________________
ગાથા-૨૦
૯૫
લોકોને વ્યવહા૨નો લોપ કરે તો જ નિશ્ચય થાય તેથી એ લોકોને ગોઠતું નથી. વ્યવહાર કરે, વ્યવહા૨ કરે, વ્યવહા૨ કરે. દયા, વ્રત, ભક્તિ, તપસ્યા, અપવાસ કરે પછી થાય કે નહિ? આહાહા..!
અહીં તો કહે છે કે પહેલેથી સ્વભાવની પૂર્ણતાનું ભાન, અનુભવ અને રાગથી વિકલ્પથી માંડી આખી ચીજનો વૈરાગ્ય. એનાથી અત્યંત અભાવ સ્વભાવરૂપ પરિણમન. પંડિતજી! આવી વાત છે. આહાહા..! અહીં તો ભઈ, સંસારના વિકલ્પથી મરી જવાનું છે, બાપા! આહા..! શુભાશુભ રાગથી તો મરી જવાનું છે અને ચૈતન્યના સ્વભાવથી જીવન ગાળવાના છે. આહાહા...! પ્રભુ તો આમ કહે છે, બાપુ! તને લાગે, ન લાગે જુદી વાત છે. આહા..! ત્રણલોકનો નાથ, તેના જ્ઞાનમાં ત્રણકાળ જણાણા એની વાણીમાં આ આવ્યું, ઇ આ પ્રવચન. દિવ્યધ્વનિ કહો કે પ્ર–વિશેષે વચનો કહો. આ દિવ્યધ્વનિ છે.
પોતાને તો શાયકભાવરૂપ સુખમય જાણે... એકલો શાયકભાવ ન લીધો. કારણ કે ૫૨માં કાંક ક્યાંક સુખબુદ્ધિ રહી જાય ત્યાં સુધી મિથ્યાત્વ રહે. આહાહા..! પોતાના આત્મામાં આનંદ, અતીન્દ્રિય આનંદનો ગંજ, પૂંજ ભર્યો પડ્યો છે. એ સિવાય કોઈ ચીજમાં શ૨ી૨, સ્ત્રીમાં, કુટુંબમાં-પરિવારમાં, આબરુમાં, મકાનમાં, કપડા-બપડા ને દાગીના બરાબર સરખા પહેરે તો આ મને ઠીક છે, મજા છે. આહાહા..! એ બધા મિથ્યાત્વ શલ્ય છે. આહાહા..! જ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ...' જ્ઞાયકભાવ લીધો છે ને? દ્રવ્ય જે છે એ ભાવવાન છે, આ એનો જ્ઞાયકભાવ છે, જ્ઞાયકપણું છે, એનું – ભગવાનનું તત્ત્વપણું એ છે. આહાહા...! એ જ્ઞાયકભાવરૂપ અને સુખમય. શાયકભાવરૂપ. જોયું? તન્મય છે ને? શાયકભાવવાળો એમેય નહિ. જ્ઞાયકભાવરૂપ અને સુખમય. અભેદ વર્ણવ્યું. આહાહા..! આવી વાતું છે. ઝીણી પડે પ્રભુ પણ આ કરે છૂટકો છે. એ સિવાય જન્મ-મરણ (મટશે નહિ). આહાહા...!
એ ચોરાશીના અવતાર એક એક અવતારમાં એણે દુઃખો વેઠ્યા. આહા..! નરકની દસ હજારની વર્ષની જઘન્ય સ્થિતિ, એના દુઃખનું વર્ણન, પ્રભુ કહે છે કે, કરોડો ભવે અને કરોડો જીભે ન થાય. તારા ગુણો જેમ અનંત મુખે અને અનંત જીભે ન થાય... આહાહા..! તેવું તારું દુઃખ જે છે... આહાહા..! એ પણ કરોડો ભવે અને કરોડો જીભે ન થાય. અનંત ભવે તો નહિ કારણ કે દુઃખની મર્યાદા છે ને? આ તો અતીન્દ્રિય આનંદ અને જ્ઞાન તો અમર્યાદિત સ્વભાવ છે. હેં? આહા..! કારણ કે દુઃખ કાંઈ, આત્મામાં આનંદ ને જ્ઞાન શક્તિઓ અમર્યાદિત છે એવું કાંઈ દુઃખ નથી. દુઃખ તો મર્યાદિત છે. આહાહા..! પણ મર્યાદિત દુઃખમાંય અનંતતા છે, કહે છે. આહાહા..! કરોડ મુખે અને કરોડ જીભે ન કહેવાય, બાપુ! આહા..! તને શેના હરખના હડકા ૫૨માં આવે છે? એમ કહે છે. ૫૨માં હરખના હડકા, હરખ પ્રભુ! હરખ તો, આનંદ તો તારો તારામાં છે. આહાહા..!
જ્યારે પોતાને તો શાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને