________________
૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
હતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું. આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલુંબૂરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી. સમ્યગ્દષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે - આ કર્મનું જોર છે; તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. તે તેમને રોગવત્ જાણે છે. પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઇલાજ કરવારૂપે પ્રવર્તે છે તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કા૨ણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો ? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. આ રીતે સમ્યગ્દષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદૃષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણતું. અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે, મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી. આવા મિથ્યાસૃષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે. મિથ્યાસૃષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે-વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહા૨થી જ મોક્ષ માને છે, ૫રમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ છે - તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે.૧૩૭.
શ્લોક-૧૩૭ ઉ૫૨ પ્રવચન
(મન્વાગતા)
सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु ।
आबम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्सन्ति સમ્યવત્ત્વરિત્તા: ૧રૂ||
[ ઞયમ્ અન્ન સ્વયમ્ સંસૃષ્ટિ:, મે નાતુ: વન્ધઃ ન રચાત્ ] ‘આ હું પોતે સમ્યગ્દષ્ટિ
છું, મને કદી બંધ થતો નથી...’ એમ કે ગમે તેવા વિષય હું ભોગવું પણ મને બંધ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને બંધ નથી. અરે..! ભાઈ ! કહ્યું છે તે કોની અપેક્ષાએ ?