________________
૨૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ તેથી રાગનો પરિગ્રહ એને નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આવી વાત છે, ભાઈ! આહાહા...! એ રાગ... આહાહા.! ગજબ વાત છે. આ તો વીતરાગધર્મ છે, પ્રભુ! વીતરાગતા, દ્રવ્યસ્વરૂપ ભગવાન આત્મા, વીતરાગમૂર્તિ તેને આશ્રયે વીતરાગ પર્યાય થાય. સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય છે. આહાહા...! ધર્મીને ઇચ્છા હોતી નથી. કેમકે ઇચ્છા એ પરિગ્રહ છે. જેને પરિગ્રહ નથી તેને ઇચ્છા નથી અને ઇચ્છા નથી તેથી રાગનો પરિગ્રહ પણ એને નથી. આહાહા...! આવી વાતું છે.
તેમ ઉદ્વેષ... દ્વેષની ઇચ્છા નથી. ઇચ્છા એ પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી કે જેને ઇચ્છા નથી. દ્વેષની ઇચ્છા ધર્મીને નથી. આહાહા...! Àષનો ભાવ એ અજ્ઞાનમય ભાવ (છે). એ અજ્ઞાનમય ભાવની જ્ઞાનીને ઇચ્છા નથી. આહાહા! “છબીલભાઈ'! આવું છે આ. તમારા વખાણ કરતા હતા, “છબીલભાઈના. આ રમણીક', “રમણીક સંઘવી” કહે, બહુ સારુ વાંચે છે. પોપટભાઈના દીકરાના દીકરા. પોપટભાઈના દીકરા. હૈ?
મુમુક્ષુ :- એને ભગત કહે છે.
ઉત્તર :- એ બધા એના કરતા આ જુદી જાતનો છે. આ જુદી જાતનો પાક્યો છે. આહાહા...! “રમણીકભાઈ કહેતા હતા, રમણીકભાઈ નહિ? “સંઘવી. સંઘવી”. “છબીલભાઈ બહુ સારુ વાંચે છે. એકનો એક દીકરો મરી ગયો ને? છતાં શોક કર્યો નથી. સ્થાનકવાસી માણસોને તો અજબ થઈ ગયું. એકનો એક દીકરો, બે વર્ષનું પરણેતર, ગામની કન્યા, વિધવા બાઈ, એને સમાધાન કરાવે. આવે એને સમાધાન કરે પોતે. ભાઈ! એ ચીજ તો પરિગ્રહ, મહેમાન જ છે ને! મહેમાનની મુદ્દત કેટલી હોય? એની મુદ્દત પ્રમાણે રહ્યા, એમ કહેતા હતા. આહાહા...! ખરે ટાણે સમ્યકજ્ઞાન–સાચું કામ ન આવે તો ક્યારે કામ આવે? આહાહા.!
અહીં કહે છે, દ્વેષ તે અજ્ઞાનમય ભાવ (છે). આહા..! અણગમો થાય એ દ્રેષ છે. આહાહા. એકનો એક દીકરો મરી ગયો હોય અને વિધવા બાઈ મૂકીને જાય અને ઘરમાં બે જણા. આહાહા...! અને પૈસાવાળા છે. દસ હજાર રૂપિયા ખર્ચા, છોકરાની પાછળ દસ હજાર ખર્ચા. આહા...! આમાં કોને કહેવા બાપુ પૈસાવાળા? અહીં તો કહે છે કે, અણગમો થવો એ અજ્ઞાનમય ભાવ છે. આહાહા...! પ્રતિકૂળ સંયોગ આવતા તેમાં દ્વેષ થાય, એ દ્વેષ એ અજ્ઞાનમય ભાવ છે. ધર્મીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. કેમકે તેને ઇચ્છા હોતી નથી. ઇચ્છા હોતી નથી તેથી તે દ્વેષનો તેને પરિગ્રહ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? - હવે તો આ ગુજરાતી ચાલે છે, સ્પષ્ટ ચાલે છે, હિન્દીમાં એટલું સ્પષ્ટ ન ચાલે. તેથી કૈલાસચંદજી એ કહ્યું હતું, હિન્દી લોકોએ અહીંયાં આવીને ગુજરાતી શીખીને આવવું, તો ગુજરાતી અને સ્પષ્ટ થાય ને સમજાય. તોય આ ફેરે એક મહિનો અને ત્રણ દિ' હિન્દી ચાલ્યું. અષાઢ વદ ૧૩થી. નહિ? શિક્ષિણ શિબિર ચાલી ને? અત્યારે તો આ આવ્યા છે