________________
શ્લોક-૧૩૭
૧૦૧
એ ધર્મ છે. એ તો રાગથી રહિત પોતાના સ્વરૂપમાં લીનતા તેને ત્યાં મહાવ્રત કહ્યું છે. સમજાણું કાંઈ? આહાહા..!અને આ મહાવ્રત તો આત્માના ભાન વિના રાગની ક્રિયા કરે, અહિંસા, સત્ય, દત્ત પાળે (અને) એ ધર્મનું કારણ છે અને ધર્મ થશે, એમ માનના૨) મિથ્યાદૃષ્ટિ છે. સ્વપરના જ્ઞાનની ભિન્નતા છે નહિ. આહાહા..!આવી વાત છે.
સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીના રાજમાં પડ્યો હોય તોપણ કહે છે કે એ પાપી નહિ, એ તો ધર્મી મોક્ષમાર્ગી છે. હૈં? આહાહા..!સમ્યગ્દષ્ટિ છે, ચક્રવર્તીના રાજમાં પડ્યો છે તોપણ મોક્ષમાર્ગી છે. ‘રત્નકદંડ શ્રાવકાચાર'માં (આવે) છે. અને પંચ મહાવ્રત પાળે, સમિતિ, ગુપ્તિ પાળે પણ એ ધર્મનું કારણ છે અને એમાં પ્રેમ છે તો એ મિથ્યાષ્ટિ છે. આહાહા..! આટલો બધો ફેર છે. લોકોને બેસવું કઠણ પડે. એ પાપી છે. પાપી જ છે.’ એમ લખ્યું છે. પાપી જ છે.’ એમ. પાપી જ, પાપી જ છે. મહાવ્રતને પાળે પણ રાગનો પ્રેમ છે અને રાગની રુચિ છે અને સ્વભાવ ચૈતન્યમૂર્તિ ભગવાન શાયક (છે), તેની દૃષ્ટિનો તો અભાવ છે, એ પાપી જ છે. આહાહા..!
પોતાને બંધ થતો નથી એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે છે...’ પંચ મહાવ્રતાદિ પાળે પણ મને બંધ નથી થતો અને સ્વચ્છંદે પ્રવૃત્તિ કરે છે તે વળી સમ્યગ્દષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય...' પૂર્ણ ચારિત્ર સ્વરૂપમાં રમણતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે...' સમ્યગ્દષ્ટિને પણ રાગનો બંધ થાય છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી રાગથી તેને બંધ તો થાય જ
છે.
અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ તો પોતાની નિંદા-ગર્હ કરતો જ રહે છે.’ આહાહા..! એ શુભરાગ આવે છે, અશુભરાગ પણ આવે છે. સમિકતીને આર્તધ્યાન, રૌદ્રધ્યાન પણ આવે છે. આહાહા..! છતાં તેનો રસ, પ્રેમ નથી. દુઃખ લાગે છે. કાળો નાગ જેમ જોવે એમ રાગને જોવે છે. આહા..! ઝેર, શુભભાવને જ્ઞાની ઝેર જોવે છે. અજ્ઞાનીને મીઠાશ લાગે છે. એ મહાવ્રતના પરિણામમાં મીઠાશ માને છે કે મહાવ્રતના પરિણામ મારો ધર્મ છે. એ પાપી છે. આહાહા..! આટલો બધો ફેર. સમ્યગ્દષ્ટિને રાગ આવે છે પણ પોતાની નિંદા-ગાઁ કરે છે. અરે......! રાગ તો દુઃખ છે, પાપ છે, દોષ છે, બંધનું કારણ છે. મારા સ્વરૂપથી એ જાત જુદી છે. એમ સમ્યગ્દષ્ટિ માને છે. આહા..!
જ્ઞાન થવામાત્રથી બંધથી છૂટાતું નથી, જ્ઞાન થયા પછી...’ સ્વરૂપનું જ્ઞાન થયા પછી. ચૈતન્યમૂર્તિ ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદનો અને અતીન્દ્રિય શાંતિનો સાગર પ્રભુ, તેનો જેને રસ અને દૃષ્ટિ થઈ, આહા..! તો એ જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ-શુદ્ધોપયોગરૂપચારિત્રથી બંધ કપાય છે.’ તેમાં પછી શુદ્ધઉપયોગરૂપ, શુભજોગ. શુભ અને અશુભ જોગ જુદી વાત છે અને આ શુદ્ધજોગ, શુદ્ધવેપાર. કહેવાય છે જોગ, પણ શુદ્ધજોગ છે, એ શુદ્ધવેપાર