________________
શ્લોક–૧૩૭
૧૦૩ આનંદની મૂર્તિ પ્રભુ. આહાહા....તેનો રસ છોડી રાગ મહાવ્રતાદિ કે ભગવાનનો વિનય, ભક્તિ આદિ હો... આહાહા...!
એ લોકો કહે છે ને એ પ્રવચનસારની ગાથા? “પુષ્પની ગરદન્તા' પુણ્યના ફળમાં અરિહંત છે, આમાં ગાથા છે. એ તો પુણ્યનું ફળ અરિહંતપદ નહિ, પુણ્યનું ફળ (એટલે) હાલવું, ચાલવું, બોલવું એ પુણ્યનું ફળ છે. ત્યારે એનો અર્થ એવો કરે, “પુષ્યની સરહન્તા' પુણ્યના ફળરૂપ અરિહંત પદ હોય છે. એમ છે નહિ. એમાં પાઠ છે. પુણ્યનું ફળ તીર્થકરને અકિંચિત્કર છે. કંઈ કરતું નથી. એ તો ઉદયભાવની ક્રિયા છે. હાલવાની, ચાલવાની, બોલવાની (ક્રિયા) એ પુણ્ય ફળ છે તો એ ખરી જાય છે. એ ઉદયને પણ ક્ષાયિકભાવ કહી દીધો છે. એ ઉદય થાય છે એ ખરી જાય છે તેને ક્ષાયિકભાવ કહ્યો. આહાહા.પણ પુણ્યથી અરિહંતપદ મળે છે એમ છે નહિ. આહા.! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ પણ રાગ છે, રાગનો નાશ કરે છે ત્યારે વીતરાગ કેવળજ્ઞાન થાય છે. રાગમાં તીર્થકરની પ્રકૃતિ બંધાણી માટે કેવળજ્ઞાન થાય છે, એમ છે નહિ. આહાહા.જે ભાવે તીર્થંકર પ્રકૃતિ) બંધાય એ ભાવનો નાશ કરે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે તો એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે. શું કહ્યું?
જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાણી એ પ્રકૃતિનો ઉદય ક્યારે આવે છે? કે જ્યારે એ રાગનો નાશ કરીને કેવળજ્ઞાન થાય છે ત્યારે એ તીર્થકર પ્રકૃતિનો ઉદય તેરમે ગુણસ્થાને આવે છે. આહાહા...!સમજાણું કાંઈ? એ ચોથે, પાંચમે, છઠ્ઠ ઉદય નથી આવતો. આહાહા.પ્રકૃતિનો બંધ ચોથે, પાંચમે, છછું પડે છે પરંતુ ઉદય આવે છે તેરમે (ગુણસ્થાને). એનો અર્થ શું થયો? કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ) બંધાણી હતી એ ભાવનો નાશ કરી પૂર્ણ) વીતરાગતા થઈ અને જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે એ પ્રકૃતિ ઉદયમાં આવી. આહાહા...!સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! જે ભાવે તીર્થકરગોત્ર બંધાણું એ ભાવે કેવળજ્ઞાન થતું નથી. આહાહા...! “પુષ્ય ની ગરદન્તા' એમ કહે છે. છે એમાં, છે ને? આમાં છે. કેટલામી ૪૫? પ્રવચનસાર'માં છે, “પુષ્પની ગરદન્તા'. અકિંચિત્કર છે, એવો પાઠ છે. પુણ્ય અકિંચિત્કર છે, આત્માને બિલકુલ લાભ નથી કરતું.
અહીંયાં તો એ પુણ્યના ભાવને પોતાનો માનનારને પાપી કહીને મિથ્યાદૃષ્ટિ કહ્યો છે. આહાહા...! છે? જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. એ પુણ્યના પરિણામની ક્રિયાને, મિથ્યાદૃષ્ટિને પાપી જ કહેવામાં આવે છે. પાપ જ કહેવાય છે. આહાહા...! એક તો એમ માને કે, કર્મથી વિકાર થાય છે. કર્મથી શુભભાવ થયો અને શુભભાવથી મુક્તિ થાય છે તો કર્મથી મુક્તિ થાય છે. એમ થયું. કારણ કે શુભભાવ કર્મથી થાય છે એમ માને છે એ વાત ખોટી છે, શુભભાવ પોતાથી થાય છે. પછી શુભભાવથી પછી ધર્મ થાય છે અને તેનાથી મુક્તિ થાય છે. તો એનો