________________
ગાથા-૨) અને વૈરાગ્ય બે શક્તિ સહિત હોય છે. ૨૦૦.
एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविवागं च मुयदि तच्चं वियाणंतो।।२००।। સુદૃષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો,
ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦. ઉપદેશની શૈલી તો એમ આવે ને! ટીકા, ૨૦૦ ગાથાની ટીકા. આ રીતે સમ્યગ્દષ્ટિ...” સમ્યક્ – સત્ય દૃષ્ટિ. જેવું પોતાનું પૂર્ણ સ્વરૂપ છે, એ પૂર્ણ સત્ છે તેની દૃષ્ટિ નિર્વિકલ્પ (થઈ) તેનું નામ અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આ રીતે સમ્યગ્દષ્ટિ સામાન્યપણે...” એટલે સામાન્યથી પણ પરનો સ્વામી નથી “અને વિશેષપણે....” એક એક વ્યક્તિની ભિન્ન ભિન્ન ચીજ હોય તેનો પણ એ સ્વામી નથી.
“સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ” પરભાવ (અર્થાત) આત્મા સિવાય રાગાદિ બધા પરભાવ. આહાહા...! સમ્યગ્દષ્ટિને) એ પ્રકારે સામાન્ય નામ સંક્ષેપથી બધાનો ત્યાગ અને વિશેષથી પણ એક એકનો રાગાદિ અંશનો પણ ત્યાગ (વર્તે છે). પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા)...' કરે. નાનામાં નાનો અંશ રાગ હોય એનાથી પણ ભિન્નતા કરે અને શરીરાદિ બાહ્ય ચીજ મોટી હોય, અનંત પરમાણુના સ્કંધાદિ એનાથી પણ ભિન્નતા કરે. આહાહા...!
સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને...” આની આટલી મર્યાદા છે. બાકી નિયમસારમાં તો પર્યાયને પણ પરદ્રવ્ય અને પરભાવ કીધી છે. આહાહા...! અહીંયાં તો આત્માના નિર્મળ પર્યાય સિવાય આ રાગાદિ, પરદ્રવ્ય આદિ અને પરભાવ અહીંયાં એટલું. નિયમસારમાં તો “શુદ્ધભાવ અધિકારમાં નિર્મળ પર્યાય થાય, ધર્મપર્યાય હોય (તેને) પણ પરભાવ, પરદ્રવ્ય હેય (કીધી છે). આહાહા...! કેટલા પ્રકાર પરભાવના? આત્મા સિવાય પરવસ્તુ અનંતી. પંચપરમેષ્ઠી પણ પરદ્રવ્ય અને પરભાવમાં જાય છે. કેમકે એનામાં અને પોતાની પર્યાયમાં અત્યંત અભાવ છે. આહાહા...! એ અને અહીંયાં શરીરાદિ પરભાવ (કહ્યા). પુણ્ય-પાપ પરભાવ અને પુણ્ય-પાપને જાણવાવાળી પર્યાય એ પણ ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ પરભાવ છે. અહીં એટલું લેવું નથી. ત્યાં તો કુંદકુંદાચાર્યે પોતાની ભાવના માટે નિયમસાર ગ્રંથ બનાવ્યો છે. પોતાની ભાવના માટે બનાવ્યો છે. અલૌકિકા આહાહા.! દુનિયાથી બધી જાતફેર છે. આહાહા...!
અહીં કહે છે કે, આ રાગનો નાનામાં નાનો વિકલ્પ (આવ્યો), અરે! જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તેનાથી પણ ભેદજ્ઞાન કરે છે. એ મારી ચીજ નહિ, હું તેનો કર્તા નહિ. આહાહા.! મારી ચીજમાં નથી, હું તેમાં નહિ, હું તેનો કર્તા અને સ્વામી નહિ. એમ સમ્યગ્દષ્ટિ સર્વ પરભાવોથી ભેદજ્ઞાન, ભિન્નતા કરીને આહા...! “ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ