________________
૧૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે, શુદ્ધઉપયોગ છે. અને શુભ ને અશુભ છે એ આસવ છે, બંધનું કારણ છે. અને શુદ્ધજોગ, ને આત્માનો વેપાર એ નિર્જરાનું કારણ છે. આહાહા..!એક શુદ્ધયોગ અને એક શુભયોગ, બેમાં મોટો તફાવત છે. શુભજોગ એ બંધનું કારણ છે અને શુદ્ધયોગ એ સંવર, નિર્જરા, ધર્મનું કારણ છે. આહાહા..!બહુ ફેર. માટે રાગ હોવા છતાં,...' ધર્મીને બંધ થતો નથી’ એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ મિથ્યાદષ્ટિ જ છે.’ અમે સમકિતી છીએ, અમને ગમે તે ભાવ હો, અમે ભોગ લઈને, વિષય લઈએ અમારે શું છે? એ તો મિથ્યાદૃષ્ટિ છે, સ્વચ્છંદી છે. આહાહા..!સમજાણું કાંઈ?
‘અહીં કોઈ પૂછે કે..’ પ્રશ્ન છે કે વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે...' પંચ મહાવ્રત, પાંચ સમિતિ, શરીરનું બ્રહ્મચર્ય, શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળે એ તો બધા શુભ કાર્ય છે. તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?” પુણ્યવંત તો કહો. મહાવ્રત પાળે, નગ્નપણે રહે, અઠ્યાવીસ મૂળગુણ પાળે, દુકાન, ધંધા-બંધા છોડી દો... આહાહા..!અને જંગલમાં રહે, નગ્નપણે રહે, પંચ મહાવ્રત બરાબર ચોખ્ખા નિરતિચાર પાળે. આહા..! એ તો શુભકાર્ય છે. તેને તમે પાપી કેમ કહો છો? આહાહા..!શુભકાર્ય કરનાર પુણ્યવંત નહિ કહીને તમે પાપી કહો છો. અશુભભાવ કરનારને પાપી કહો પણ આ શુભભાવના કાર્ય ક૨ના૨ને પાપી કેમ કહ્યો ? સમજાણું કાંઈ?
તેનું સમાધાન :– સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે;...' આહાહા..!ભગવાનની વાણીમાં, સિદ્ધાંતમાં, આગમમાં, ચારેય અનુયોગમાં... આહાહા..! મિથ્યાત્વને જ પાપ કહ્યું છે. આહાહા..!અનંતવાર નવમી ત્રૈવેયક (ગયો). મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' નવમી ત્રૈવેયક અનંત વાર ગયો. આહા..! અનંત વાર મહાવ્રત લીધા... આહાહા..!અને સ્વર્ગમાં ગયો પણ આતમજ્ઞાન – રાગથી ભિન્ન આત્મા આનંદસ્વરૂપ (છે), તેના અનુભવ–વેદન વિના એ મહાવ્રતના પરિણામ એ દુઃખરૂપ છે. આવ્યું કે નહિ એમાં? મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' ત્યારે તે પંચ મહાવ્રતના પરિણામ તો દુઃખરૂપ છે. એ તો સુખ છે નહિ. આસ્રવ છે, બંધનું કારણ છે, ઝેરનો ઘડો છે. આહાહા..!આહાહા..!તેને પાપી કેમ કહ્યો? કે, આ કારણે પાપી કહ્યો. સિદ્ધાંતમાં મિથ્યાત્વને જ પાપ કહ્યું છે.
જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે.' આહાહા..! જ્યાં સુધી મિથ્યાત્વ રહે છે (અર્થાત્) રાગના અંશમાં પણ પ્રેમ રહે છે, પર્યાયબુદ્ધિમાં જે રાગ આવ્યો, મહાવ્રતનો, ભગવાનની ભક્તિનો, વિનયનો, પૂજાનો, દાનનો, દયાનો, અપવાસનો એ બધો રાગ.. આહાહા..!એ ક્રિયાઓને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે.’ એ ક્રિયાઓને પરમાર્થે સિદ્ધાંતમાં પાપી કહેવામાં આવ્યો તો એ પાપ છે. આહાહા..! આકરી વાત છે. ચૈતન્ય ભગવાન અંદર જ્ઞાનનો સાગર, અતીન્દ્રિય