________________
૧૦)
સમયસાર સિદ્ધિ ભાગ-૭ થઈ તેને પોતા સિવાય પર પ્રત્યે ક્યાંય રાગ થતો જ નથી. અને પર પ્રત્યે રાગ રહે અને એ સમ્યગ્દષ્ટિ માને તો એ વિપરીત છે. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ!
સમ્યગ્દર્શન અને ચારિત્રદોષ એ બીજી ચીજ છે. અહીંયાં કહે છે કે, ચારિત્રદોષ થયો એ પોતાનો માને એ પરવસ્તુ છે. શરીર, વાણી તો પરવસ્તુ છે જ પણ અંદર દયા, દાન, વ્રતના પરિણામ આવે છે તે પણ રાગ (છે), તે પણ ખરેખર તો પરવસ્તુ, પરદ્રવ્ય છે. એના પ્રત્યે જેને રુચિ રહે તે સમ્યગ્દષ્ટિ ન રહી શકે. આહાહા...!આવો માર્ગ. આ તો ધર્મની પહેલી શરૂઆત, ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શનની વાત છે). સમ્યક નામ જેવું આત્માનું પૂર્ણ સ્વરૂપ છે, સત્ય છે એવો અનુભવ થવો અને અનુભવ થઈને દૃષ્ટિમાં પ્રતીતિ આવવી તેને પર પ્રત્યે રાગ રહેતો નથી. આહાહા...!
તે વ્રત-સમિતિ પાળે ભલે પંચ મહાવ્રત પાળે, સમિતિ, નિર્દોષ આહાર, પાંચ સમિતિ ચોખ્ખી પાળે ‘તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી.” એ મહાવ્રત અને સમિતિ એ રાગ છે, એ પોતાનું સ્વરૂપ નહિ. એ સ્વ પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય અને મહાવત ને સમિતિનો શુભ રાગ, બેયનું ભિન્ન જ્ઞાન નથી એ સમ્યગ્દષ્ટિ નથી. આહાહા.! ઝીણી વાત (છે). “સ્વપરનું જ્ઞાન...” સ્વપરમાં આ. આત્મા જ્ઞાયક સ્વરૂપ સ્વ અને વિકલ્પ જે રાગથી માંડીને પર, એ પદ્રવ્ય અને સ્વદ્રવ્યની) ભિન્નતાનું ભાન નથી એ સમ્યજ્ઞાની કેવો? આહાહા.ભલે એ પંચ મહાવ્રત પાળતો હોય, સમિતિ કરે, નિર્દોષ આહાર ભે), તેને માટે ચોકા કરેલો (આહાર) ન ત્યે તોપણ એ તો રાગ છે અને રાગમાં ધર્મ માનવો અને રાગમાં ધર્મનું કારણ માનવું (એ) મિથ્યાષ્ટિ છે. આહાહા...!
પોતાને બંધ નથી થતો એમ માનીને...” છે ને? (વત-સમિતિ) “તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે.” પાપી જ છે, એમ કહે છે. આહાહા.મહાવ્રત પાળે, પંચ સમિતિ, ગુપ્તિ, અઠ્યાવીસ મૂળગુણ પાળે છતાં એ રાગ મારી ચીજ છે અને તેમાં મને કાંઈક ધર્મનું કારણ થશે એવી દૃષ્ટિ છે એ પાપી છે. આહાહા.!ગજબ વાત છે. અઠ્યાવીસ મૂળગુણ પાળે, પંચ મહાવ્રત પાળે તોપણ કહે છે કે, પાપી છે. આહાહા.!અને સમ્યગ્દષ્ટિ અસ્થિરતાના રાગાદિ આવે છે અને ભોગ પણ ધે છે તોપણ ભોગના ભાવની નિર્જરા થાય છે. આહાહા.કેમકે તેમાં રસ ઊડી ગયો છે. પોતાના આનંદના રસમાં રાગમાં અને રાગના ફળમાં રસ ઊડી ગયો છે. આહાહા...! ફિક્કો પડી ગયો છે. આહા...! અને અજ્ઞાનીને એ મહાવ્રતના પરિણામમાં રસ પડ્યો છે. એ ધર્મ છે અને એ ધર્મનું કારણ છે. મહાવ્રત પાળતા પાળતા સમ્યગ્દર્શન થશે, ચારિત્ર થશે એમ માને છે) તો એ મિશ્રાદષ્ટિ છે.
જોકે “નિયમસારમાં એક શ્લોકમાં કહ્યું છે, મહાવ્રત, પંચ સમિતિ, ગુપ્તિ એ આત્માનું સ્વરૂપ છે. એ તો નિશ્ચય મહાવ્રત, આત્માનું ધ્યાન તેને કહ્યું છે. નિયમસારમાં શ્લોકમાં છે. પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ભાવ, વ્રત આદિ ધર્મ એ આત્મા છે, આત્માનો