________________
૨૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ મુમુક્ષુ :- મન તો જડ છે.
ઉત્તર :- જડ છે માટે અજ્ઞાનમય કીધું ને. અરે. ભાવમન સંકલ્પ-વિકલ્પ છે એ પણ મારું સ્વરૂપ નથી. એ રાગમાં આવી ગયું. ભાવમન એટલે એકલું જ્ઞાન નહિ, ઓલા સંકલ્પ-વિકલ્પ. આહાહા...! એ અજ્ઞાનમય ભાવ સંકલ્પ-વિકલ્પમાં પ્રભુ ચૈતન્ય જ્ઞાનમય સ્વભાવના પરિગ્રહમાં એ અજ્ઞાનમય ભાવ ન હોય. આહાહા.! આ તો ત્રણલોકના નાથના ભાવ છે, ભાઈ! આહાહા...! હૈ? પરમાત્માનો સંદેશ છે, પ્રભુ! આહાહા! એ મન... મન (થયું). મન મારું છે... આહાહા.! એવો પરિગ્રહ ધર્મીને નથી. મારો તો ભગવાન જ્ઞાયકભાવ છે ત્યાં મન અજ્ઞાનમય ભાવ, એની પક્કડ એને કેમ હોય? આહાહા...!
વાણી...” વચન અજ્ઞાનમય છે. વચન છે એ અજ્ઞાનમય ભાવ છે. ઇચ્છા જેને નથી તેને અજ્ઞાનમય ભાવનો પરિગ્રહ નથી. ધર્મીને કોઈ ઇચ્છા જ નથી. આહાહા.! એને તો જ્ઞાયકભાવની અંદરમાં ભાવનાવાળો, એને ઇચ્છાનો પરિગ્રહ છે જ નહિ. તેથી, આહાહા.! વચનનો પરિગ્રહ એને નથી. આ વચન બોલાય છે એ મારાથી બોલાય છે અને મારું છે, આહાહા...! એમ નથી. આહા...! વચન તો વાણીવર્ગણામાંથી ઉત્પન્ન થાય છે.
મુમુક્ષુ :- ભાષાવર્ગણા.
ઉત્તર :- ભાષાવર્ગણા. વાણી કહો કે ભાષાવર્ગણા (કહો). એની વર્ગણામાંથી વચન ઉત્પન્ન થાય. એ કંઈ આત્માથી ઉત્પન્ન થતું નથી. આહાહા...! હવે અહીં ગળા સુધી રચ્યાપચ્યા સંસારમાં રસ. રસ. બસ. આહાહા.! હવે એને કહે છે કે, ધર્મી છતાં એને આમ ન હોય. એ તો અધર્મની દશામાં એ બધું મીઠાશ ને લાલ. લાલ લાળ બધું લાગે.
ધર્મદશા પ્રગટ થતાં એ વચનની વર્ગણાનો પરિગ્રહ નથી કે હું આમ બોલું. આહાહા...! આવી ભાષા હોય તો લોકોને ઠીક પડે, તો ભાષા મારે આમ કરવી. અરે.! પ્રભુ! એમ કયાં છે? આહાહા...!
મુમુક્ષુ :- શાસ્ત્રમાં આવે છે, મીઠું બોલવું.
ઉત્તર :- એ તો રાગની મંદતાની વાતું કરી. બોલે કોણ? બધી વાતું વ્યવહારની આવે ઘણી. ઉપકાર એકબીજાને કરવો, એવું “મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે. આઠમા અધ્યયનમાં. ભગવાને પણ ઉપકાર કર્યો હતો. માટે ઉપકારનું અધ્યયન વાંચું છું. એ બધી નિમિત્તની વાતું. અત્યારે તો એ ચાલ્યું છે, લોકનો આખો નકશો આપે અને નીચે લખે), પરસ્પર
જીવાનામ ઉપગ્રહો પરસ્પર જીવને ઉપકાર કરો. અરે.! એ શબ્દ આવે છે. બધે હવે ઇ ચાલ્યું છે હમણા. ચૌદબ્રહ્માંડનો નકશો અને નીચે આ શબ્દ મૂકે. “પરસ્પર ઉપગ્રહો જીવાનામ.” આ જીવને બીજા જીવનો ઉપકાર અને એ જીવને આનો ઉપકાર. આહા...!
સર્વાર્થસિદ્ધિ વિચનિકા'માં એ ઉપકારની વ્યાખ્યા કરી છે. એ ઉપકાર એટલે કે નિમિત્ત છે તેને ઉપકાર કહેવામાં આવ્યો છે. પણ નિમિત્તથી ત્યાં પરમાં કાંઈ થાય છે, એમ નથી.