________________
૨૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ અજ્ઞાનમય છે. જ્ઞાનમય નથી તેમ આનંદમય નથી એટલે દુઃખમય છે. આહાહા...! કહો.
આ તો બધા જુવાનોને ને વૃદ્ધોને બધાને સમજવાનું છે. જુવાન, વૃદ્ધ તો જડ છે. ભગવાન ક્યાં જુવાન, વૃદ્ધ છે? અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત શાંતિથી ભરેલો સાગર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, આહા.! એની આગળ જ્ઞાનીને રાગ જે અજ્ઞાનમય અને દુઃખમય (છે) તેને તે હોતો નથી. આહાહા! જેનું અસ્તિત્વ આનંદમય અને જ્ઞાનમય એવી સત્તાનો સ્વીકાર થયો છે. આહાહા...! જેના હોવાપણાંમાં, સત્તાના સ્વીકારમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત ઈશ્વરતા, અનંત શાંતિ... શાંતિ... શાંતિ. શાંતિ. શાંતિ, અકષાયભાવરૂપી અનંત શાંતિ. આહાહા.! એનો જેને અંતર જ્ઞાનની પર્યાયમાં સ્વીકાર થયો છે, દૃષ્ટિએ એને પ્રતીતમાં લીધો છે. આહાહા...! એવા ધર્મીને આ ઈચ્છા અજ્ઞાનમય હોતી નથી, કહે છે. ભારે કામ, બાપુ! આહાહા..!
અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે;” જુઓ! જ' કહ્યો ને? ધર્મીને તો ધર્મમય જ ભાવ હોય છે. આહાહા.! રાગ થાય છે પણ એ મારો છે, એમ નથી. એટલે એને તો ધર્મમય, જ્ઞાનમય ભાવ હોય છે. આહાહા...! “તેથી.” આ કારણે. ક્યા કારણે? કે અજ્ઞાનમય ભાવ-રાગ, એ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ, જ્ઞાનમય જ. આહાહા.! જાણવું-દેખવું, આનંદાદિનો ભાવ જ્ઞાનીને હોય છે. આહાહા.! “તેથી...' કયા કારણે? “જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી.' એમ. આહાહા....! અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે...” અજ્ઞાનમય ભાવ, એવી ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી;.” ધર્મીને પાપની ઇચ્છા નથી. પાપના પરિણામ થાય છે પણ તેની ઈચ્છા નથી. આહાહા...! સમજાણું? આનંદના નાથની જ્યાં ભાવના છે ત્યાં અધર્મની ઇચ્છા કયાંથી હોય? આહા...!
“તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી;.” ધર્મીજીવને પાપની ઇચ્છા જ નથી. પાપ મારું છે, એવી ઇચ્છા નથી. હું તો જ્ઞાની જ્ઞાનમય છું, તો પાપની ઇચ્છા જ્ઞાનીને છે નહિ. આહાહા...! પોતાના જ્ઞાનમય ભાવની આગળ અધર્મ પાપ, અજ્ઞાનમય દુઃખરૂપની ઇચ્છા હોતી નથી. આહાહા...! ઓહોહો...! જે પ્રભુ સુખને પંથે આત્મા દોરાય ગયો છે, આહાહા.! એને દુઃખના પંથની ઇચ્છા નથી. આહાહા...! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ અને જ્ઞાનસ્વરૂપમય, એ પંથે જ્યાં દૃષ્ટિ ચડી ગઈ છે, આહાહા.! એના દુઃખના પંથમાં, ઇચ્છાના ભાવ હોતા નથી. આહાહા...! હવે આમાં (ક્યાં) વાદ ને વિવાદ કરવા. આહા...! સમકિતી અપ્રમત્ત દશામાં હોય, એ વિના ચારિત્ર હોય. અરે.! ગજબ કરે છે, પ્રભુ! ચારિત્ર પહેલું, સમકિત પછી? ચારિત્ર એટલે આની ક્રિયાકાંડ છે એને ચારિત્ર કહે છે. આહાહા...!
અહીં તો પહેલે દરજે, ધડાકે જ્યાં ભગવાન પૂર્ણાનંદના નાથનો જ્યાં સમ્યગ્દર્શનમાં