________________
૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭
છે...’ ટંકોત્કીર્ણ, એવો ને એવો છે. જેમ અદબધનાથ, છે ને પાલીતાણા’? ઉપરથી કાઢી નાખીને અંદરથી મૂર્તિ કાઢી, મૂર્તિ. એમ ભગવાન અંતરમાં ટંકોત્કીર્ણ એવો ને એવો અનાદિઅનંત છે. આહા..!
શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ અનંત નિર્મળ ગુણની ખાણ, નિધાન એવો જે ભગવાનઆત્મા ‘એક શાયકભાવ...’ બે અને પર્યાય એ પણ અહીંયાં નહિ, એમ કહે છે. આહાહા..! હું તો એક શાયકભાવ છું એમ પર્યાય નિર્ણય કરે છે. પર્યાય, હું પર્યાય છું એમ નિર્ણય નથી કરતી. આહાહા..! એ તો પર્યાય કાર્ય અને કર્તા, કર્મ આદિ બધું થાય છે પર્યાયમાં, દ્રવ્ય તો કૂટસ્થ, ધ્રુવ છે. આહાહા..! એ ધ્રુવનો નિર્ણય કરનારી પર્યાય કહે છે કે, હું તો જ્ઞાયકભાવ છું. આહાહા..! છે?
એક શાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ...' આહાહા..! એક એક ગાથા ‘સમયસાર’, ‘પ્રવચનસાર’ અલૌકિક છે. આ કાંઈ વાર્તા નથી, ભાઈ! આ તો ધર્મ ભાગવત્ કથા, ભાગવત્ કથા છે. ‘નિયમસાર'માં છેલ્લે આવે છે, ભાગવત્ કથા છે). ભગવાનઆત્મા, એની કથા. આહાહા..! એ અહીંયાં કહે છે કે, એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે...’ ત્યાં એમ ન લીધું કે, પર્યાય મારો સ્વભાવ છે, એમ પણ ન લીધું. પર્યાય નિર્ણય કરે છે તે એમ કહે છે કે, હું તો એક શાયક સ્વભાવ છું. આહાહા..!
ટંકોત્કીર્ણ એકરૂપ ભેદ વિના, ગુણ-ગુણીના ભેદ પણ નહિ. રાગાદિ તો નહિ, પરદ્રવ્ય તો નહિ પણ પર્યાય પણ નહિ પણ ગુણ-ગુણીના ભેદ પણ નહિ. એક જ્ઞાયકભાવ.. આહાહા..! ચૈતન્યબિંબ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એવો એકરૂપ જ્ઞાયક સ્વભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને...’ જુઆ! શું કહ્યું? ‘એક શાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ...' એ આત્માનું તત્ત્વ. આહાહા..! આત્મા ભાવ અને આ ભાવસ્વરૂપ, ભાવવાન. જ્ઞાયકભાવ સ્વરૂપ, ભાવવાન એવું આત્મતત્ત્વ. આહાહા..! હવે આવું બહારની વાતવાળાને આકરું લાગે. બીજું શું થાય? ભાઈ! એ ચીજ જ અંદર એવી છે. જેને કોઈ અપેક્ષા નથી.
આહાહા..!
પર્યાય પણ જેમાં ઉ૫૨ તરે છે. રાગની વાત તો શું કહેવી? શાયકભાવ, એમાં પર્યાય પણ ઉ૫૨ તરે છે, અંદર પ્રવેશ નથી કરતી. આહાહા..! એ પર્યાય એમ નિર્ણય કરે છે કે, હું તો એક શાયક સ્વભાવ છું. એ મારું તત્ત્વ છે. આત્મતત્ત્વ તે હું છું. આહાહા..! છે? ટંકોત્કીર્ણ, ભેદ કરે છે, પરથી ભેદ ઉત્પન્ન કર્યો અને પોતાથી અભેદ શું? ટંકોત્કીર્ણ જેવી ચીજ છે એવી એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ (છે). કોનો? એવો આત્મા. એવું જે આત્માનું તત્ત્વ...' આહાહા..! જ્ઞાયકભાવ એ આત્માનું તત્ત્વ (છે). આહાહા..!
આત્મા અને જ્ઞાયકભાવ એ આત્મતત્ત્વ, આત્માનું તત્ત્વ. તેને (સારી રીતે) જાણે છે;... તેને સારી રીતે લખવું પડ્યું. કેમકે જાણવાના ક્ષયોપશમમાં વાત આવે એ જુદી ચીજ છે