________________
૧૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અર્થ કે કર્મથી શુભભાવ થયો અને શુભભાવથી મુક્તિ થઈ તો કર્મથી મુક્તિ થઈ. આહાહા..એમ છે નહિ. અહીં તો પાપી જ કહ્યો, પાપ જ કહ્યું છે. મિથ્યાદૃષ્ટિના મહાવ્રતના પરિણામને પાપ જ કહ્યું છે. આહાહા...! “પરમાર્થે પાપ જ કહેવાય છે.”
“વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે.” અશુભ છોડાવી શુભભાવને કથંચિત્ પુણ્ય (કહેવાય છે), ધર્મ નહિ. આહા...! “આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કઈ વિરોધ નથી.” આહાહા...!અપેક્ષાથી સમજવું. ધર્મીનો રાગ બંધનું કારણ નથી. મિથ્યાદૃષ્ટિનો રાગ, મહાવ્રત પાપ છે. એ બેમાં અપેક્ષા સમજવી જોઈએ. જ્ઞાનીનો રાગ નિર્જરાનો (હેતુ) છે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ) હોય તો પછી ભોગ છોડી ચારિત્ર લેવાનું ક્યાં રહ્યું? એ તો દૃષ્ટિનું જોર બતાવવા ભગવાનઆત્મા જ્ઞાયકભાવનો જ્યાં અનુભવ થયો કે હું તો જ્ઞાયક ચિદાનંદ અનાદિ છું). આહાહા..સતત, કહ્યું હતું ને રાત્રે ભાઈ! સતત એટલે નિરંતર વર્તમાન જ હું તો છું. ત્રિકાળ રહેશે માટે એમ નહિ. હું તો વર્તમાન સત્ ધ્રુવ જ છું. જ્ઞાનીને પણ જેટલો રાગ આવે છે તેટલું બંધનું કારણ છે. આહાહા.સમજાણું કાંઈ? જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગ થાય છે એ બંધનું કારણ, દુઃખનું કારણ છે. આહા! ભોગને કારણે નિર્જરા થાય છે એમ કહ્યું) એ તો દૃષ્ટિની અપેક્ષાએ કથન છે. આહાહા...!
જ્યાં સુધી સ્વરૂપની દૃષ્ટિ થઈને ચિદાનંદ ભગવાનઆત્મા પોતામાં લીનતારૂપ, લીનતારૂપ વ્રત હોં! લીનતારૂપ. એ પૂર્ણ લીનતા ન કરે ત્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નથી થતું. ત્યાં સુધી રાગનો અંશ રહે છે એ બંધનું કારણ છે. જ્ઞાનીને પણ બંધનું કારણ છે. આહાહા..અજ્ઞાનીના તો મહાવ્રતને જ પાપ કહ્યું. આહાહા..અને જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો. ક્યાં ઉગમણા-આથમણો ફેર છે). અપેક્ષાએ કહ્યું છે. ભોગ નિર્જરાનો હેતુ હોય તો ભોગ છોડીને ચારિત્ર લેવું એ તો રહેતું નથી.
દૃષ્ટિમાં આત્માના આનંદનો રસ છે તો એ ભોગનો રાગ આવ્યો એ કાળા નાગ જેવો જોવે. કાળો સર્પ, નાગ દેખે એમ ભોગનો રાગ દેખે. આહા.. જ્ઞાનીને તેનો પ્રેમ ઊડી ગયો છે, સુખબુદ્ધિ ઊડી ગઈ છે. વિષયમાં સુખ છે, મજા છે એ વાત અંતરમાંથી નીકળી ગઈ છે. આહાહા.કેમકે પોતાના આત્મામાં આનંદ છે, એ આનંદનો અનુભવ આગળ કોઈ ચીજમાં આનંદ છે એ માન્યતા ઊડી ગઈ. આહા...! ચક્રવર્તીના રાજ હો, ઈન્દ્રના ઇન્દ્રાસન હો એ બધું પુણ્યનું ફળ છે પણ ઝેર છે. આહાહા...!
વળી કોઈ પૂછે છે કે :- "પદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ” એમ પ્રશ્ન કરે છે. “અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે...” સમ્યગ્દષ્ટિને, ક્ષાયિક સમકિતીને પણ રાગ તો આવે