________________
ગાથા-૨૧૧
૨૮૯
(ખસે) તો ઉઘાડ થાય. કર્મનો ઉદય હોય તો તેનું જ્ઞાન રોકાઈ જાય. અરે..! પ્રભુ! સાંભળને ભાઈ! એ વાત એમ છે જ નહિ. તારી જ્ઞાનની પર્યાયનો ક્ષયોપશમ છે એ તારે લઈને તેં કર્યો છે, કર્મના ક્ષયોપશમથી થયો છે એ છે જ નહિ. અહીં તો કહે છે, આહાહા...! કર્મ તો ઠીક પણ જે કર્મ (શબ્દ) સાંભળીને જે જ્ઞાન થયું, સાંભળીને જ્ઞાન થયું એનો પણ તેને પરિગ્રહ નથી. કેમકે એ જ્ઞાન પરલક્ષી છે. આહાહા..!
પોતે ભગવાન સ્વના જ્ઞાનમય સ્વરૂપ છે, આહાહા..! એને આ પરલક્ષીનું જ્ઞાન એનો પરિગ્રહ એને નથી. આહાહા..! આવી વાત છે. કર્મ નથી. આહાહા..! કર્મ તો કેવળીનેય ઇર્યાવરી કર્મ બંધાય છે ને? ઇર્યાવરી આવે છે ને? અગિયારમે, બારમે, તે૨મે. ઇ તો શાન કરાવ્યું. જ્ઞાની પોતે પોતાને અંદરમાં ઇર્યાવરી ને, આહા..! અરે..! આહાહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન ત્રિકાળી ચૈતન્યચંદ્ર, એ ચૈતન્યના ચંદ્રનો પરિગ્રહ જેણે પકડ્યો, એ મારો પરિગ્રહ છે. શાયકભાવ તે મારો પરિગ્રહ છે એને આ કર્મનો પરિગ્રહ ન હોય. આહાહા..! એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. એમ જેને જ્ઞાયકભાવ મારો પરિગ્રહ છે, આહાહા..! એને કર્મ મારો પરિગ્રહ છે એમ હોય નહિ. આહાહા..! ગજબ વાતું છે. આ તો કહે કે, કર્મને લઈને આમ થાય ને કર્મને લઈને આમ થાય. આહા..! બાપુ! કર્મને લઈને નહિ, તારે લઈને તારો જ્ઞાનનો ઉઘાડ અને ઢંકાવું તારાથી થાય છે. પણ એ ચીજેય તે ઇચ્છવા જેવી નથી. આહાહા..! એની પક્કડ નથી. જ્ઞાન મને ઓછું છે. આહાહા..! આખો જ્ઞાયકભાવ જ્યાં પ્રભુ પક્કડ્યો છે, આહાહા..! એને જાણવાના પર્યાયનું, પરનું જાણવું, હોં! એની પક્કડપરિગ્રહ નથી. આહા..!
‘નોકર્મ,..’ બાહ્યની જેટલી ચીજો છે એ બધા નોકર્મ, એનો પરિગ્રહ (નથી). સ્ત્રી, કુટુંબ, રાજ, છ ખંડના ચક્રવર્તીના રાજ, ઇન્દ્રના ઇન્દ્રાસનો, કરોડો અપ્સરાઓ ધર્મીને તેનો પરિગ્રહ નથી. કેમકે તે આ જ્ઞાનમયથી ઊંધુ અજ્ઞાનમય છે. આ જ્ઞાન નથી તેથી તે અજ્ઞાનમય છે. સમજાણું કાંઈ? આહાહા..! માણસ પછી કહે ને, ‘સોનગઢ’નો માર્ગ તો નિશ્ચયાભાસ છે. અરે..! પ્રભુ! સાંભળને ભાઈ! તું શું કહે છે, બાપુ! અમને ખબર નથી? ભાઈ! વીતરાગમાર્ગમાં ૫૨વસ્તુ એ મારી, એ આત્મામાં ન હોય. વીતરાગ સ્વભાવી ભગવાનઆત્માનો જ્યાં આદર થયો, વીતરાગી સ્વભાવ ભગવાનનો જ્યાં પરિગ્રહ થયો, આહાહા..! એને બાહ્ય કોઈપણ ચીજ મારી છે તેવી ઇચ્છા હોતી નથી. કેમકે ઇચ્છા અજ્ઞાનમય છે અને પરવસ્તુ પણ અજ્ઞાનમય ભાવ છે. આ જ્ઞાન ત્યાં નથી. આહાહા..! એ નોકર્મ (થયું).
મન,...’ આહાહા..! મન અજ્ઞાનમય ભાવ પરમાણુ મનમાં છે ને? એ અજ્ઞાનમય ભાવ છે. આહાહા..! મનના સંબંધે મને વિચાર આદિ આવે છે અને લાભ થાય છે, એમ નથી. આહા..! મન એ અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ તે જ્ઞાનમય ભાવવાળો ભાવ નથી. આહાહા..!