________________
શ્લોક–૧૩૭ રાગદ્વેષમોહભાવવાળા જીવો- [ પ ] ભલે | ગીરન્ત ] મહાવ્રતાદિનું આચરણ કરો તથા [ સમિતિપતાં ગાતડુત્તા ] સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો [ ગદ્ય કપિ ] તોપણ હજુ [ તે પાપા: ] તેઓ પાપી (મિથ્યાષ્ટિ) જ છે, [ યતઃ ] કારણ કે [ માત્મ-અનાત્મએવામ-વિરો] આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી [ સચવત્ત્વ-રિવતા: સત્તિ] તેઓ સમ્યક્તથી રહિત છે.
ભાવાર્થ - પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ થતો નથી એમ માને છે તેને સમ્યક્ત કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે તે વળી સમ્યગ્દષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ તો પોતાની નિંદા-ગહીં કરતો જ રહે છે. જ્ઞાન થવામાત્રથી બંધથી છુટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપશુદ્ધોપયોગરૂપ-ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, બંધ થતો નથી એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તનાર જીવ મિથ્યાદૃષ્ટિ જ છે.
અહીં કોઈ પૂછે કે “વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો ? તેનું સમાધાન - સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે;
જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી.
વળી કોઈ પૂછે છે કે - પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાદૃષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યક્ત કેમ છે? તેનું સમાધાન:- અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી-ભેદજ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી (વ્રત-સમિતિ પાળતાં) પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પર જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું; કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા
* સમિતિ = વિહાર, વચન, આહાર વગેરેની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે.