________________
૨૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઇચ્છા પરિગ્રહ છે. આહાહા.. જ્ઞાની. એ તો આપણે આવી ગયું. મારો પરિગ્રહ તો જ્ઞાયક મારો પરિગ્રહ છે. મારો પરિગ્રહ તો જ્ઞાયક છે. આહાહા...! પરિ સમસ્ત પ્રકારે પક્કડમાં અનુભવમાં લેવામાં આવે કે, આ મારો જ્ઞાયકભાવ છે, એ મારો પરિગ્રહ છે. આહાહા...! પહેલા આવી ગયું છે. “એક શાકભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ” ૨૦૮ની ટીકાના છેલ્લા શબ્દો છે. આહાહા...! શું “સમયસાર! આહાહા...! હવે આ કહે છે કે, “સમયસાર મુનિઓને માટે છે. અરે.! પ્રભુ! શું કરે છે તું આ? આવો બચાવ કરીને ભગવંત! તેં શું કર્યું આ? આવી ચીજ છે એ આત્માને બતાવનારી ચીજ છે. તો જેણે આત્માને જાણવો હોય તેને માટે આ સમયસાર છે. તો આ તો કહે, નહિ. આ તો મુનિઓ માટે છે. નીચેવાળા માટે નથી. આહાહા..! આવા લખાણ આવે. અરે..!
ઇચ્છા પરિગ્રહ છે. ભગવાન આત્મા જ્ઞાયકભાવરૂપી પરિગ્રહ છે. તેને ઇચ્છા પરિગ્રહ છે જ નહિ. આહાહા...! તેને જ્ઞાયકભાવરૂપી પરિગ્રહ, જ્ઞાનીને–ધર્મીને જ્ઞાયકભાવરૂપી પરિગ્રહ છે. એને ઇચ્છાનો પરિગ્રહ નથી. આહાહા...! તેને પરિગ્રહ નથી....... કોને? કે જેને ઈચ્છા નથી. કેમકે ઇચ્છા પરિગ્રહ કહ્યો. ઈચ્છા એ જ પરિગ્રહ છે. આહાહા...! તો જેને પરિગ્રહ નથી તેને ઇચ્છા નથી. આહાહા...! કેમકે ઈચ્છા પરિગ્રહ છે અને જેને એ પરિગ્રહ મારો છે એમ નથી તેને ઇચ્છા નથી. આહાહા! શું ટીકા! ગજબ વાત છે. ઇચ્છા પરિગ્રહ છે. ભગવાનઆત્મા ઇચ્છા સ્વરૂપ નથી. આહાહા...! આ તો હજી સમ્યગ્દર્શનની પહેલા દરજ્જાની વાત ચાલે છે. ચારિત્ર અને સ્વરૂપની રમણતા, એ તો ધન્ય ભાગ્યા આહાહા...!
એ આનંદમૂર્તિ ભગવાન, તેનો જેને પરિગ્રહ છે તેને ઇચ્છા પરિગ્રહ નથી. ચોથે ગુણસ્થાનથી, હોં! ચક્રવર્તીનું રાજ હો. આહાહા.! ભાઈએ નથી કહ્યું? ભાઈ! લાલચંદભાઈ! “સોગાની”. છ ખંડને સાધતા નથી. ગજબ વાત કરી છે. ચક્રવર્તી સમકિતી છ ખંડને સાધતા નથી. એ તો અખંડને સાધે છે. આહાહા...! એમ જ છે. એ છ ખંડને સાધવાકાળે પણ અખંડને સાધે છે. હૈ? આહાહા.. જ્ઞાયકભાવની અખંડતા જેની દૃષ્ટિમાંથી ક્યારેય છૂટતી નથી. એ અખંડને સાધે છે. “સોગાનીમાં આવે છે. દ્રવ્યદૃષ્ટિપ્રકાશ” વાંચ્યું છે? કેટલી વાર? પૈસા તો કેટલી વાર ફેરવ્યા છે. આહાહા.! જગત એમ ચાલે છે ને, ભાઈ! એ સમકિતી ચક્રવર્તી છ ખંડને સાધતો નથી. આહાહા...! એ અખંડને સાધે છે. પ્રભુ અખંડાનંદ નાથ, એ આવે છે ને, ૩૨૦ ગાથામાં?
સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ, એવો નિજ પરમાત્મદ્રવ્ય તે હું, એ સાધે છે. આવે છે ને, ૩૨૦ માં અખંડ એક. અખંડ એક. આહાહા.... જેમાં પર્યાયનો ખંડનો પણ ભેદ નથી. આહાહા...! અને એ ૩૨૦ માં આવ્યું છે, જ્ઞાની–ધર્મી સકળ નિરાવરણ, જે સકળ નિરાવરણ વસ્તુ સ્વરૂપ અખંડરૂપે, પર્યાયનો