________________
ગાથા- ૨૧૧
૨૮૩ સ્વીકાર થયો અને જ્ઞાનની પર્યાયમાં પરમાત્માનું જ્ઞાન થયું, પરમાત્મા પર્યાયમાં આવ્યો નહિ પણ પરમાત્માનું જેટલું સામર્થ્ય અને સ્વરૂપ છે તેટલું બધું જ્ઞાનની પર્યાયમાં આવી ગયું. આહાહા...! આવી વાત. ભાઈ! માર્ગ તો આ છે, બાપુ એને ભલે એકાંત ઠરાવો, નિશ્ચયાભાસ ઠરાવો. કરો! આહાહા...!
માટે ઇચ્છાના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી.” આહાહા..! આ કારણે. ક્યા કારણે? જ્ઞાનીને અધર્મની ચાહના નથી, એ કારણે. આહાહા.! ભાવના તો ભગવાન આત્મા તરફની છે. આહાહા...! એને આ અધર્મની ચાહના નથી. એ કારણે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. આહાહા! શું ભર્યું છે ને! અમૃતચંદ્રાચાર્ય એની ટીકા. અમૃત રેડડ્યા છે. જેને અમૃતના સ્વાદ આવ્યા એને ઝેરના સ્વાદની ઇચ્છા કેમ હોય, એમ કહે છે. આહા. જેને અમૃતનો સાગર નાથ, જ્ઞાનની પર્યાયમાં આખું શેય-વસ્તુ અમૃતની સાગર, જ્ઞાનમાં આવી ગઈ, શેય તરીકે જ્ઞાનમાં આવી ગયો અને આનંદનો નાથ પર્યાયમાં આખો જાણવામાં આવી ગયો તેને અધર્મની ઇચ્છા કેમ હોય? આહાહા...! - હવે ઇ તો કહે છે કે, ચોથે ગુણસ્થાને જ્ઞાની ન કહેવાય, જ્ઞાની તો સાતમે સમકિત થાય ત્યારે કહેવાય). અરે ! પ્રભુ! શું કહે છે)? આહાહા.! ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. આહાહા...! આખા પરમેશ્વરને સ્વીકારીને દૃષ્ટિ અંદર પડી અને તે વિકલ્પ તોડીને નિર્વિકલ્પ થઈને દૃષ્ટિ ત્યાં પડી. આહાહા...! એ દષ્ટિ અને દૃષ્ટિના વિષયની વાતું શું કરવી? પ્રભુ! આહાહા...! એ દૃષ્ટિ “ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તીપદમાં પણ પ્રગટ થઈ શકે છે. એ પદ ક્યાં આત્મામાં છે? આહાહા.! એ આવી ગયું છે ને? (૧૩૮ કળશ) “પમ્ રૂદ્રમ્ અપમ્ પર્વ આવી ગયું છે. પહેલા નિર્જરામાં. રાગ તે અપદ છે, અપદ છે, પ્રભુ! એ તારું પદ નહિ. આહાહા.. પહેલા કળશમાં આવી ગયું છે. અહીં આવ, અહીં આવ. બે બે વાર આવ્યું છે ત્યાં. એ અપદ અપદ છે, આ પદ , પદ છે. આહાહા.! એ તારું રહેઠાણ–તારું રહેવાનું સ્થાન ભગવાન છે. એ રાગ તારું રહેવાનું સ્થાન નહિ. પ્રભુ! આહાહા...! બ્રાહ્મણ ચંડાળણીને ઘરે જાય (તો) એ કંઈ એનું સ્થાન કહેવાય? આહા.! એમ ભગવાન અલૌકિક આનંદનો નાથ, એ રાગના સ્થાનમાં જાય એ રાગસ્થાન એના નહિ. એ પદ તારું નહિ, પ્રભુ! આહાહા...!
કહ્યું હતું ને એક ફેરી, નહિ? અઢાર વર્ષની ઉંમરે વડોદરા માલ લેવા ગયેલા. પછી નવરાશે રાત્રે (નાટક) જોવા ગયેલા, એમાં “અનુસૂયાનું નાટક (હતું). “અનુસૂયા સ્વર્ગમાં જાતી હતી તો ના પાડી. અહીં છોકરાને હાલરડું ગાઈ સૂવડાવે છે. સૂવડાવતા કહે છે, આહાહા...! બેટા! તું નિર્વિકલ્પ છો. અરે.રે.... આહાહા...! એના નાટકમાં આ અને આ સંપ્રદાયમાં આ નહિ. વડોદરાની વાત છે, (સંવત) ૧૯૬૪ની સાલ. ૬૪-૬૪. અઢાર વર્ષની