે. આહાહા.! આવે, હોય, પણ એ અજ્ઞાનમય ભાવ છે માટે તે મારો છે એમ નહિ. આહાહા.! અરે.. વીતરાગ.
પોતાને ઠીક ન પડે ને ત્યાં ક્રોધ થાય, પણ અહીં તો કહે છે કે, ક્રોધ કદાચિત્ આવ્યો પણ ધર્મીને તેની પક્કડ નથી. આહાહા...! એ મારો છે તેમ માનતો નથી. હું તો એક જ્ઞાયકભાવમય સ્વરૂપ, તેનો મને પરિગ્રહ છે, એ ક્રોધનો મને પરિગ્રહ નહિ. કેમકે એ અજ્ઞાનમય ભાવ છે. આહા...! અરે.! લોકો ક્યાં પડ્યા ને ક્યાં વસ્તુ છે)? એને ખ્યાલમાં પણ આવતું નથી કે આ શું ચીજ છે? અનુભવમાં તો પછી. સમજાય છે કાંઈ? આહા...! કઈ રીતે આ વસ્તુ છે અને કઈ રીતે આ રાગાદિ વસ્તુ છે એની ખબર નથી).
માન” માન એ અજ્ઞાનમય ભાવ છે. અને માનની ઇચ્છા તે તો પરિગ્રહ છે. તેને પરિગ્રહ છે કે જેને ઇચ્છા છે તેને. જેને ઇચ્છા નથી તેને તે પરિગ્રહ નથી. આહાહા...! આવી વાતું છે. એ માન (થયું).
“માયા... આહાહા..! માયા આવે, પણ માયાની ઇચ્છા નથી. તેથી તેને માયાનો પરિગ્રહ નથી અને તે માયા તો અજ્ઞાનમય ભાવ (છે), તે જ્ઞાનમય ભાવથી તો જુદી ચીજ છે. એની પક્કડ જ્ઞાનીને કેમ હોય? આહાહા...! જેને ભગવાન જ્ઞાયકમય એકલો આનંદનો સાગર નાથ, દૃષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં એવો શાકભાવ, તેનું જ્ઞાન થયું, આહાહા...! એને ઇચ્છામાત્રનો ત્યાગ છે. તો ઇચ્છા જ્યાં નથી ત્યાં. આહા...! માયાનો પરિગ્રહ એને નથી. આરે.રે..રે..!
એમ “લોભ, લોભ તે અજ્ઞાનમય ભાવ છે. આહાહા...! અજ્ઞાનમય ભાવની ઇચ્છા, એ જ્ઞાનમય ભાવવાળાને કેમ હોય? આહા..! જ્ઞાનમય જ્ઞાયકભાવને લઈને એ લોભ છે તેનો પણ જાણનાર કહેવું એ પણ વ્યવહાર છે. પણ અહીં તો એને સમજાવવું છે. આહાહા...! કેમકે સ્વપપ્રકાશક જ્ઞાનની દશા પ્રગટી છે એથી તે લોભને પણ પ્રકાશક તરીકે જાણે છે પણ એ ઇચ્છા ને લોભ મારો છે તેમ ધર્મીને હોતું નથી. આવી વાતું. આહાહા...! અમૃતની