________________
ગાથા-૨૦
૯૩
અને અંદરમાં અનુભવ કરવો એ બીજી ચીજ છે. આહાહા..! એ માટે કહ્યું કે, ‘(સારી રીતે) જાણે છે...’ એટલે જેવું છે તેવું અનુભવે છે, જાણે છે તેનો અર્થ. જેવો ભગવાન જ્ઞાયકભાવ છે, એવું જે આત્મતત્ત્વ, તેને સમ્યગ્દષ્ટિ જાણે છે એટલે અનુભવે છે. સમજાણું કાંઈ?
અને એ રીતે તત્ત્વને જાણતો,...' એ પ્રકારે તત્ત્વને જાણતો થકો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય...’ આહાહા..! એ ભેદજ્ઞાનની અપેક્ષાએ વાત કરી. જ્ઞાનપ્રધાન કથન (છે). ‘સ્વભાવના ગ્રહણ...’ જ્ઞાયકસ્વભાવ આત્મતત્ત્વ, તેનો સ્વીકાર, ગ્રહણ, આદર, વેદન, અનુભવ અને પરભાવના ત્યાગથી...' રાગાદિનો અત્યંત અભાવ, એવું આત્મામાં પિરણમન થવું. આહાહા..! આ ૨૦૦ ગાથા છે. સ્વભાવના ગ્રહણ...' શાયક સ્વભાવ પૂર્ણ સ્વરૂપ એકરૂપ તત્ત્વ, અનંત ગુણ ભલે હો પણ વસ્તુ તત્ત્વ તો એકરૂપ છે. એ એકરૂપનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ. આહાહા..! એવા ‘ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (–પ્રસિદ્ધ કરતો),...' વસ્તુત્વ (એટલે) વસ્તુપણું, વસ્તુપણું. આહાહા..! એ શાયકભાવ એ વસ્તુપણું તેને વિસ્તારતો થકો. આહાહા..! જ્ઞાયક ને દૃષ્ટાપણાની દશાને ફેલાવતો થકો. આહાહા..! જાણવું-દેખવું એવા સ્વભાવને ફેલાવતો, વિસ્તારતો થકો, પર્યાયમાં, હોં! આહાહા..! વસ્તુ તો વસ્તુ છે, પરંતુ વસ્તુને ગ્રહણ કરવી અર્થાત્ તેને ફેલાવે છે, વિસ્તાર (કરે છે). પર્યાયમાં તેની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આહાહા..!
વસ્તુત્વને વિસ્તારતો (–પ્રસિદ્ધ કરતો),...' જોયું? વસ્તુને નહિ, વસ્તુને નહિ. વસ્તુત્વ – વસ્તુપણું, આત્મતત્ત્વનું જ્ઞાયકપણું, તેને વિસ્તારતો થકો. આહાહા..! આવી ચીજ છે. આવો તે જૈનધર્મ હશે કંઈ? જૈનધર્મ તો છકાયની દયા પાળવી, અપવાસ કરવા, વર્ષીતપ કરવા, દાન દેવું, બાપુ! એ કંઈ જૈનધર્મ નથી. એ તો રાગ છે, એ જૈનધર્મ છે જ નહિ. આહાહા..! અહીં તો વીતરાગ ત્રિલોકનાથ જૈન પરમેશ્વરની આ વાણી છે. સંતો આડતિયા થઈને વાત કરે છે. પરમેશ્વર આમ કહે છે, એમ કહે છે ને? આહાહા..! વસ્તુત્વને વિસ્તારતો (– પ્રસિદ્ધ કરતો)...’ આહાહા..! કમળ જેમ ખીલે એમ સમ્યગ્દષ્ટિ દ્રવ્યના સ્વભાવનો ખીલવતો થકો. આહાહા..! વિકાસ કરતો થકો. આહાહા..! પર્યાયમાં દ્રવ્ય સ્વભાવનું એકત્વ કરવાથી વિસ્તાર કરતો થકો. આહાહા..!
આવો ક્યાં ધર્મ કાઢ્યો? કોઈ કહે. એકાંત છે, એમ લોકો કહે છે. અરે...! ભાઈ! પ્રભ! તું સાંભળ તો ખરો. એમ કે, બારમી ગાથામાં તો એમ કહ્યું છે કે, ‘અપરમે દિવા’. સાધુ, શ્રાવકને તો આ વ્રત, તપ, ભક્તિ, પૂજા એ ધર્મ છે એમ કીધું છે. બારમી ગાથામાં એમ કહે છે, ‘અપરમે દિવા માવે” અરે...! ભગવાન! તેં ટીકા જ જોઈ નથી. ‘અપરમે દિવા માવે”નો અર્થ “તવાત્વે તે કાળે જાણેલો પ્રયોજનવાન (છે). આદરણીય અને કરવાલાયક છે, એ વાત જ ત્યાં નથી. આહા..! ‘કરુણાદીપ’માં કાલે આવ્યું હતું. ‘સોનગઢી’ પંથ તો એકાંત મિથ્યાત્વ છે. કારણ કે જે ક્રિયાકાંડ ધર્મની પહેલી કરવી જોઈએ એને તો ધર્મ