________________
૨૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉંમર, માલ લેવા ગયેલા. પિતાજી ગુજરી ગયેલા એટલે માલ લેવા હું જતો. અમારા ભાગીદાર તો ત્યાં બેસતા. “મુંબઈ', “ભાવનગર', “અમદાવાદ, ભાવનગર' શું, “મુંબઈ', ‘અમદાવાદ, વડોદરા (જાતા). એમાં ‘વડોદરા” ગયેલા. ટિકીટ લીધેલી બાર આનાની, બાર આનાની ચોપડી લીધેલી. તમે શું કહો છો? (એ જોવા માટે). એમ કહે છે, આહાહા..! બેટા! તું નિર્વિકલ્પ છો. ઉદાસીનોસી નાથ! તું તો રાગથી ઉદાસીન (છો), તારું આસન તો ચૈતન્યમાં છે. આહાહા...! જયંતિભાઈ' નાટકમાં આમ આવતું, અહીં તો તમારે સંપ્રદાયમાં પણ નિર્વિકલ્પ આનંદ ને નિર્વિકલ્પ છો, એ વાત હતી? રાગ કરો, બસ! આ કરો, શુભ કરો. આહાહા...! ઉદાસીનોસી, શુદ્ધોસી, બુદ્ધોસી. પ્રભુ! તું શુદ્ધ છે. તું બુદ્ધ નામ જ્ઞાનનો પિંડ છો. ચાર બોલ યાદ રહ્યા છે, હતા તો ઘણા. આ તો ઘણા વર્ષ થઈ ગયાને! હૈ? ૭૧ વર્ષ થઈ ગયા. સીત્તેર ને એક. આ ચાર બોલ યાદ રહી ગયા. ઓલી છ કડી બનાવી હતી એમાં અડધી કડી યાદ રહી ગઈ, કીધું ને? એ (સંવત) ૧૯૬૪માં બનાવી હતી, ઇ પણ, હોં શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ’ એ ૧૯૬૪માં. આહાહા...!
અહીં કહે છે, પ્રભુ જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ કેમ નથી? (કેમકે) ઈચ્છાના અભાવને લીધે “જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી.” આહાહા...! “જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે... આહાહા.. કેવો લાયકભાવ? જ્ઞાનમય એક જ્ઞાયકભાવ. ભેદ ને પર્યાય પણ નહિ. આહાહા...! જ્ઞાનમય “એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે....” શ્રદ્ધા અને જ્ઞાનમાં જ્ઞાયકના એક ભાવના સદ્દભાવને લીધે. આહાહા...! આ સિદ્ધાંત. આવી ટીકા તો અત્યારે અન્યમતમાં તો નથી પણ જૈનમાં દિગંબરમાં આવી ટીકા બીજે નથી. એવી આ ‘અમૃતચંદ્રાચાર્યે ટીકામાં અમૃત રેડ્યાં છે. આહાહા...!
જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવ...” ભાષા જુઓ! ધર્મીને તો “જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે.” આ કારણે. પાપની અને પુણ્યની કેમ ઇચ્છા નથી? કે, જ્ઞાયકમય એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે. આહાહા.! એની સદ્ભાવ હયાતી, ત્રિકાળી જ્ઞાયક એ દૃષ્ટિમાં આવ્યો છે. આ કારણે (જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. આહા...! ધર્મી તો અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. આહાહા...! પોતામાં જાણે છે. પોતાને જાણે છે તો તેને પોતાની ભૂમિકામાં જાણે છે. આહાહા...! આવો માર્ગ છે. છે? “અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. એ જ પ્રમાણે ગાથામાં અધર્મ શબ્દ પલટીને તેની જગ્યાએ બીજા લેવા. વિશેષ આવશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)