________________
૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ માનતા નથી. બારમી ગાથામાં કહ્યું છે કે, પહેલું એ કરવું. શ્રાવક અને મુનિનો એ ધર્મ છે. અપરમે દિવા માવે નીચલી દશામાં તો આ જ હોય છે. પણ એનો અર્થ ત્યાં તને ખબર નથી, બાપુ! ‘અમૃતચંદ્રાચાર્ય’ (એમ કહેવા માગે છે), તવાÒ” તે કાળે સ્વરૂપ શુદ્ધ છે તેનું ભાન થયું, અનુભવ થયો પણ પર્યાયમાં હજી શુદ્ધતા થોડી અને અશુદ્ધતા થોડી છે એને જાણવું. તે તે કાળે જે જે પ્રકારની શુદ્ધતા અને અશુદ્ધતા પર્યાયમાં (છે) એ પર્યાયને જાણવું એ જ વ્યવહારનયનો વિષય છે. આહાહા..! ત્યાં કરવું અને આ વ્યવહાર ધર્મ છે એ પ્રશ્ન ત્યાં છે જ નહિ, ભાઈ! આહાહા..! મોઢા આગળ એ બધું લઈને (કહે), ‘સોનગઢ’નું એકાંત છે. ગમે તે કહે, બાપા! ભાઈ! તારી ચીજ કોઈ જુદી છે. તને તારી ખબરું નહિ અને તું બીજી રીતે માની રહ્યો છો). આહાહા..!
પોતાના વસ્તુત્વને વિસ્તારતો... આહાહા..! ‘કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવો...' દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, શરી૨, વાણી, મન, કર્મ આદિ બધી ચીજો એ બધાને છોડતો થકો. એટલે તેનું લક્ષ કરતો નથી. આહાહા..! સમસ્ત ભાવોને છોડે છે, તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે...’ આહાહા..! પોતાના પૂર્ણ સ્વરૂપના અનુભવનું જ્ઞાન અને શુભ-અશુભ ભાવનું વિરક્તપણું – વૈરાગ્ય, પરથી તો વૈરાગ્ય હોય જ છે. અંદર શુભ-અશુભ ભાવથી પણ વિરક્ત, તે વૈરાગ્ય. અસ્તિત્વનું જ્ઞાન અને પુણ્ય-પાપના નાસ્તિત્વનો વૈરાગ્ય. એ નહિ, એવો વૈરાગ્ય. એ જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન છે. આહાહા..! દુકાન છોડી ને ધંધા છોડ્યા ને બાયડી, છોકરા છોડ્યા માટે એણે આ છોડ્યું, એમ અહીં નથી. આહાહા..! એ વૈરાગ્ય નથી.
વૈરાગ્ય તો એને કહે કે, જે શુભ-અશુભ ભાવ છે તેનાથી વિરક્ત થાય. એમાં રક્ત છે એ મિથ્યાત્વ છે. જેનાથી વિરક્ત થાય અને સ્વભાવની દૃષ્ટિમાં પૂર્ણને સ્વીકારે અને આ બાજુથી રાગથી અભાવ – વૈરાગ્ય થાય, એ જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ ધર્મીની હોય છે. આહાહા..! છે? ‘તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી...' એટલે નિશ્ચયથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે...' સ્વરૂપનું જ્ઞાન અને વિકારના અભાવનો વૈરાગ્ય. આહાહા..! એથી ધર્મી જીવ જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન હોય છે (એમ સિદ્ધ થયું).' એ સાબિત કર્યું. આહા..!
ભાવાર્થ :- જ્યારે પોતાને તો શાયકભાવરૂપ સુખમય જાણે...' જ્ઞાયકભાવરૂપ અને સુખમય. વજન અહીં છે. પોતાને જ્ઞાયકભાવ અને આનંદ, અતીન્દ્રિય આનંદમય (જાણે). આહાહા..! ભાવાર્થ છે? ભગવાનઆત્મા જ્ઞાયકભાવ અને આનંદ, અતીન્દ્રિય આનંદમય, સુખમય, સુખવાળો એમેય નહિ. સુખવાળો (નહિ), સુખમય. અતીન્દ્રિય આનંદ સુખમય પ્રભુ આત્મા તો (છે). આહા..! પોતાનું સ્વરૂપ જ અતીન્દ્રિય આનંદમય છે. એથી સુખમય કહ્યું. મય એટલે તે રૂપ, એમ. સુખરૂપ, સુખવાળો (નહિ), સ્વરૂપ જ સુખરૂપ છે. ભગવાન અતીન્દ્રિય આનંદરૂપ જ છે, સુખમય છે. સુખવાળો એમેય નહિ. આહાહા..! આવી વાત છે એટલે