________________
૨૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભાવ છે, એમ નહિ. પણ ઇચ્છા અજ્ઞાનમય ભાવ છે. જે નિજ જ્ઞાનસ્વભાવ ભગવાન, તેની ઇચ્છાનો અભાવ તો અજ્ઞાનમય ભાવ છે. આહાહા.! “હીરાભાઈ! આવી વાતું, બાપુ! આહા.!
આ જુઓને “મોરબીની વાતું સાંભળીએ છીએ ત્યાં વૈરાગ્ય... વૈરાગ્ય થઈ જાય એવું છે. આખી “મોરબી’. પંદર-પંદર હજાર માણસ, વીસ હજાર માણસ (મરી ગયા) એમ કહે છે. કેટલાક દસ હજાર, કોઈ પંદર-વીસ (કહે છે). પણ દસ હજાર તો ઓછામાં ઓછા કહે છે. માણસ મરી ગયા. આહાહા...! એ પાછા મરીને (ક્યાંય જાય). એ વખતે તો આર્તધ્યાન હોય. આમ બચું ને આમ બન્યું. એ મરીને ઘણા તો ઢોરમાં જાય. માંસ ને દારૂ ન ખાતા હોય છે, હોં! અરે.! એ પશુમાં અવતરે પ્રભુ એને હવે મનુષ્યપણું ક્યારે મળે ને એને ક્યારે સાંભળવાનું મળે? આહાહા.!
અહીં કહે છે કે, ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. અર્થાત્ તેમાં જ્ઞાનનો ભાવ નથી. એ રાગ તે અજ્ઞાનમય ભાવ છે “અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી,” આહાહા...! ધર્મીને જ્ઞાનમય ભાવ છે તો તેને ઇચ્છા-અજ્ઞાનમય ભાવ હોતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આહા...!
ઇન્દુ પરમ દિ આવ્યો હતો, ભાઈ! જયંતિભાઈ! “રતિભાઈનો. ઇ કહે, જેમ પાણી અંદર ગયું તો અમારે તો અંદર ઘરમાં નિસરણી હતી એટલે (ઉપર) ચડી ગયા. અને સામે ઘર હતું એમાં એને નિસરણી બહાર હતી. પાણી આટલું આવ્યું તો એ બહાર નીકળી શક્યા નહિ. ત્યાં મરી ગયા. આખું ઘર ખલાસ. પણ અમે તો આ પાણી દેખ્યું તો મડદાં જાય. પોકાર અંદર (ઉક્યો), જ્ઞાયકભાવ જાણનાર છું. એને જાણપણું છે. ઇન્દુ નહિ નાનો, રતિભાઈનો? બાપુજી ને બા ને બધા ઉપર ચડી ગયા પણ પોકાર અંદરમાં (ઉદ્યો). કોણ જાણે ક્યાંથી એકદમ (આવ્યો). કોઈ વિકલ્પ સંયોગનો આવતો પણ છતાં પોકાર (એ હતો), જ્ઞાયક છું. હું બીજી કોઈ ચીજ છું નહિ. જુવાન માણસ છે. ઇન્દુ, “રતિભાઈ'નો નહિ? ‘ચીમનભાઈનો જમાઈ છે. આહાહા...! એ કટોકટીના કાળે, હેં? એને જ્ઞાયકભાવમાં રહેવું. હું જ્ઞાયક છું, બસ! બીજું કંઈ રહેવું-ફહેવું નહિ. આહાહા.! એ જાતના ભણકાર પણ બાપા! અલૌકિક છે ને! હૈ? ભાઈ હતા ને, “લાલચંદભાઈ? હૈ?
મુમુક્ષુ :- ખરે ટાણે. ઉત્તર :- ખરે ટાણે. ભાઈ હતા. વાત કરી ત્યારે ઉભા હતા. આહાહા...!
ઓહોહો.. શું આચાર્યે વાત કરી છે). ઇચ્છા પરિગ્રહ છે. ગજબ કામ કર્યું છે, પ્રભુ તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી.” આહાહા..! જ્ઞાનીને ઇચ્છા નથી, એમ કહે છે. આહાહા...! જેણે આનંદના સાગરને જોયો છે, જેણે અતીન્દ્રિય આનંદના સાગરને હિલોળે નાખતો પ્રભુ (જોયો છે), આહાહા..! અતીન્દ્રિય આનંદના હિલોળે ચડેલો પ્રભુ, એવું જેણે અંદર અનુભવ્યું અને જાણ્યો છે. આહાહા...! એને અજ્ઞાનમય ભાવ-ઇચ્છા હોતી નથી,