________________
શ્લોક–૧૩૭
૯૯ આ...હા...! જેને રાગનો રાગ છૂટી ગયો છે અને સ્વભાવના પ્રેમમાં રુચિનું પરિણમન થઈ ગયું છે. આહાહા.! તેને કહ્યું છે કે વિષય ભોગવવા છતાં તેને બંધ નથી. અને તું સ્વચ્છંદી થઈને એમ કહે કે, અમે સમ્યગ્દષ્ટિ છીએ, વિષય ભોગવતા બંધ નથી. આહા...હા...!
હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિને બંધ કહ્યો નથી) એમ માનીને...” પિત્તાન-ઉત્પનવ-વના: જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત રોમાંચિત) થયું છે...” અમારે શું છે ? શરીરનો ધર્મ શરીર કરે. ભોગ શરીર કરે. અરે..! બાપા ! ભાઈ ! તને અંદર રાગની એકતાની બુદ્ધિ પડી છે, મિથ્યાત્વ છે અને તું એમ માને છે કે આ મને બંધ નથી. આહાહા..! “ઊંચું તથા પુલકિત (રોમાંચિત) થયું છે એવા રાગી જીવો –પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહવાળા જીવો-) ભલે મહાવ્રતાદિનું આચરણ કરો...” ઠીક ! મહાવતેય રાગ છે. રાગનો પ્રેમ છે કે આ આચરણ મારું છે, તો એ મિથ્યાદૃષ્ટિ છે. ભલે મહાવ્રતનું આચરણ કરે. આહાહા.! પંચ મહાવ્રત પાળે તોય મિથ્યાદૃષ્ટિ છે. મહાવ્રત રાગ છે, રાગનો પ્રેમ છે તે મિથ્યાત્વ ભાવ છે. આહાહા! ત્યારે બીજે ઠેકાણે કહ્યું છે ને કે મુનિઓએ મહાવ્રત પાળવા. મહાવ્રત તો મહાવ્રત મોટા છે. એના જેવું મોટું કોઈ નથી. એવું આવે છે ને ? એ તો બાપુ! અંદર સ્વરૂપની રમણતા થઈ છે એની ભૂમિકામાં નિશ્ચય મહાવ્રત છે, એમાં વ્યવહારે વ્રત છે એની વાતું કરી છે. આહાહા...!
અહીં આ ચોખ્ખું કીધું ને ! “મહાવ્રતાદિનું આચરણ કરો તથા સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો. બરાબર મંદ રાગથી મૌન રહે, ઓછું બોલે. આહા...! નિર્દોષ આહાર લે. એ તો બધી ક્રિયાકાંડ રાગની છે. એમાં તત્પર રહે ‘તોપણ તેઓ પાપી મિથ્યાદૃષ્ટિ) જ છે” ઠીક ! મહાવ્રત પાળે તોય પાપી છે, મિથ્યાદષ્ટિ છે. કારણ કે આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી તેઓ સમ્યકત્વથી રહિત છે. આહાહા...! વિશેષ કહેવાશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૨૭૭ શ્લોક–૧૩૭ બુધવાર, અષાઢ વદ ૯, તા. ૧૯-૦૭-૧૯૭૯
સમયસાર ૧૩૭ કળશ છે ને? એનો – કળશનો ભાવાર્થ છે. પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ થતો નથી એમ માને છે તેને સમ્યકત્વ કેવું?” શું કહે છે? જેને આત્મા સિવાય પરદ્રવ્ય, રાગ, કર્મ, શરીર, બાહ્ય ચીજ કોઈ પ્રત્યે પણ રાગ રહે અને માને કે હું સમ્યગ્દષ્ટિ છું એ વિપરીત માન્યતા છે. આહા.! ઝીણી વાત છે. ખરેખર “પદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં...' સ્વદ્રવ્ય પ્રત્યે જેને આત્માના આનંદનો પ્રેમ, દૃષ્ટિ થઈ, હું તો અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છું, એવી સમ્યગ્દષ્ટિ