________________
૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આકુળતારૂપ દુઃખમય જાણે....” આકુળતારૂપ. રાગાદિ વિકાર. આહાહા.! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આકુળતારૂપ છે. આહાહા...! “આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું...”
ત્યારે તો પોતાના જ્ઞાયકરૂપ અને સુખમય આત્માને જાણ્યો તો ત્યાં રહેવું, ત્યાં આસન લગાવવા. આહાહા...! ઉદાસીન. રાગથી ઉદાસીન થઈ સ્વભાવમાં આસન લગાવવા. આહાહા...! જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા...' છે ને? પર રાગ આદિથી વિરાગતા. આહાહા...! એ બને અવશ્ય હોય જ છે...' બેય જરૂર હોય છે.
આ વાત પ્રગટ અનુભવગોચર છે....... એ વાત પ્રગટ અનુભવગમ્ય છે. ભગવાન આનંદસ્વરૂપ છે, રાગાદિ દુઃખરૂપ છે, એ તો પ્રગટ અનુભવગમ્ય છે. આહાહા.! “એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે.” આ જ્ઞાન અને આવો જે વૈરાગ્ય. પૂર્ણ સ્વરૂપ જ્ઞાનમયનું જ્ઞાન અને રાગથી વિરક્તતા એવો વૈરાગ્ય, એ સમ્યગ્દષ્ટિનું લક્ષણ છે, એ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે. આહાહા.!
જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે... આહાહા.! રાગના કણમાં પણ જેને રાજીપો અને ખુશીપણું છે અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે છે... આહાહા.! સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ દયા, દાન, વ્રતાદિ કે ગુણ-ગુણીનો ભેદનો રાગ, એ રાગનો જેને પ્રેમ છે, આસક્ત છે. આહાહા...! “અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે એવા અર્થનું કળારૂપ કાવ્ય કહે છે :- લ્યો. કળશ છે ને કળશ?
©
••••••••••••••••••••••• ( શ્લોક-૧૩૭)
(મુન્દ્રાન્તિા) सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आबम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः ।।१३७।।
શ્લોકાર્ધ :- '' લયમ્ ૩૬ સ્વયમ્ સચવૃષ્ટિ, મે ખાતુ: વન્ય: ચાત્ ] આ હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિને બંધ કહ્યો નથી)' [ રૂતિ ] એમ માનીને [ ૩ત્તાન-ઉત્પન-વના: ] જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત રોમાંચિત) થયું છે એવા [ રાગિણ: ] રાગી જીવો (૫રદ્રવ્ય પ્રત્યે