________________
ગાથા-૨૧૧
૨૮૫
પ્રવચન ન. ૨૯૧ ગાથા૨૧૧ ગુરુવાર, ભાદરવા સુદ ૧, તા. ૨૩-૦૮-૧૯૭૯
સમયસાર ૨૧૧ ગાથા, એનો છેલ્લો પેરેગ્રાફ છે. ધર્મી એને કહીએ કે જેને રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવ્યો છે અને એ જ્ઞાયકભાવ તે હું છું, એવું જેને અંતરમાં દૃષ્ટિસહિત અનુભવ છે એને અહીંયાં જ્ઞાની કહો કે ધર્મી કહો. કોઈ એમ કહે કે, જ્ઞાની તો એવા હશે ભલે પણ અમારે તો ધર્મ કરવો છે. પણ એ ધર્મી કહો કે જ્ઞાની કહો, બેય એક જ વાત છે. આહાહા...! આ તો નિર્જરા અધિકાર છે ને?
ધર્મીએ ચૈતન્ય જ્ઞાયકભાવ, એનો આશ્રય લીધો છે તેથી તેની અંતરમાં શાંતિ ને આનંદ ને જ્ઞાનની દશા નિર્મળ પ્રગટ થઈ છે, એને લઈને ધર્મીને પુણ્યનો પરિગ્રહ નથી, એ આવી ગયું, પાપનો નથી, એ આવી ગયું. હવે એને બદલાવે છે. “અધર્મ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ” શું કહે છે? ધર્મીને રાગનો પરિગ્રહ નથી. કેમકે ઇચ્છા એ પરિગ્રહ છે અને તેને પરિગ્રહ નથી કે જેને ઇચ્છા નથી. અને એ રાગ અજ્ઞાનમય ભાવ છે. જ્ઞાનમય ચૈતન્ય સ્વભાવથી તે ભિન્ન ભાવ છે. ચાહે તો એ દયાનો, દાનનો, ભગવાનના વિનયનો ભાવ હોય). કાલે કહ્યું હતું ને? કે, મુનિને જે દ્રવ્યલિંગ નગ્નપણું છે), એ બાહ્ય ઉપકરણ છે. એ ઉપકરણ છે. આહાહા..! એ અજ્ઞાનમય છે, એમાં જ્ઞાનસ્વભાવ નથી. તેથી તે ઉપકરણ જ્ઞાનીને પરિગ્રહ નથી. એ ઉપકરણ લિંગ તેમ ગુરુવચન... આહાહા.! ગજબ વાતું. તેમ વિનય, દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય અને સૂત્ર અધ્યયન, શાસ્ત્રનું અધ્યયન એ બાહ્ય ઉપકરણ છે, પ્રભુ! આહાહા.! જેવું એ લિંગ બાહ્ય ઉપકરણ છે, એવું એ ગુરુવચન, સૂત્ર અધ્યયન, શાસ્ત્ર પરપદાર્થ છે ને! આહાહા..! અને વિનય, દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય એ ઉપકરણ છે. એ આત્માનું સ્વરૂપ નથી. આહાહા.! આવી વાતું છે, ભાઈ! સમજાય છે?
રાગ, ઇચ્છા નથી. ઇચ્છા જેને પરિગ્રહ છે, એ ઇચ્છા જેને નથી તેને ઈચ્છા પરિગ્રહ નથી. કેમકે ઇચ્છા એ અજ્ઞાનમય ભાવ છે. આહાહા.. એમ આ રાગ છે એ અજ્ઞાનમય ભાવ છે. અરે.રે.! આવી વાતું. ઈ તો કાલે આવ્યું હતું ને? પુણ્ય-પાપનું. શુભાશુભ ભાવ એ અજ્ઞાનમય ભાવ છે. આહા...! ભાઈ! મારગ બહુ અલૌકિક છે. આહાહા.. કોઈ શુભરાગની ઇચ્છા જ્ઞાનીને નથી. કેમકે ઇચ્છા એ પરિગ્રહ છે તો એ ઇચ્છા જ્ઞાનીને નથી માટે રાગની ઇચ્છા એને નથી. આહાહા...! રાગ છે તે અજ્ઞાનમય છે અને અજ્ઞાનમય છે માટે જ્ઞાનીને તે અજ્ઞાનમય ભાવની પક્કડ નથી, પરિગ્રહ-પક્કડ નથી. આહાહા..! આકરી વાતું છે, બાપુ વીતરાગ મારગ બહુ અલૌકિક (છે), ભાઈ!
જ્ઞાનીને જ્ઞાયકભાવ હોવાથી, ધર્મીને તો જ્ઞાયકભાવ પર્યાયમાં અનુભવવાથી તેને રાગ, દયા, દાન, ભક્તિ, પૂજાનો રાગનો તેને પરિગ્રહ નથી. કેમકે તેને ઇચ્છા નથી. ઇચ્છા નથી