________________
ગાથા-૨૧૧
૨૭૯ ભેદ નહિ એવો એકરૂપ, અવિનશ્વર-અવિનાશી ધ્રુવ, પરમશુદ્ધભાવ પરમલક્ષણ નિજાત્મદ્રવ્ય, નિજાત્મદ્રવ્ય, તેને ધર્મી સાધે છે. આહા...! અને પછી એમાં લખ્યું છે, ખંડ ખંડ જ્ઞાનને સાધતા નથી. આહા! છ ખંડને તો સાધતા નથી પણ ખંડ ખંડ જ્ઞાનને સાધતો નથી). આહા.! ૩૨૦નું વ્યાખ્યાન આવી ગયું છે. સમજાણું? આહા! છે અહીંયાં? હા, ઇ, જુઓ!
જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું. પરંતું એમ ભાવતો નથી કે ખંડ ખંડ જ્ઞાનરૂપ હું છું. છ ખંડ તો નહિ પણ ખંડ ખંડ જ્ઞાનને ભાવતો નથી. આહાહા...! ૩૨૦ ગાથાનું વ્યાખ્યાન આવી ગયું છે. આહાહા...!
ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી.” આહાહા.! “ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે.” જુઓ! આહાહા...! એ જ્ઞાનમય પ્રભુ છે અને) ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. ભગવાન જ્ઞાન અને આનંદમય છે તો ઇચ્છા અજ્ઞાન અને દુઃખરૂપ છે. આહાહા...! અરે.રે...! આવી વાત સાંભળવા ન મળે એ બિચારા કેમ કરે? આહાહા...! આ કરો ને આ કરો. અરે.રે...! અહીં તો કહે છે, ઇચ્છામાત્ર પરિગ્રહ છે. આહાહા.! જેને ઇચ્છા નથી તેને તેનો પરિગ્રહ નથી, તેની પક્કડ નથી. આહાહા...!
એ (એક) સ્તવનમાં આવતું. દુકાન ઉપર વાંચતા હતા ને? ચાર સક્ઝાયમાળા છે. તે દિની, આ તો (સંવત) ૧૯૬૪-૬પની વાત છે. “સહજાનંદી રે આત્મા મોટી સઝાય. સૂતો કાંઈ નિશ્ચિંત રે’ એ રાગમાં સૂતો, પોતાનો માનીને, પ્રભુ! શું થયું તને આ? “સહજાનંદી રે આત્મા, સૂતો કાંઈ નિશ્ચિંત રે, મોહ તણા રે રણિયા ભમે રાગની એકતામાં, મિથ્યાત્વભાવ માથે ચોર ફરે છે. “જાગ જાગ રે મતિવંત રે, એ લૂંટે જગતના જંત રે બાયડી, છોકરા, કુટુંબીઓ લૂંટારા, ધૂતારા લૂંટે તને. અમને આમ ક્યો ને અમને આમ ક્યો ને અમને ... શું કરવા મેળવ્યું હતું? અમને સગવડતા આપો. એ જગતના પ્રાણી તૂટે તને. લૂંટે જગતના જંત, વિરલા કોઈ ઉગરંત મોટી સક્ઝાય આવે છે ને? એ વખતે વાંચતા. ચાર સક્ઝાયમાળા છે. ચાર સક્ઝાયમાળા છે. એક-એકમાં બસે-અઢીસે સઝાય છે. દુકાન ઉપર મગાવી હતી તે દિ'. પિતાજીની ઘરની દુકાન હતી, નિવૃત્તિ (હતી), કંઈ ઉપાધિ નહોતી. આહા...! આહાહા..!
અહીં કહે છે, સહજાનંદી રે આત્મા. આ સહજાનંદી ઓલા “સ્વામીનારાયણના નહિ, હોં! આ સહજાનંદી પ્રભુ, સહજાનંદી આત્મા કેમ સૂતો નિશ્ચિત? રાગમાં કેમ નિશ્ચિત થઈ) સૂઈ ગયો? આ શું થયું તને? આહાહા...! ઇચ્છામાં તું આખો દોરાય ગયો, નાથ! આહાહા...! તારો પરિગ્રહ તો આનંદ ને શાંતિ તારી ચીજ છે. પ્રભુ! આ રાગમાં તને શું થયું? આહાહા...!
અહીં એ કહે છે, “ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે... આહાહા...! ઇચ્છા મિથ્યાત્વ ભાવ છે, એમ નહિ. ઇચ્છા હોય માટે મિથ્યાત્વ થાય, એમ નહિ. ઇચ્છાને પોતાની માને તો મિથ્યાત્વ (છે), પણ ઇચ્છા સ્વરૂપ છે એ અજ્ઞાનમય છે. શું કહ્યું? ઇચ્છા એ મિથ્યાત્વરૂપી