________________
૨૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ધારા વહે છે. આહાહા...! ભગવાન તારો માર્ગ એટલે આ ભગવાન, હોં! આહાહા...! જેણે અંદર આત્માની અમૃત આનંદની ધારા જાણી છે, અનુભવી છે.. આહાહા.! એ લોભને પોતાનો કેમ માને? આહા...! નિર્લોભ વીતરાગી સ્વરૂપ જ્યાં પોતાનું માન્યું છે, એ લોભ તે અજ્ઞાનમય ભાવ છે. એ જ્ઞાનમય ભાવવાળો તે અજ્ઞાનમય ભાવને કેમ ઇચ્છે? આહાહા..! સમજાય છે કાંઈ? ભાષા તો સાદી (છે), હિન્દીવાળાને સમજાય એવું છે. આ કાંઈ એવી (અઘરી) ભાષા નથી. આહા.! બધા હિન્દીવાળા આજે આવ્યા હતા, ભાઈ! કીધું, ભાઈ! હવે હિન્દી થઈ રહ્યું. તમે મહિના-મહિનાથી સાંભળો છો અને ગુજરાતી સમજવાની દરકાર કરી નથી. આહાહા..! અષાઢના ત્રણ દિ અને શ્રાવણ આખો (હિન્દીમાં) ચાલ્યો. કાલ બપોરથી વળી ‘નંબકભાઈનું થયું ને. આહા.!
“લોભ” એ અજ્ઞાનમય ભાવ છે, તેમાં ચૈતન્ય ભગવાનનો અભાવ છે. આહાહા.! કર્મનું જોર છે એમ જે પરિણતિ માનતી હતી, આહાહા.... એ પરિણતિ જ્ઞાયક તરફ ઢળી ગઈ તેથી કહે છે), કર્મ એ મારી ચીજ જ નથી, કર્મ મારા છે જ નહિ. મને કર્મ છે જ નહિ ને મારા કર્મ છે જ નહિ. ગજબ વાત છે. હવે અહીં કહે કે, કર્મ તો છ દસમા ગુણસ્થાન સુધી બંધાય. એ તો એનું જ્ઞાન કરાવ્યું છે. આહાહા.! સમજાય છે કાંઈ? ભાઈ! મારગડા જુદા, બાપુ! લોકોને માર્ગ સાંભળવા મળ્યો નથી. આહા...! સાધુ નામ ધરાવનારા પણ ક્રિયાકાંડથી ધર્મ મનાવનારા, એનો ઉપદેશ પણ એવો. એ તો મિથ્યાત્વનો ઉપદેશ છે. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ!
કહે છે કે, કર્મ એ એનો પરિગ્રહ નથી. અરે.. મને કોઈ અશાતા કર્મ છે... આહાહા.! મને જ્ઞાનાવરણીય કર્મ છે. અરે! પ્રભુ! મને મોહકર્મ છે, અંતરાય કર્મ છે, એમ ધર્મી માનતો નથી. આહા. પંકજ તો મારો નથી પણ કર્મ મારું નથી, એમ અહીં તો કહે છે. ભાઈ! આહાહા...! આ છોકરો આવ્યો છે ને, પંકજ'. જિજ્ઞાસુ લાગણીવાળો છે. આહા.! પણ કોનો? હેં? આહા! એ એમાં બધું આવી ગયું ને? ઇચ્છા પરિગ્રહ છે, તેને પરિગ્રહ નથી, જેને ઇચ્છા નથી. ઇચ્છા અજ્ઞાનમય ભાવ છે. એમ કર્મ અજ્ઞાનમય ભાવ છે. આહાહા... અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. આહાહા...! જ્ઞાનીને જ્ઞાનમય ભાવ (હોય છે). અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે ધર્મીને કર્મની ઇચ્છા નથી. આહાહા...!
કર્મનો પરિગ્રહ અજ્ઞાનમય ભાવને લઈને કર્મ, એની જ્ઞાનીને પક્કડ નથી–મારા છે તેવો ભાવ નથી. એને તો જ્ઞાનમય ભાવ છે. આહાહા...! આ તે ગજબ વાતું કરી છે. અમૃતના સાગરને ઉછાળ્યો છે. આહાહા.. ઉછળ્યો છે અંદરથી તો કહે છે કે, કર્મ એ મારી ચીજ જ નથી. મને કર્મ છે જ નહિ. અરે! આહાહા...! શાસ્ત્રમાં આવે કે સમકિતીને આટલા કર્મ છે). એ શબ્દો સાંભળીને તેનું જ્ઞાન કરે છે. એ કર્મ મારા છે એમ એ માનતો નથી. ગજબ વાત છે, બાપુ! આહાહા...! અહીં તો કહે, કર્મને લઈને જ્ઞાનનો ઉઘાડ થાય. કર્મ