________________
ગાથા-૨૧૧
કહે છે. આહાહા..! ઝીણી વાત, બાપુ!
આ તો પ૨માત્મા ત્રણલોકના નાથ ઇન્દ્રો અને ગણધરની વચ્ચે કહેતા હતા એ વાત છે. આહા..! ૫રમાત્મા બિરાજે છે. ભગવાન તો બિરાજે છે. ‘સીમંધરપ્રભુ’ સાક્ષાત્ સભામાં. આહાહા..! એ ‘કુંદકુંદાચાર્ય' આઠ દિ' રહ્યા ને આ સંદેશ લાવ્યા. પોતે તો મુનિ હતા, ભાવલિંગી સંત. આનંદના.. આહાહા..! આનંદના સડકા અનુભવ કરતા હતા પણ જરી સાંભળવા ગયા અને પછી વિશેષ નિર્મળતા થઈ, અને વિકલ્પ આવ્યો કે હું શાસ્ત્ર બનાઉં. આહાહા..! પણ હું શ્રોતાને કહું છું કે, હે શ્રોતા! અનંત સિદ્ધોને પર્યાયમાં સ્થાપીને સાંભળજે. આહાહા..! હૈં? આહાહા..! પ્રભુ! તું પામર નથી. તારી પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ. રાગને દૂર કરી દે. આહાહા..! શ્રોતાને કહે છે. વંવિત્તુ સવ્વસિદ્ધે સર્વ સિદ્ધોને ‘વંવિદ્યુ’ નામ આદર કરીને, આદર કરીને નામ પર્યાયમાં સ્થાપીને. આહાહા..! હવે સિદ્ધપણાની પર્યાયને સ્થાપી તો તું સ્વલક્ષે સાંભળ હવે. આહાહા..! ગજબ વાતું છે. ‘સમયસાર’નું એક એક પદ, એક એક ગાથા અલૌકિક છે, બાપુ! આહાહા..!
એ આ (કહે છે), ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે...’ ગજબ વાત છે. એક કો૨ ભગવાન જ્ઞાનમય ચૈતન્યપ્રકાશની મૂર્તિ અને એક કો૨ ઇચ્છા, અંધકાર, અજ્ઞાન, એમાં જ્ઞાનનો અભાવ છે. અંધકારમય છે. આ જ્ઞાનમય પ્રભુ છે તો ઇચ્છા અંધકારમય છે. આ જ્ઞાનમય છે તો એ અજ્ઞાનમય છે. ભગવાન આનંદમય છે તો ઇચ્છા દુઃખમય છે. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! દુનિયા માને ન માને, વસ્તુ સ્વતંત્ર છે. પ્રભુ! તારે પણ સુખી થવું હોય તો આ રસ્તો લીધે સુખી છે, બાકી બધી વાતું છે. આહાહા..!
એ અજ્ઞાનમય ભાવ છે. આહાહા..! છે તો ભાવ છે. છે? આહાહા..! જેમ ભગવાન આનંદમય ભાવ છે એમ ઇચ્છા અજ્ઞાનમય ભાવ છે. આહાહા..! સમજાણું? ભાઈ! આ તો ભગવાનનો ઉપદેશ છે, પ્રભુ! આહાહા..! ‘અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી... આહાહા..! જેણે આત્મા જ્ઞાનમય, આનંદમય જાણ્યો તેને આ અજ્ઞાનમય ઇચ્છા ભાવ હોતો નથી. આહાહા..! સમજાણું? (ઇચ્છા) અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી,...’ ઇચ્છા જ તેને હોતી નથી, એમ કહે છે. આહાહા..! ભગવાન આનંદના નાથની અંદરની ભાવનામાં ઇચ્છાનો અવકાશ ક્યાં છે? આહાહા..! જેને રાગથી ભિન્ન પડીને ભગવાન તરફ પ્રયત્ન ઢળી ગયો છે.. આહાહા..! પ્ર-યત્ન-પ્ર-વિશેષે પુરુષાર્થ ત્યાં ઢળી ગયો છે અંદર. આહાહા..! એને આ અજ્ઞાનમય ઇચ્છા હોતી નથી. આહાહા..! આવું કામ છે. હવે આ વસ્તુને અંદર સમજ્યા વિના આ વ્રત કરો ને અપવાસ કરો. બધા બાળવ્રત ને બાળતપ છે. મુર્ખાઈ ભરેલા તપ ને મુર્ખાઈ ભરેલા (અપવાસ છે). આહાહા..! એ તારા હિતની વાત છે, પ્રભુ! તને દુઃખ લાગે કે, અરે......! અમે આ બધું કરીએ, વ્રત ને તપ ને, એ બધું જૂઠું? ભાઈ! તને દુઃખના કારણ છે, ભાઈ! આહા..! એમાં દુઃખ છે. ઇચ્છામાત્રમાં દુઃખ છે,
૨૮૧